નાણા મંત્રાલય

આત્મનિર્ભર ભારત પેકેજ- આજદિન સુધીમાં થયેલી પ્રગતિ


નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય સંબંધિત બાબતોમાં આત્મનિર્ભર ભારત પેકેજના અમલીકરણની સમીક્ષા કરી

Posted On: 01 OCT 2020 5:28PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કોવિડ-19 મહામારી સામેની લડાઇ માટે 12 મે 2020ના રોજ રૂપિયા 20 લાખ કરોડના વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજની જાહેરાત કરી હતી - જે ભારતના GDPના 10% સમકક્ષ રકમનું પેકેજ છે. તેમણે તમામ આત્મનિર્ભર ભારત માટે સૌને આહ્વાન કર્યું હતું. તેમણે આત્મનિર્ભર ભારતના પાંચ આધારસ્તંભને રેખાંકિત કર્યા હતા જે – અર્થતંત્ર, વિનિર્માણ, વ્યવસ્થાતંત્ર, વાઇબ્રન્ટ વસ્તીશાસ્ત્ર અને માંગ છે.

આદરણીય પ્રધાનમંત્રીના આહ્વાનને અનુસરીને, નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 13 મેથી 17 મે 2020 દરમિયાન સળંગ પત્રકાર પરિષદોનું આયોજન કરીને આત્મનિર્ભર ભારત પેકેજની વિગતો લોકો સમક્ષ રજૂ કરી હતી.

નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તાકીદના ધોરણે આત્મનિર્ભર ભારત પેકેજ (ANBP) અંતર્ગત આર્થિક પેકેજ સંબંધિત જાહેરાતોનો અમલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આર્થિક પેકેજના અમલીકરણ પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાણામંત્રી વ્યક્તિગત રીતે આમાં ધ્યાન આપી રહ્યાં છે.

નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય સંબંધિત બાબતો માટે તાજેતરની સમીક્ષા આજે શ્રીમતી નિર્મલા સીતારમણે કરી હતી જેમાં આજદિન સુધીમાં થયેલી પ્રગતિની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  1. MSME સહિતના વ્યવસાયો માટે રૂપિયા 3 લાખ કરોડનું જામીન મુક્ત સ્વચાલિત ધિરાણ

વ્યવસાયોને રાહત આપવાના ઉદ્દેશ સાથે, 29 ફેબ્રુઆરી 2020ના રોજ આઉટસ્ટેન્ડિંગ (બાકી) ધિરાણના 20% રકમ વધારાની કાર્યકારી મૂડી ધિરાણ તરીકે રાહતપૂર્ણ વ્યાજદર સાથે આપવામાં આવશે. આ ધિરાણ પ્રમાણભૂત ખાતાં ધરાવતા હોય તેવા અને રૂપિયા 25 કરોડ સુધીના આઉટસ્ટેન્ડિંગ (બાકી રકમ) તેમજ રૂપિયા 100 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એકમોએ તેમના પોતાના તરફથી કોઈ જ જામીન અથવા બાંહેધરી આપવાની જરૂર રહેશે નહીં. આ રકમ માટે 100% બાંહેધરી ભારત સરકાર દ્વારા લેવામાં આવશે અને તે અંતર્ગત 45 લાખ કરતાં વધારે MSMEને રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે રકમ પ્રવાહિતતા માટે પૂરી પાડવામાં આવશે.


20.05.2020ના રોજ મંત્રીમંડળીની મંજૂરી મળ્યાં પછી, નાણાકીય સેવાઓના વિભાગ દ્વારા આ યોજના માટે 23.05.2020ના રોજ પરિચાલન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી અને 26.05.2020ના રોજ તાત્કાલિક ક્રેડિટ લાઇન બાંહેધરી યોજના (ECLGS) ભંડોળની નોંધણી કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકાઓમાં 4.8.2020ના રોજ સુધારો કરીને વ્યવસાયો માટે વ્યક્તિગત ધિરાણ, ધિરાણ વધારવા માટે આઉટસ્ટેન્ડિંગની ઉપલી મર્યાદા વધારીને રૂપિયા 50 કરોડ અને ટર્નઓવરની ઉપલી મર્યાદા વધારીને રૂપિયા 250 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.


