નાણા મંત્રાલય
મંત્રીમંડળે અસીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ અને NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડને સમાવતા NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મમાં મૂડી ઉમેરવાની મંજૂરી આપી
Posted On:
25 NOV 2020 3:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મંત્રીમંડળ દ્વારા અસીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ (AIFL) અને NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ (NIIF-IFL)ને સમાવતા રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ (NIIF) દ્વારા પ્રાયોજિત NIIF ડેબ્ટ પ્લેટફોર્મમાં ઇક્વિટી રૂપે રૂપિયા 6000 કરોડ ઉમેરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે જે નીચે ઉલ્લેખ કરેલી શરતોને આધિન છે:
- વર્તમાન 2020-21ના વર્ષ દરમિયાન માત્ર રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવામાં આવશે. જોકે, પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ આર્થિક સ્થિતિ અને મર્યાદિત નાણાંના અવકાશની ઉપલબ્ધતાના કારણે પ્રસ્તાવિત રકમ જો તૈયાર હશે અને ડેબ્ટ વૃદ્ધિની માંગ હશે તો જ ચુકવવામાં આવશે.
- NIIF દ્વારા સ્થાનિક અને વૈશ્વિક પેન્શન ફંડ્સ અને સોવેરિન વેલ્થ ફંડ્સમાંથી ઝડપી ગતિએ ઇક્વિટી રોકાણના તમામ ઉપયોગ માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 12 નવેમ્બર 2020ના રોજ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજ 3.0ના ભાગરૂપે જાહેર કરેલા બાર મુખ્ય પગલાંમાંથી એક આ પણ છે.
NIIF વ્યૂહાત્મક તક ભંડોળ દ્વારા ડેબ્ટ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેમાં NBFC ઇન્ફ્રા ડેબ્ટ ફંડ અને NBFC ઇન્ફ્રા ફાઇનાન્સ કંપનીને સમાવી લેવામાં આવ્યા છે. વ્યૂહાત્મક તક ભંડોળ ('NIIF SOF') દ્વારા NIIF બંને કંપનીઓમાં બહુમતી હિસ્સાની સ્થિતિમાં છે અને તેમણે પહેલાંથી જ અંદાજે રૂપિયા 1,899 કરોડનું રોકાણ આ પ્લેટફોર્મમાં કર્યું છે. વ્યૂહાત્મક તક ભંડોળ (SOF ફંડ) દ્વારા NIIFનું રોકાણ આ બંને કંપનીઓને સમર્થન આપવા માટે ચાલુ જ રહેશે તે ઉપરાંત અન્ય અનુકૂળ રોકાણની તકોમાં પણ તેમના દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખવામાં આવશે. વર્તમાન પ્રસ્તાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ અવકાશમાં બંને સંસ્થાઓની સંભાવ્યતા અને પ્રભાવને હજુ પણ વધારવા માટે સીધુ જ ભારત સરકારનું રોકાણ ઇચ્છે છે. આનાથી પ્લેટફોર્મને આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં વૃદ્ધિ કરવા માટેના તેમના પ્રયાસોમાં પણ સહકાર મળી રહેશે. NIIF SOP દ્વારા પહેલાંથી જ ઇક્વિટી દાખલ કરવામાં આવી છે અને ખાનગી ક્ષેત્રોમાંથી પણ સંભવિત ઇક્વિટી સહભાગીતા ઉપરાંત, સરકાર દ્વારા ઇક્વિટીના નવા ઉમેરાથી, આ ડેબ્ટ પ્લેટફોર્મ વર્ષ 2025 સુધીમાં પરિયોજનાઓ માટે રૂપિયા 1,10,000 કરોડના ડેબ્ટ સહકાર માટે પૂરતા સંસાધનો ઉભા કરી શકશે તેવી અપેક્ષા છે.
અમલીકરણની વ્યૂરચના અને લક્ષ્યો:
- આના માટેની વ્યૂહરચના એવી છે કે, AIFL દ્વારા મુખ્યત્વે એક વર્ષ કરતાં ઓછા સમયની કામગીરીઓ ધરાવતી નિર્માણાધીન / ગ્રીનફિલ્ડ / બ્રાઉનફિલ્ડ અસ્કયામતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ પાસે તેની પોતાની ઇન-હાઉસ મૂલ્યાંકન પ્રણાલી હશે જેની મદદથી ભંડોળનો ઝડપથી ઉપયોગ કરવા અંગેના નિર્ણયો લઇ શકાશે.
- NIIF IFL (NBFC-IDF) પરિપકવ પરિચાલન અસ્કયામતો માટે ટેક-આઉટ વ્હિકલ તરીકે કામ કરશે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને ઉંચા ખર્ચના બેંકના ફાઇનાન્સના સ્થાને સસ્તા IDF ફાઇનાન્સ પોસ્ટ -કમિશનિંગનો ઉપયોગ કરવામાં મદદ મળી શકશે. આગામી પાંચ વર્ષમાં (NIPનો આયોજન સમયગાળો), NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ સંભવિતપણે અંદાજે રૂપિયા 100,000 કરોડની કિંમતની બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને સહકાર આપવાની સંભાવ્યતા મેળવી શકશે.
