ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ઇન્વેસ્ટ ઇન્ડિયાને UNCTADનો પ્રતિષ્ઠિત 2020 સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન પુરસ્કાર જીતવા બદલ અભિનંદન આપ્યાં
“આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેપારવાણિજ્યને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને રોકાણ માટેનું મનપસંદ સ્થળ બનાવવાના અવિરત પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતૃત્વને સુસંગત છે”
Posted On:
08 DEC 2020 5:40PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે UNCTADનો 2020 સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન પુરસ્કાર જીતવા બદલ ઇન્વેસ્ટ ઇન્ડિયાને શુભેચ્છા આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ એમના ટ્વીટમાં કહ્યું હતું કે, “ઇન્વેસ્ટ ઇન્ડિયાને UNCTADનો 2020 સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન પુરસ્કાર જીતવા બદલ અભિનંદન. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેપારવાણિજ્યને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને મનપસંદ રોકાણ સ્થાન બનાવવાના અથાક પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતૃત્વને સુસંગત છે.”
આ 2020 સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન પુરસ્કાર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ માટે અતિ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. પુરસ્કાર સમારંભ 7 ડિસેમ્બર, 2020ના રોજ UNCTADના મુખ્યાલય જિનીવામાં યોજાયો હતો. પુરસ્કાર દુનિયાભરની રોકાણ સંવર્ધન સંસ્થાઓ (આઇપીએ)ની ઉત્કૃષ્ટ સફળતાઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓને માન્યતા આપે છે. એમાં 180 આઇપીએ દ્વારા UNCTADના મૂલ્યાંકન કાર્યને આધારે પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
UNCTAD એના સોશિયલ મીડિયા જોડાણ બિઝનેસ ઇમ્યૂનિટી પ્લેટફોર્મ, એક્સક્લૂઝિવ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ વેબિનાર સીરિઝ જેવા ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા અનુસરવામાં આવેલી સારી પદ્ધતિઓને સૂચવે છે તથા એના પ્રકાશનોમાં રોગચાળાના પ્રતિભાવ સ્વરૂપે ઊભી કરવામાં આવેલી કોવિડ રિસ્પોન્સ ટીમ (વ્યવસાયનું પુનર્નિર્માણ, વિવિધ પક્ષો સુધી પહોંચવું અને સપ્લાયર સુધી પહોંચવું જેવી કામગીરી) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
SD/GP/BT
(Release ID: 1679225)