29.09.2020ના રોજ જાણ કરવામાં આવી તે અનુસાર, જાહેર ક્ષેત્રની 12 બેંકો, ખાનગી ક્ષેત્રની ટોચની 24 બેંકો અને 31 NBFC દ્વારા બિન-વ્યક્તિગત અને વ્યક્તિગત લોકોને 100% તાત્કાલિક ક્રેડિટ લાઇન બાંહેધરી યોજના અંતર્ગત કુલ રૂપિયા 1,86,469 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી રૂપિયા 1,32,246 કરોડ અત્યાર સુધીમા કુલ 2,709,027 ધિરાણ લેનારાઓને ચુકવી દેવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017ZRD.jpg

  1. MSME અને વ્યક્તિગત લોકોને નવું ધિરાણ આપવા માટે NBFC, HFC અને MFI માટે રૂપિયા 45,000 કરોડની આંશિક ધિરાણ બાંહેધરી યોજના 2.0

17.08.2020ના રોજ સુધારવામાં આવેલી માર્ગદર્શિકા હેઠળ, પોર્ટફોલિયો નિર્માણ અને AA/AA- રેટિંગ ધરાવતા બોન્ડ્સ માટે કુલ પોર્ટફોલિયોની ઉપલી મર્યાદા 25%થી વધારીને 50% કરવા માટે વધુ 3 મહિના એટલે કે, 19.11.2020 સુધીની મંજૂરી આપવામાં આવી છે.

25 સપ્ટેમ્બર 2020ના રોજ, બેંકોએ રૂપિયા 25,505 કરોડના પોર્ટફોલિયોની ખરીદીની મંજૂરી આપી છે અને હાલમાં તેઓ રૂપિયા 3,171 કરોડ માટે મંજૂરી/ વાટાઘાટોની પ્રક્રિયા હેઠળ છે. PSB દ્વારા 25 સપ્ટેમ્બર 2020ના રોજ કરવામાં આવેલી જાણ અનુસાર, રૂપિયા 16,401 કરોડના પોર્ટફોલિયોની ખરીદી કરવામાં આવી છે.

  1. નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે રૂપિયા 30,000 કરોડનું વધારાનું તાત્કાલિક કાર્યકારી મૂડી ભંડોળ

25 સપ્ટેમ્બર 2020 સુધીમાં, આ વિશેષ સુવિધા અંતર્ગત રૂપિયા 25,000 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. RBI દ્વારા નાના NBFC અને NBFC-MFIs માટે વિશેષ પ્રવાહિતા સુવિધા (SLF) અંતર્ગત બાકીની રૂપિયા 5,000 કરોડની રકમ નાબાર્ડને ફાળવવામાં આવી છે.

નાબાર્ડ દ્વારા આ સુવિધા અંતર્ગત ચુકવણીની કામગીરી શરૂ કરવા માટે પરિચાલન માર્ગદર્શિકાઓને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે.

  1. NBFCs/HFCs/MFIs માટે રૂપિયા 30,000 કરોડની વિશેષ પ્રવાહિતા યોજના

આ યોજનાનો અમલ કરવા માટે SPV ઉભું કરવા માટે SBICAPને ફાળવણી કરવામાં આવી હતી. આ યોજના 1 જુલાઇ 2020ના રોજ અખબારી યાદી મારફતે શરૂ કરવામાં આવી હતી. એ જ દિવસે નિયામક RBI દ્વારા પણ આ યોજના અંગે NBFCs અને HFCsને એક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો.

30 સપ્ટેમ્બર 2020 સુધીમાં, રૂપિયા 11,120 કરોડની કુલ રકમ સમાવતી ઓગણ ચાલીસ (39) દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરવામાં આવેલી રકમમાંથી રૂપિયા 7,227 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે જ્યારે રૂપિયા 182 કરોડનો લાભ આપી શકાશે નહીં. બાકી રહેલી રૂપિયા 3,707 કરોડની મંજૂર થયેલી રકમ સમય વીતી ગયો હોવાથી જતી રહી છે. આ યોજના 30 સપ્ટેમ્બર 2020ના રોજ બંધ થઇ ગઇ છે.

