આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે માળખાગત ક્ષેત્રમાં વાયાબિલિટી ગેપ ફંડિંગ VGF યોજનામાં સરકારી ખાનગી ભાગીદારીને નાણાકીય ટેકો આપવાની યોજનાને જાળવી રાખવાની અને એમાં સુધારાવધારા કરવાની મંજૂરી આપી
Posted On:
11 NOV 2020 3:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માળખાગત ક્ષેત્રમાં વાયાબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ) યોજનામાં સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)ને નાણાકીય ટેકો આપવા માટેની યોજનાને વર્ષ 2024-25 સુધી જાળવી રાખવા અને એમાં સુધારાવધારા કરવાની મંજૂરી આપી છે. આ માટે ખર્ચની જોગવાઈ રૂ. 8,100 કરોડ કરવામાં આવી છે.
આ સંશોધિત યોજના મુખ્યત્વે સામાજિક માળખાગત ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની બે પેટાયોજનાઓ પ્રસ્તુત કરવા સાથે સંબંધિત છેઃ
- પેટાયોજના - 1
આ નકામા પાણીનાં શુદ્ધિકરણ, પાણીનો પુરવઠો, ઘન કચરાનું વ્યવસ્થાપન, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર વગેરે જેવા સામાજિક ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ માટે વિવિધ પ્રોજેક્ટ બેંક મૂડીગત ખર્ચને સંપૂર્ણપણે કરવા માટે આવકનો નબળો પ્રવાહ અને નાણાં ઊભા કરવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આ કેટેગરી અંતર્ગત આવતા વિવિધ લાયક પ્રોજેક્ટ ખર્ચને સંપૂર્ણપણે બહાર કાઢવા સક્ષમ હોવા જોઈએ એટલે કે જેટલો ખર્ચ થયો હોય એટલી આવક કરવા સક્ષમ હોવા જોઈએ. કેન્દ્ર સરકાર પ્રોજેક્ટના કુલ પ્રોજેક્ટ ખર્ચ (ટીપીસી)નો મહત્તમ 30 ટકા હિસ્સો વીજીએફ તરીકે પ્રદાન કરશે અને રાજ્ય સરકાર/પ્રાયોજિત કેન્દ્રીય મંત્રાલય/કાયદેસર સંસ્થા વધારાના ટેકા સ્વરૂપે ટીપીસીનો વધુ 30 ટકા ટેકો પ્રદાન કરી શકે છે.
- પેટાયોજના – 2
આ પેટાયોજના સામાજિક ક્ષેત્રમાં પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ/પ્રદર્શિત પ્રોજેક્ટને ટેકો આપશે. આ પ્રોજેક્ટ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાંથી હોઈ શકે છે, જેમાં ઓછામાં ઓછા 50 ટકા ખર્ચની વસૂલાત થવી જોઈએ. આ પ્રકારના પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્તપણે પ્રથમ પાંચ વર્ષ માટે 80 ટકા મૂડીગત ખર્ચ અને 50 ટકા સુધી કામગીરી અને રખરખાવ (O&M) ખર્ચ પ્રદાન કરશે. કેન્દ્ર સરકાર પ્રોજેક્ટના ટીપીસીનો મહત્તમ 40 ટકા હિસ્સો પ્રદાન કરશે. ઉપરાંત આ વાણિજ્યિક ધોરણે કામગીરી શરૂ થયાના પ્રથમ પાંચ વર્ષમાં પ્રોજેક્ટના કાર્યકારી ખર્ચનો મહત્તમ 25 ટકા કાર્યકારી ખર્ચ પ્રદાન કરી શકે છે.
આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધી કુલ રૂ. 34,228 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચ ધરાવતા 64 પ્રોજેક્ટને ‘અંતિમ મંજૂરી’ આપવામાં આવી છે અને આ માટે રૂ. 5,639 કરોડનું વીજીએફ મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2019-20ના અંત સુધી રૂ. 4,375 કરોડનું વીજીએફ વહેંચવામાં આવ્યું છે.
ફાયદા:
આ યોજનાનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક માળખામાં પીપીપીને પ્રોત્સાહન આપવાનો છે, જે અસરકારક રીતે અસ્કયામતોના સર્જન તરફ દોરી જશે અને તેમની ઉચિત કામગીરી અને રખરખાવને સુનિશ્ચિત કરશે તથા આર્થિક/સામાજિક આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરતાં પ્રોજેક્ટને વાણિજ્યિક ધોરણે વ્યવહારિક બનાવશે. આ યોજના વ્યાપક રીતે જનતા માટે લાભદાયક પુરવાર થશે, કારણ કે એનાથી દેશ માટે માળખાગત સુવિધાના સર્જનમાં મદદ મળશે.
