ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે વાર્ષિક DGsP/IGsP પરિષદના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું


વર્ચ્યુઅલ મોડમાં આ પ્રકારની પ્રથમ પરિષદનું આયોજન થયું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉની કોન્ફરન્સના કાર્યલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદ સામે કોઈ પણ પ્રકારની સહિષ્ણુતા ના હોવી જોઈએ, નાગરિકોની સલામતી અને ગરિમા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રીએ 50 એવોર્ડ વિજેતાઓને ઇન્ડિયન પોલીસ મેડલ એનાયત કર્યા

શ્રી અમિત શાહે સૂચના આપી કે, સુરક્ષા સંસ્થાઓએ રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિમાં સંકલનનો અભિગમ રાખવો પડશે

કોવિડ-19 રોગચાળા દરમિયાન પોલીસની ભૂમિકા અંગે સાથે જ પોલીસ દ્વારા સલામતીની આચારસંહિતાના અમલીકરણ પર પણ ચર્ચા થઈ

Posted On: 02 DEC 2020 10:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે 55મી વાર્ષિક ડાયરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ/ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું, જેમાં વર્ચ્યુઅલ મોડમાં કેન્દ્રીય અર્ધસુરક્ષા દળના વિવિધ વડા તથા વિવિધ રાજ્યોના ડાયરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ સામેલ થયા હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ વર્ચ્યુઅલ મોડમાં આ પ્રકારની પ્રથમ પરિષદનું આયોજન કર્યું હતું. વિવિધ અથડામણોમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ 50 એવોર્ડ વિજેતાઓને ઇન્ડિયન પોલીસ મેડલ્સ એનાયત કર્યા હતા અને તેમને આ ઉપલબ્ધી હાંસલ કરવા માટે અભિનંદન આપ્યા હતા.  

પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં શ્રી અમિત શાહે કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોખરે રહીને કામ કરતાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા બિરદાવી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત નીતિગત મુદ્દાઓ વિશે જાણકારી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદ સામે કોઈ પણ પ્રકારની સહિષ્ણુતા ના હોવી જોઈએ. નાગરિકોની સલામતી અને ગરિમા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ. તેમણે કટોકટીની સ્થિતિ અને આપત્તિનું નિવારણ કરવા પોલીસની ક્ષમતા નિર્માણના મહત્ત્વ પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે સૂચના આપી હતી કે, સુરક્ષા સંસ્થાઓએ રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષામાં સંકલિત અભિગમ અપનાવવો પડશે તથા ભારતને વિકસિત અને સલામત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવું પડશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે પરિષદમાં જોડાયા હતા અને અગાઉની કોન્ફરન્સના કાર્યલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીને આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા રજૂ કરવામાં આવી હતી તથા નાગરિકો માટે વધુને વધુ અનુકૂળ પહેલો સાથે સુરક્ષાની સંપૂર્ણ સ્થિતિમાં સુધારો કરવાના મુદ્દે ચર્ચા કરી હતી.

આ પરિખદ દરમિયાન એલડબલ્યુઇ મોરચે સુરક્ષા દળોની વિવિધ પહેલો પર પણ એક સત્રનું આયોજન થયું હતું, જેમાં એલડબલ્યુઇ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો કરવા પર ચર્ચા થઈ હતી. એમાં એલડબલ્યુઇની સમસ્યાનું સમાધાન કરવા રાજ્યો સાથે સંકલિત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોવિડ-19 રોગચાળા દરમિયાન પોલીસની ભૂમિકા અંગે સાથે જ પોલીસ દ્વારા સલામતીની આચારસંહિતાના અમલીકરણ પર પણ ચર્ચા થઈ. વિવિધ પ્રકારની કટોકટીની સ્થિતિને સંભાળવા એસઓપી વિકસાવવા અનુગામી કામગીરીઓનું સૂચન પણ કરવામાં આવ્યું હતું.

 

SD/GP/BT


(Release ID: 1677968) Visitor Counter : 262