પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશિહિદે વચ્ચે ટેલીફોનિક સંવાદ

Posted On: 25 SEP 2020 2:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સુગા યોશિહિદે સાથે ફોન પર સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી સુગાને પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી. 

બંને નેતાઓએ સંમતિ આપી કે ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીએ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી પ્રગતિ કરી છે તથા પરસ્પર વિશ્વાસ અને મૂલ્યોના આધારે આ સંબંધને વધુ મજબુત બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ સંમતિ આપી કે બંને દેશો વચ્ચેની ભાગીદારી, વર્તમાન સમયમાં વૈશ્વિક પડકારોની સાથે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને વધુ સુસંગત છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુક્ત, મોકળા અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની આર્થિક સ્થાપત્યની સ્થિતિસ્થાપક પુરવઠાની સાંકળો પર આધારિત હોવી જોઈએ અને આ સંદર્ભમાં ભારત, જાપાન અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સહકારનું સ્વાગત છે.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને આ સંદર્ભમાં વિશેષ કુશળ કામદારો સાથેના કરારના મૂળ લખાણને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કર્યું.

વૈશ્વિક કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં સુધારો થયા પછી પ્રધાનમંત્રીએ વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક માટે ભારતની મુલાકાત લેવા પ્રધાનમંત્રી સુગાને આમંત્રણ આપ્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1659041) Visitor Counter : 291