  1. મુદ્રા શિશુ ધિરાણ માટે રૂપિયા 1,500 કરોડની વ્યાજમાં આર્થિક સહાય

મુદ્રા-શિશુ ધિરાણનો વર્તમાન પોર્ટફોલિયો રૂપિયા 1.60 લાખ કરોડ (મહત્તમ ધિરાણ રકમ રૂપિયા 50,000) છે. મંત્રીમંડળ દ્વારા 24.6.2020ના રોજ યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને આ યોજનાની માર્ગદર્શિકા 26.6.2020ના રોજ બહાર પાડવામાં આવી છે. જોકે, યોગ્યતા ધરાવતા 86% ખાતા 31.8.2020 સુધી મોરેટોરિયમ પર હતા. નાણાકીય વર્ષ 2020-21 માટે કુલ રૂપિયા 1,232 કરોડની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી છે અને 7 સપ્ટેમ્બર 2020ના રોજ SIDBIના રૂપિયા 120 કરોડ રીલિઝ કરવામાં આવ્યા છે.

  1. કિસાન ક્રેડિટ કાર્ડ્સ દ્વારા વિશેષ કવાયત દ્વારા 2.5 કરોડ ખેડૂતોને વેગવાન બનાવવા માટે રૂપિયા 2 લાખ કરોડનું છુટછાટ સાથે ધિરાણ

તબક્કા I માં, રૂપિયા 46,330 કરોડની KCC મર્યાદા સાથે 58.12 લાખ KCC કાર્ડ્સ મંજૂર કરવામાં આવ્યા છે.

તબક્કા IIમાં, 25 સપ્ટેમ્બર 2020 સુધીમાં, રૂપિયા 78,999.80 કરોડની KCC મર્યાદા સાથે કુલ 83.03 લાખ KCC કાર્ડ્સ મંજૂર કરવામાં આવ્યા છે. તબક્કા IIમાં મંજૂર કરવામા આવેલા આ 80.46 લાખ KCCની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે.

જેમાં KCC મંજૂર કરવામાં આવ્યા તે ક્ષેત્ર            મંજૂર કરવામાં આવેલા KCCની સંખ્યા

  1. પાક ધિરાણ                                            - 70.31 લાખ
  2. AH અથવા મત્યપાલન પ્રવૃત્તિઓ સાથે પાક ધિરાણ - 1.92 લાખ
  3. ડેરી                                                    - 2.97 લાખ
  4. મરઘાપાલન, પશુપાલન અને ઘેંટા ઉછેર વગેરે       - 21,961
  5. મત્યપાલન                                            -10,622
  1. TDS/TCS દરમાં ઘટાડો કરીને રૂપિયા 50,000 કરોડની પ્રવાહિતા

આ જાહેરાતનો અમલ કરવા માટે કરવેરા અને અન્ય કાયદા (રાહત અને ચોક્કસ જોગવાઇઓમાં સુધારો) અધિનિયમ, 2020 દ્વારા કાનૂની સુધારો કરવામાં આવ્યો છે જેને 18 સપ્ટેમ્બર 2020ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આદરણીય રાષ્ટ્રપતિએ સંમતિ આપ્યા પછી, કરવેરા અને અન્ય કાયદા (રાહત અને ચોક્કસ જોગવાઇઓ સુધારો) અધિનિયમ, 2020ની અધિસૂચના 29 સપ્ટેમ્બર 2020ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  1. અન્ય પ્રત્યક્ષ કરવેરા પગલાં:

વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન, રૂપિયા 1,18,324 કરોડની રકમના કુલ 33,53,898 રિફંડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. બાકી રહેલા રિફંડ હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HGLE.png

 

ANBP અંતર્ગત, નીચે દર્શાવેલી જાહેરાતો કરવામાં આવી છે:

  1. નાણાકીય વર્ષ 2019-20 માટે તમામ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2020થી લંબાવીને 31 ઓક્ટોબર 2020 અને ત્યાંથી લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે અને કરવેરા ઓડિટની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2020થી લંબાવીને 31 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે.
  2. 30 સપ્ટેમ્બર 2020ના રોજ આકારણીની તારીખ પૂરી થતી હોય તેમના માટે આકારણીની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે અને જેમને આકરણીની તારીખ 31 માર્ચ 2021ના રોજ પૂરી થતી હોય તેમની અંતિમ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે.
  3. વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત કોઇપણ વધારાની રકમ આપ્યા વગર ચુકવણી કરવા માટેની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે.

