પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરશે

Posted On: 24 NOV 2020 5:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરશે.

ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત 1921માં થઈ હતી. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે. શતાબ્દી વર્ષ નિમિત્તે 25-26 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાં બે દિવસીય સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષની કોન્ફરન્સ માટેની થીમ છે: સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય.

આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ કરશે. કોન્ફરન્સમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT


(Release ID: 1675413) Visitor Counter : 198