સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યો વચ્ચેના મેડિકલ ઓક્સિજનની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં નહીં આવે તેની ખાતરી કરવા તાકીદ કરી છે

દરેક હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીને ઓક્સિજન મળે છે તેની જવાબદારી રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની રહેશે

Posted On: 11 SEP 2020 12:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક રાજ્યો વિવિધ કાયદાઓ હેઠળ જોગવાઈઓ દ્વારા ઓક્સિજન સપ્લાયની મુક્ત આંતર-રાજ્ય હેરફેરને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના રાજ્યમાં સ્થિત ઉત્પાદકો / સપ્લાયર્સને માત્ર રાજ્યની હોસ્પિટલોમાં જ તેમના ઓક્સિજન પુરવઠાને પ્રતિબંધિત કરવા પણ ફરજ પાડે છે.

આને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે ગંભીર લક્ષણ ધરાવતા કોવિડ દર્દીઓના સંચાલન માટે હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને અત્યંત મહત્ત્વની બાબત ગણીને તેને પુનરાવર્તિત કર્યું છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોવિડ-19ના મધ્યમ અને ગંભીર લક્ષણ ધરાવતા કેસના સંચાલન માટે તબીબી ઓક્સિજનનો પર્યાપ્ત અને અવિરત પુરવઠોની ઉપલબ્ધતા એક મહત્વપૂર્ણ આગવી આવશ્યકતા છે.

આરોગ્ય સચિવે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વચ્ચે તબીબી ઓક્સિજનની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં નહીં આવે તેની ખાતરી કરવા તાકીદ કરી છે. આ બાબતને ભારપૂર્વક પ્રબલિતતા આપવામાં આવી છે કે, દરેક હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીને ઓક્સિજન મળે છે તેની ખાતરી કરવી તે દરેક રાજ્યની જવાબદારી છે.

ફરીથી તેમનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે, તબીબી ઓક્સિજનનો સમાવેશ આવશ્યક જાહેર આરોગ્ય કોમોડિટીમાં કરવામાં આવ્યો છે અને દેશમાં તબીબી ઓક્સિજનના પુરવઠામાં કોઈ અવરોધ આવશે તો તે દેશના અન્ય ભાગોમાં કોવિડ-19 રોગથી પીડિત દર્દીઓના સંચાલનને ગંભીર રીતે અસર કરી શકે છે. તદુપરાંત કેટલાક મોટા ઓક્સિજન ઉત્પાદકો / પુરવઠા પૂરો પાડનારાઓએ જુદાં-જુદાં રાજ્યોમાં સ્થિત હોસ્પિટલ સાથે વર્તમાનમાં કાયદાકીય જવાબદારી સાથે પુરવઠો પૂરો પાડવાનો કરાર કરેલો છે.

કેન્દ્રની આગેવાની હેઠળની કોવિડ તબીબી વ્યૂહરચના માનક સારવાર દેખરેખ માર્ગદર્શિકાના ધોરણ પર આધારિત છે. આ દિશાનિર્દેશોએ હોસ્પિટલો સહિતની તમામ કોવિડ સુવિધાઓમાં તબીબી સંભાળની એકસમાન અને પ્રમાણભૂત ગુણવત્તાની ખાતરી આપી છે. મધ્યમ અને ગંભીર લક્ષણોના કેસમાં, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપોર્ટ, એન્ટિ-કોગ્યુલન્ટ્સનું યોગ્ય અને સમયસર વહીવટ અને વ્યાપકપણે ઉપલબ્ધ તથા સસ્તી કોર્ટીકોસ્ટેરોઇડ્સ, પ્રોટોકોલ અનુસાર, કોવિડ-19 ઉપચારનો મુખ્ય આધાર માનવામાં આવે છે.

આખા દેશમાં ઓક્સિજનના પૂરતા પ્રમાણમાં સપ્લાય કરવાથી હોસ્પિટલમાં દાખલ મધ્યમ અને ગંભીર કેસોની અસરકારક ક્લિનિકલ સંભાળ, અન્ય પગલાંની સાથે મળીને સુનિશ્ચિત થઈ છે. જુદી-જુદી વ્યૂહરચનાઓ અપનાવવામાં આવેલી હોવાથી સક્રિય સાજા થવાના દરમાં વધારો કર્યો છે અને મૃત્યુ દરમાં (હાલમાં 1.67%) સતત ઘટાડો થયો છે. આજની તારીખે, 3.7% જેટલા સક્રિય દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

 

SD/GP/BT(Release ID: 1653487) Visitor Counter : 9