- આ પ્લેટફોર્મને આગામી થોડા વર્ષોમાં લાંબાગાળાની બાહ્ય ઇક્વિટી મૂડી તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના બજારોમાંથી ડેબ્ટની જરૂર પડશે જેના પરિણામે ભારત સરકારના વર્તમાન પ્રસ્તાવિત રૂપિયા 6,000 કરોડના પ્રસ્તાવિત મૂડી ઉમેરામાં 14-18 ગણો પણ વધારો થઇ શકે છે.
- સ્થાનિક અને વૈશ્વિક પેન્શન, ઇન્શ્યોરન્સ અને સોવેરિન વેલ્થ ફંડ્સ દ્વારા NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મમાં ઇક્વિટી રોકાણને પ્રોત્સાહન આપવા માટે NIIF દ્વારા સરકારના ઇક્વિટી રોકાણનો ઉપયોગ કરવા માટે મજબૂત પ્રયાસો કરવામાં આવશે.
સમાવિષ્ટ ખર્ચ:
NIIF ડેબ્ટ પ્લેટફોર્મમાં બે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21 અને 2021-22 દરમિયાન રૂપિયા 6,000 કરોડ ઇક્વિટી તરીકે રોકાણ કરવામાં આવશે.
અસર:
NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ડેબ્ટમાં અંદાજે રૂપિયા 1 લાખ કરોડનું યોગદાન આપશે તેવી અપેક્ષા છે. આ યોગદાન રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનમાં કરવામાં આવેલી પરિકલ્પના અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષવા માટે પ્રવેગકનું કામ કરશે.
આ પ્રક્રિયાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં બેંકોના એક્સપોઝરમાંથી રાહત આપવા માટે પણ મદદ મળી રહેશે અને નવી ગ્રીન-ફિલ્ડ પરિયોજનાઓ માટે પણ જગ્યા ખુલ્લી થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં IDF / ટેકઆઉટ ફાઇનાન્સિગ અવકાશ વધુ મજબૂત કરવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોની પ્રવાહિતા વધારવામાં અને જોખમો ઘટાડવામાં સહકાર મળી રહેશે.
ભારતમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ SPVs દ્વારા અમલીકૃત કરવામાં આવે છે. લાક્ષાણિકરૂપે, SPVsને બાંધકામ પૂરું થઇ જવા છતાં પણ, એકલ આધાર પર રોકાણ ગ્રેડ રેટિંગ મેળવવાનું પડકારજનક થઇ જશે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, ડેબ્ટ પ્લેટફોર્મ દ્વારા બોન્ડ માર્કેટમાંથી ડેબ્ટ વધારવામાં આવશે અને તેનો ઉપયોગ ભરોસાપાત્ર મધ્યસ્થી તરીકે કરવામાં આવશે. AIFLને કેર રેટિંગ્સ દ્વારા AA રેટિંગ આપવામાં આવ્યું છે અને NIF-IFLને કેર રેટિંગ્સ અને ICRA દ્વારા AAA રેટિંગ આપવામાં આવ્યું છે. બોન્ડ રોકાણકારો બેંકોની સરખામણીએ ઓછું માર્જિન માંગે છે પરંતુ મોટાભાગે AAA/ AA રેટિંગ ધરાવતી સંસ્થાઓમાં જ રોકાણને પ્રાધાન્યતા આપે છે જેથી તેમના પોતાના જોખમ વ્યવસ્થાપનની માર્ગદર્શિકાઓનું પાલન થઇ શકે. પેન્શન અને ઇન્શ્યોરન્સ ફંડ્સ સહિત લાંબાગાળાના બોન્ડ રોકાણકારો લાક્ષાણિકરૂપે AAA રેટિંગ ધરાવતા બોન્ડ્સમાં રોકાણ કરે છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સારી રીતે મૂડીકરણ કરેલ, સારી રીતે ભંડોળ આપેલ અને સારી રીતે સંચાલિત NIIF ડેબ્ટ પ્લેટફોર્મ ભારતમાં બોન્ડ બજારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ અને કંપનીઓ વચ્ચે AAA/ AA રેટિંગ ધરાવતી મધ્યસ્થી તરીકે કામ કરીને બોન્ડ બજારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ અને વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે .
પૃષ્ઠભૂમિ:
રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ (NIP) અનુસાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં તમામ પેટા ક્ષેત્રોમાં અંદાજે રૂપિયા 111 લાખ કરોડથી વધારે રોકાણનું લક્ષ્ય છે જેનાથી ડેબ્ટ ફાઇનાન્સિંગની નોંધપાત્ર જરૂરિયાતનું સર્જન થશે. આના માટે ડેબ્ટ ફાઇનાન્સિંગમાં ઓછામાં ઓછા રૂપિયા 60થી 70 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. વર્તમાન માહોલમાં સારી રીતે મૂડીકરણ કરેલ વિશેષીકૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત ફાઇનાન્સિયલ સંસ્થાઓ જેમ કે, રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ (NIIF) દ્વારા તૈયાર કરવામાં આવી હોય તેવી, સંસ્થોની જરૂર છે જે સમગ્ર પરિયોજનાના જીવનચક્ર દરમિયાન મજબૂત મૂડી આધાર અને તજજ્ઞતા સંચાલિત અભિગમ સાથે ધ્યાન આપવા માટે સમર્થ હોય.
SD/GP/BT
(Release ID: 1675665)
Visitor Counter : 308