આ જાહેરાતોનો અમલ કરવા માટે કરવેરા અને અન્ય કાયદા (રાહત અને ચોક્કસ જોગવાઇઓમાં સુધારો) અધિનિયમ, 2020 દ્વારા કાનૂની સુધારો કરવામાં આવ્યો છે જેને 18 સપ્ટેમ્બર 2020ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આદરણીય રાષ્ટ્રપતિએ સંમતિ આપ્યા પછી, કરવેરા અને અન્ય કાયદા (રાહત અને ચોક્કસ જોગવાઇઓ સુધારો) અધિનિયમ, 2020ની અધિસૂચના 29 સપ્ટેમ્બર 2020ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  1. IBC સંબંધિત પગલાં દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ ઉન્નતિ:

સરકારે IBC, 2016ની ધારા 4 અંતર્ગત નાદારીની મર્યાદા વધારીને રૂપિયા 1 કરોડ કરી છે (જે હાલમાં રૂપિયા 1 લાખની મર્યાદા છે) અને આ સંબંધે 24.6.2020ના રોજ અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

MSMEને રાહત આપવા માટે સંહિતાની ધારા 240A અંતર્ગત વિશેષ ઠરાવને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તે અધિસૂચિત કરવામાં આવશે.

નાદારી અને દેવાળિયાપણું સંહિતા (બીજો સુધારો) અધિનિયમ, 2020 અંગે 5 જૂન 2020ના રોજથી અમલીકરણ સાથે 23 સપ્ટેમ્બર 2020ના રોજ અધિસૂચના આપવામાં આવી છે. આ પ્રકારે નાદારી અને દેવાળિયાપણું સંહિતા 2016 (સંહિતા)માં ધારા 10Aનો ઉમેરો પૂરો પાડવામાં આવ્યો છે જેથી છ મહિના અથવા આવા વધુ સમયગાળા માટે, જે 25 માર્ચ 2020થી એક વર્ષ કરતાં વધારે ન હોય ત્યાં સુધી, સંહિતાની ધારા 7, 9 અને 10 અંતર્ગત કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP)ની શરૂઆત કરવા પર હંગામી નિલંબન લાવી શકાય. પ્રસ્તાવિત નિલંબનનો લાભ એવા નાદાર થયેલા કોર્પોરેટ દેણદારોને મળશે જે 25 માર્ચ 2020થી નિલંબનના સમયગાળાના અંત સુધીમાં સામે આવ્યા હોય. વધુમાં, 25 માર્ચ 2020થી નિલંબનનો સમયગાળો પૂરો થાય તે દરમિયાન ઉભા થતા નાદારો કાયમી વિભાજિત તરીકે સંહિતા અંતર્ગત CIRPની શરૂઆત કરવાની દરખાસ્ત માટે નોન એસ્ટ (હાજર નથી) તરીકે ગણાશે. આવી નાદારીના સંદર્ભમાં કોર્પોરેટ દેણદારોના ડાયરેક્ટરો અથવા ભાગીદારો સામે પગલાં લેવા માટે અરજી દાખલ કરવા સામે ઠરાવ પ્રોફેશનલોને મંજૂરી ના આપવા માટે સંહિતાની ધારા 66માં પણ સુધારો કરવામાં આવ્યો છે.

  1. કંપની અધિનિયમ નાદારોનું ડીક્રિમિનલાઇઝેશન

કંપની (સુધારા) બિલ, 2020 19 સપ્ટેમ્બર 2020ના રોજ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે અને 22 સપ્ટેમ્બર 2020ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. આદરણીય રાષ્ટ્રપતિએ સંમતિ આપ્યા પછી, કંપની (સુધારા) અધિનિયમ, 2020 અંગે 28 સપ્ટેમ્બર 2020ના રોજ અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

  1. કોર્પોરેટ્સ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ

કંપની (સુધારા) બિલ, 2020 19 સપ્ટેમ્બર 2020ના રોજ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે અને 22 સપ્ટેમ્બર 2020ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. આદરણીય રાષ્ટ્રપતિએ સંમતિ આપ્યા પછી, કંપની (સુધારા) અધિનિયમ, 2020 અંગે 28 સપ્ટેમ્બર 2020ના રોજ અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

 

SD/GP/BT



(Release ID: 1660829) Visitor Counter : 803