પ્રવાસન મંત્રાલય
પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત “આત્મનિર્ભર ભારત – પર્યટન અને પ્રવાસન સમક્ષ રહેલી સમસ્યાઓ” શીર્ષક સાથે 50મા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
22 AUG 2020 1:40PM by PIB Ahmedabad
પર્યટન મંત્રાલય દ્વારા 20 ઑગસ્ટ, 2020ના રોજ પોતાની દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત “આત્મનિર્ભર ભારત – પર્યટન અને પ્રવાસન સમક્ષ રહેલી સમસ્યાઓ” શીર્ષક સાથે 50મા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં MSME ક્ષેત્ર અને તેના વર્ગીકરણ, MSME માટે નોંધણીની પ્રક્રિયા, સેવા ક્ષેત્ર માટે MSME મંત્રાલયની ધિરાણ/ ફાઇનાન્સ યોજનાઓ, જાહેર ખરીદી નીતિ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. આ વેબિનાર MSMEના વિવિધ ઘટકો અને યોજનાઓમાંથી મળતા લાભો અંગે હિતધારકોને માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડવાની દૂરંદેશી સાથે યોજવામાં આવ્યો હતો.
આ વેબિનાર MSMEના અધિક સચિવ અને વિકાસ કમિશનર શ્રી દેવેન્દ્ર કુમાર સિંહ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધિક વિકાસ કમિશનર શ્રી આનંદ શેરખાને દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 2006માં MSME વિકાસ અધિનિયમ અમલમાં આવ્યો. તેના 14 વર્ષ પછી, 13 મે, 2020ના રોજ આત્મનિર્ભર ભારત પેકેજમાં MSMEની પરિભાષામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર, સુક્ષ્મ ઉત્પાદન અને સેવા એકમોની પરિભાષા વધારીને રૂ. 1 કરોડના રોકાણ અને રૂ. 5 કરોડના ટર્નઓવર કરવામાં આવી હતી. તેવી જ રીતે, લઘુ એકમોની પરિભાષા વધારીને રૂ. 10 કરોડનું રોકાણ અને રૂ. 50 કરોડનું ટર્નઓવર કરવામાં આવી હતી. તેમજ, મધ્યમ એકમોની પરિભાષા વધારીને રૂ. 20 કરોડનું રોકાણ અને રૂ. 100 કરોડનું ટર્નઓવર કરવામાં આવી હતી. ભારત સરકારે 01.06.2020ના રોજ MSMEની પરિભાષામાં વધુ ઉર્ધ્વતા માટે સુધારો કરવાનો નિર્ણય નિર્ણય લીધો હતો. મધ્યમ ઉદ્યોગો માટે, હવે રૂ. 50 કરોડનું રોકાણ અને રૂ. 250 કરોડનું ટર્નઓવર રહેશે.
13 મે, 2020ના રોજ આ પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ, કેટલીક રજૂઆતો કરીને એવું કહેવામાં આવ્યું હતું કે, આ સુધારાઓ બજાર અને ભાવની પરિસ્થિતિને અનુરૂપ નથી અને તેથી તેને હજુ પણ વધુ સુધારીને ઉપલી મર્યાદામાં વધારો કરવો જોઇએ. આ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ મધ્યમ એકમોની ઉપલી મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી સમય અનુસાર વાસ્તવિક અભિગમને ધ્યાનમાં રાખીને તેમજ વર્ગીકરણની હેતુલક્ષી પ્રણાલી સ્થાપિત કરવા માટે અને ઇઝ ઓફ ડુઇંગની સવલત પૂરી પાડવા માટે કરવામાં આવી છે.
MSME મંત્રાલયે પુનરુચ્ચાર કર્યો હતો કે, તેમણે MSME અને નવા ઉદ્યોગો માટે ચેમ્પિયન્સ (www.champions.gov.in) નામથી ખૂબ જ મજબૂત હાથવગું વ્યવસ્થાતંત્ર અમલમાં મૂક્યું છે, જેનો પ્રારંભ તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. રસ ધરાવતા ઉદ્યોગો/ લોકો આ વ્યવસ્થાતંત્રનો લાભ ઉઠાવી શકે છે અને તેઓ પોતાના પ્રશ્નો અથવા ફરિયાદો પણ મોકલી શકે છે. તેમની પ્રતિક્રિયાઓને સૌથી વધુ પ્રાથમિકતા સાથે ધ્યાનમાં લેવામાં આવશે.