અમલીકરણની વ્યૂહરચના:
આ નવી યોજના મંત્રીમંડળની મંજૂરીના એક મહિનાની અંદર અમલમાં આવશે. નવસંશોધિત વીજીએફ અંતર્ગત સૂચિત સુધારાને યોજના માટેની માર્ગદર્શિકામાં અનુકૂળ રીતે સામેલ કરવામાં આવશે. નવસંશોધિત વીજીએફના પ્રોત્સાહન માટે તમામ પગલાં લેવામાં આવશે અને આ પ્રકારના પ્રોજેક્ટ પર નજર રાખવામાં આવશે.
અસર:
સૂચિત વીજીએફ યોજનામાં સુધારાવધારા વધારે પીપીપી પ્રોજેક્ટને આકર્ષશે અને સામાજિક ક્ષેત્રો (આરોગ્ય, શિક્ષણ, નકામું પાણી, ઘન કચરાનું વ્યવસ્થાપન, પાણીનો પુરવઠો વગેરે)માં ખાનગી રોકાણ માટેનો માર્ગ મોકળો કરશે. નવી હોસ્પિટલો, શાળાઓ ઊભી કરવાથી રોજગારીની ઘણી તકો ઊભી થશે.
સંકળાયેલો ખર્ચ:
નવસંશોધિત યોજનાને નાણાં મંત્રાલયના અંદાજપત્રીય ટેકામાંથી ભંડોળ આપવામાં આવશે. સંશોધિત વીજીએફ યોજનાનો કુલ અંદાજિત ખર્ચ નાણાકીય વર્ષ 2024-25 સુધી નીચે મુજબ છેઃ
નાણાકીય વર્ષ
|
આર્થિક માળખામાં પીપીપીને નાણાકીય ટેકો આપવા માટેની યોજના
(રૂ. કરોડમાં)
|
સામાજિક માળખામાં પીપીપીને નાણાકીય ટેકો આપવા માટેની યોજના
(રૂ. કરોડમાં)
|
2020-21
|
1,000
|
400
|
2021-22
|
1,100
|
400
|
2022-23
|
1,200
|
400
|
2023-24
|
1,300
|
400
|
2024-25
|
1,400
|
500
|
કુલ
|
6,000
|
2,100
|
પૃષ્ઠભૂમિ:
નાણાં મંત્રાલયના આર્થિક બાબતો સાથે સંબંધિત વિભાગે વર્ષ 2006માં “માળખાગત ક્ષેત્રમાં પીપીપીને નાણાકીય ટેકો આપવા માટેની યોજના” પ્રસ્તુત કરી હતી, જેનો આશય પીપીપી માધ્યમ દ્વારા હાથ ધરવામાં આવેલા માળખાગત પ્રોજેક્ટને ટેકો આપવાનો છે. આ એવા પ્રોજેક્ટ હોય છે, જેને આર્થિક દ્રષ્ટિએ વાજબી ઠેરવી શકાય છે, પણ એમાં મોટા પાયે મૂડીરોકાણની જરૂરિયાત હોવાથી વાણિજ્યિક ધોરણે અવ્યવહારિક હોય છે. વળી એમાં થયેલો ખર્ચ પરત મળવાનો સમયગાળો પણ બહુ લાંબો હોય છે અને વાણિજ્યિક સ્તરે વપરાશનો ચાર્જ વધારવો શક્ય હોતો નથી. એટલે વર્તમાન યોજના અંતર્ગત ભારત સરકાર અને પ્રાયોજિક સત્તામંડળ દ્વારા પ્રોજેક્ટના કુલ ખર્ચ (ટીપીસી)ના 40 ટકા સુધી વીજીએફ સ્વરૂપે ટેકો આપવામાં આવે છે. આ નાણાકીય ટેકો પ્રોજેક્ટ નિર્માણના તબક્કામાં મૂડીસહાય સ્વરૂપે આપવામાં આવે છે (20 ટકા + 20 ટકા).
SD/GP/BT
(Release ID: 1671932)
Visitor Counter : 389
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam