સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
મંત્રીમંડળે મેસર્સ એટીસી એશિયા પેસિફિક પીટીઇ લિમિટેડ દ્વારા મેસર્સ એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડમાં 2480.92 કરોડ રૂપિયાના સીધા વિદેશી મૂડી રોકાણ (FDI)ની મંજૂરી આપી
Posted On:
25 NOV 2020 3:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો ઉપરની મંત્રીમંડળ કમિટીએ મેસર્સ ટાટા ટેલિ સર્વિસિસ લિમિટેડ (TTSL) અને ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (TSPL) દ્વારા મૂકવામાં આવેલ વિકલ્પની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે મેસર્સ એટીસી એશિયા પેસિફિક પીટીઇ લિમિટેડ દ્વારા મેસર્સ એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડના 12.32% ઇક્વિટી શેર કેપિટલ (સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધાર પર) હસ્તગત કરવા માટેના એફડીઆઇ પ્રસ્તાવ નંબર 4930ને મંજૂરી આપી દીધી છે.
તેનાથી 2480.92 કરોડ રૂપિયાના સીધા વિદેશી મૂડી રોકાણનો માર્ગ મોકળો થશે. આ મંજૂરી સાથે જ એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ (એટીસી ઈન્ડિયા)ની અંદર મેસર્સ એટીસી એશિયા પેસિફિક પીટીઇ લિમિટેડ (એટીસી સિંગાપોર)ના સતત વધી રહેલ એફડીઆઇ નાણાકીય વર્ષ 2018-19થી લઈને 2020-21 અંતર્ગત 5417.2 કરોડ રૂપિયા થઈ જશે.
વિગતો:
- મેસર્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ એ ટેલિકોમ ઓપરેટરોને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંકળાયેલી છે.
- કંપની પાસે વર્તમાન એફડીઆઇ મંજૂરી 86.36% સુધીની છે અને આ મંજૂરી સાથે તે વધીને 98.68% (સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધાર પર) સુધીની થઈ જશે.
- નાણાકીય વર્ષ 2020-2021 દરમિયાન મેસર્સ એટીસી એશિયા પેસિફિક પીટીઇ લિમિટેડ દ્વારા મેસર્સ એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડમાં સીધું વિદેશી મૂડી રોકાણ 2480.92 કરોડ રૂપિયા થઈ જશે અને નાણાકીય વર્ષ 2018-19માં એફડીઆઇ પ્રસ્તાવ સંખ્યા 4854 અને 4860માં આપવામાં આવેલ મંજૂરીને ધ્યાનમાં રાખીને તેમાં થતો સતત વધારો 5417.2 કરોડ રૂપિયા થઈ જશે.
અસરો:
ભારતમાં વિદેશી રોકાણના પ્રવાહથી આર્થિક વિકાસને વેગ મળશે અને સાથે-સાથે ઇનોવેશનમાં વૃદ્ધિ થશે.
પાર્શ્વભૂમિકા:
ટેલિકોમ સર્વિસિસ ક્ષેત્રમાં 100% સુધીની એફડીઆઇની મંજૂરી આપવામાં આવી છે જેમાં 49% ઓટોમેટિક રુટ અંતર્ગત અને 49%ની ઉપર સરકારી રૂટના માધ્યમથી કરવામાં આવશે જેમાં શરત એ છે કે ટેલિ કમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવેલ લાયસન્સ અને સુરક્ષાને લગતી શરતોનું પાલન લાયસન્સ ધરાવનાર અને રોકાણકારો બંને દ્વારા કરવામાં આવે.
કંપની ટેલિ કમ્યુનિકેશન વિભાગ દ્વારા આપવામાં આવેલ જુદી જુદી મંજૂરીઓ અનુસાર ટેલિકોમ ઓપરેટરોને પેસિવ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંલગ્ન છે.
SD/GP/BT
(Release ID: 1675685)
Visitor Counter : 197