રજૂકર્તાઓએ MSMEમાં નોંધણીની પ્રક્રિયા અંગે પણ માહિતી પૂરી પાડી હતી.
- ઉદયમ નોંધણી ફરજિયાત છે https://udyamregistration.gov.in
- વિનામૂલ્યે નોંધણી - કોઇપણ પ્રકારની ફી નહીં
- માત્ર આધાર નંબર હોવો જરૂરી છે
- કાયમી નોંધણી નંબર
- નોંધણીનું પ્રમાણપત્ર ઑનલાઇન ઇશ્યુ કરવામાં આવે છે. જો એકવાર નોંધણી થઇ જાય તો, તેને રિન્યૂ કરવાની કોઇ જરૂર નથી
- ચેમ્પિયન્સ સેન્ટર્સ (DIC) દ્વારા સહકાર પૂરો પાડવામાં આવશે.
- નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે છે
- કોઇપણ વ્યક્તિએ કોઇ ખર્ચ કરવાની અથવા ફી ચુકવવાની જરૂર નથી.
આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક ડગલું આગળ વધતા, રૂપિયા 200 કરોડ સુધીના વૈશ્વિક ટેન્ડરોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલું આત્મનિર્ભર ભારતની દિશામાં રહેશે અને તેનાથી મેક ઇન ઇન્ડિયાને સહકાર મળશે. રજૂકર્તાઓએ આ કાર્યક્રમમાં સબસિડીના લાભોની પણ માહિતી આપી હતી. જેમાં સામાન્ય શ્રેણીના લાભાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાં પ્રોજેક્ટના કુલ ખર્ચના 25%ની માર્જિન મની સબસિડી મેળવી શકે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 15% માર્જિન મની સબસિડી મેળવી શકે છે. વિશેષ શ્રેણીઓ જેમકે અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિ/ મહિલાઓ વગેરે ગ્રામીણ વિસ્તારોમાં 35% માર્જિન મની સબસિડી અને શહેરી વિસ્તારોમાં 25% માર્જિન મની સબિસિડીનો લાભ મેળવી શકે છે.
રજૂકર્તાઓએ નાના વ્યવસાયોને MSME નોંધણી દ્વારા થતા લાભો પર પણ પ્રકાશ પાડ્યો હતો:
1. જામીન વગર ધિરાણ:
સરકારે MSME/ SSI માટે વિવિધ પહેલની શરૂઆત કરી છે જેથી જામીન વગર પણ ધિરાણ પ્રાપ્ત થઇ શકે. MSME નોંધણીના સૌથી શ્રેષ્ઠ લાભમાંથી એક એ છે કે, જામીન મુક્ત ધિરાણ પૂરું પાડવા માટેની પહેલમાં ધિરાણ બાંયધરી ટ્રસ્ટ ફંડ યોજના અંતર્ગત GOI (ભારત સરકાર), SIDBI (ભારતીય લઘુ ઉદ્યોગો વિકાસ બેંક) અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય દ્વારા બાંયધરી લેવામાં આવે છે. નાના ઉદ્યોગોના માલિકો માટે MSMEમાં નોંધણી કરાવવાનો આ ખૂબ જ શ્રેષ્ઠ ફાયદો છે.
2. પેટન્ટ નોંધણી અને ઔદ્યોગિક પ્રોત્સાહન પર સબસિડી:
MSME અધિનિયમ અંતર્ગત નોંધણી કરવામાં આવેલા વ્યાવસયિક ઉદ્યોગોને પેટન્ટ નોંધણી માટે 50 ટકાની જંગી સબસિડી આપવામાં આવે છે. સંબંધિત મંત્રાલયને અરજી મોકલીને તેનો લાભ ઉઠાવી શકાય છે. આ ઉપરાંત, MSMEમાં નોંધણીનો અન્ય એક મોટો ફાયદો એ છે કે, સરકારના સૂચન અનુસાર ઔદ્યોગિક પ્રોત્સાહન માટે સબસિડીનો લાભ મેળવી શકાય છે.
