ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનપ્રતિનિધિ તરીકે 20મા વર્ષની શરૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી મોદીના વિચારો, વિઝન અને કરિશ્માઈ વ્યક્તિત્વથી પ્રેરિત થઈને અત્યારે દરેક ભારતીય ભારતને ‘વિશ્વગુરુ’ તરીકે પુનઃસ્થાપિત કરવા કાર્યરત છે

તેમના અસાધારણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશના કલ્યાણ માટે કામ કરવું મારા માટે અતિ ગર્વની વાત છે

130 કરોડ ભારતીયોની આકાંક્ષાને પ્રધાનમંત્રી મોદી જ ખરાં અર્થમાં સમજી શકે છે

વર્ષ 2001માં સાતમી ઓક્ટોબરના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા; એ દિવસે દેશના હિત કાજે અને જનસેવા માટે પ્રતિબદ્ધ, અવિરત સેવાની સફર શરૂ થઈ હતી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસમાં ક્રાંતિ કરી હતી અને હવે પ્રધાનમંત્રી તરીકે વિવિધ ઐતિહાસિક યોજનાઓ અને પહેલો સાથે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને સમાજના વંચિત તબક્કાના લાખો લોકોને જોડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યાં છે

ભૂજને સદીના સૌથી જીવલેણ ધરતીકંપમાંથી બેઠું કરવાનું હોય અને એને વિકાસના માર્ગે ફરી અગ્રેસર કરવાનું હોય કે પછી શાંતિ અને સંવાદના પ્રતીક સ્વરૂપે ગુજરાતને અગ્રેસર કરવાનું હોય કે પછી આકરી મહેનત અને લાંબા ગાળાની વિચારસરણી દ્વારા દેશની પ્રગત

Posted On: 07 OCT 2020 5:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનપ્રતિનિધિ તરીકે 20મા વર્ષની શરૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર આપણા દેશના ઇતિહાસમાં અતિ મહત્ત્વપૂર્ણ દિવસ છે. વર્ષ 2001માં આ જ દિવસે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને એ દિવસ પછી દેશના હિત કાજે અને જાહેર સેવા માટે અવિરત યાત્રા શરૂ થઈ હતી. આ સફરથી આપણને દેશના વિકાસમાં દરરોજ નવા સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના વિચારો, વિઝન અને કરિશ્માઈ વ્યક્તિત્વથી પ્રેરિત થઈને અત્યારે દરેક ભારતીય ભારતને વિશ્વગુરુ તરીકે પુનઃસ્થાપિત કરવા કાર્યરત છે. તેમના અસાધારણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશના કલ્યાણ માટે કામ કરવું મારા માટે અતિ ગર્વની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો 130 કરોડ ભારતીયોની આકાંક્ષાને ખરાં અર્થમાં કોઈ સમજી શકે એવું હોય, તો એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ નથી. પોતાની લાંબા ગાળાની વિચાસરણી સાથે પ્રધાનમંત્રી મજબૂત, આધુનિક અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા અવિરતપણે કામ કરે છે.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસમાં ક્રાંતિ કરી હતી અને હવે પ્રધાનમંત્રી તરીકે વિવિધ ઐતિહાસિક યોજનાઓ અને પહેલો સાથે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને સમાજના વંચિત તબક્કાના લાખો લોકોને જોડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યાં છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભૂજને સદીના સૌથી જીવલેણ ધરતીકંપમાંથી બેઠું કરવાનું હોય અને એને વિકાસના માર્ગે ફરી અગ્રેસર કરવાનું હોય કે પછી શાંતિ અને સંવાદના પ્રતીક સ્વરૂપે ગુજરાતને અગ્રેસર કરવાનું હોય કે પછી આકરી મહેનત અને લાંબા ગાળાની વિચારસરણી દ્વારા દેશની પ્રગતિ અને વિકાસ માટે ગુજરાતનું મોડલ પ્રદાન કરવાનું હોય – આ તમામનો શ્રેય એકમાત્ર મોદીજીની અવિરત પ્રતિબદ્ધતાને જાય છે.

 

SD/GP/BT



(Release ID: 1662525) Visitor Counter : 133