રજૂકર્તાઓએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના: 3 પ્રસ્તાવ 'શિશુ', 'કિશોર' અને 'તરુણ' પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પ્રાથમિક પ્રોડક્ટ સુક્ષ્મ વ્યવસાયો/ એકમો (મધ્યમ અને લઘુ ઉદ્યોગો)ને ધિરાણ કરવા માટે ફરી ફાઇનાન્સ પૂરું પાડશે. આ એક છત્ર હેઠળ આવતી પ્રાથમિક પ્રોડક્ટ અને યોજનાઓ પહેલાંથી જ તૈયાર કરી દેવામાં આવી છે અને હસ્તક્ષેપોને 'શિશુ', 'કિશોર' અને 'તરુણ' નામ આપવામાં આવ્યું છે જે વૃદ્ધિ / વિકાસના તબક્કા અને લાભાર્થી સુક્ષ્મ એકમ / ઉદ્યોગ સાહસિકની ભંડોળની જરૂરિયાતો સૂચવવા માટે છે તેમજ ઉદ્યોગ સાહસિક માટે નીચે દર્શાવ્યા અનુસાર પ્રગતિ/ વૃદ્ધિના આગામી તબક્કાનો સંદર્ભ પણ પૂરો પાડે છે:
1. શિશુ: રૂ. 50,000 સુધીનું ધિરાણ આવરી લે છે.
2. કિશોર: રૂ. 50,000થી વધુ અને રૂ. 5 લાખ સુધીનું ધિરાણ આવરી લે છે.
3. તરુણ: રૂ. 5 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીનું ધિરાણ આવરી લે છે.
હવે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર વચ્ચે કોઇ જ ભેદભાવ રહેશે નહીં. નવી પરિભાષા MSMEને મજબૂત બનાવવા અને તેમની વૃદ્ધિ માટે માર્ગ મોકળો કરશે. ખાસ કરીને, નિકાસની ગણતરીને ટર્નઓવરમાંથી બાકાત રાખવાની જોગવાઇના કારણે MSMEને વધુ નિકાસ કરવા માટે પ્રોત્સાહન મળશે અને MSME એકમ તરીકેના લાભો ગુમાવવાનો ડર રાખ્યા વગર તેઓ વધુમાં વધુ નિકાસ કરી શકશે. એવી અપેક્ષા રાખવામાં છે કે આના કારણે, દેશમાંથી નિકાસના પ્રમાણમાં પ્રચંડ વૃદ્ધિ થશે અને તેનાથી વધુ વિકાસ થશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને રોજગારીઓનું સર્જન થશે.
સેવા ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં MSMEના પ્રયાસો સ્વીકારતા સુશ્રી રૂપિન્દર બ્રારે વેબિનારનું સમાપન કર્યું હતું. આનાથી દેશમાં પર્યટન, પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગને સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર વધારાનો જામીન મુક્ત ધિરાણ સહકાર પ્રાપ્ત કરવાનો લાભ મળી શકશે. બેંકો અને NBFC દ્વારા MSME ઉદ્યોગોને રૂપિયા 3 લાખ કરોડનું જામીન મુક્ત સ્વયંચાલિત ધિરાણ પૂરું પાડવાની જાહેરાત સેવા પ્રદાતાઓ માટે ખૂબ લાંબાગાળાનું પ્રોત્સાહક પગલું પુરવાર થશે.
દેખો અપના દેશ વેબિનાર શ્રેણીનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ સાથે ટેકનિકલ ભાગીદારીમાં કરવામાં આવે છે. આ વેબિનાર સત્રો હવે https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર અને ભારત સરકારના પર્યટન મંત્રાલયના તમામ સોશિલય મીડિયા હેન્ડલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
SD/BT
(रिलीज़ आईडी: 1647913)
आगंतुक पटल : 291