સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે
સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો
કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો
Posted On:
16 AUG 2020 12:40PM by PIB Ahmedabad
કોવિડ-19ના કેસોના મૃત્યુદરમાં સતત થઇ રહેલા ઘટાડા તરફ આગળ વધતા, ભારતમાં નોંધાયેલો મૃત્યુદર દુનિયાભરમાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. આજે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93% સુધી પહોંચી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો વચ્ચેના સંકલિત પ્રયાસોના પરિણામે મૃત્યુદર આટલા નીચા સ્તરે ઘટાડી શકાયો છે અને હજુ પણ તેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
અમેરિકામાં 23 દિવસમાં 50,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે બ્રાઝીલમાં 95 દિવસમાં અને મેક્સિકોમાં 141 દિવસમાં આટલી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ભારતમાં સમગ્ર દેશમાં આટલી સંખ્યામાં મૃત્યુ થવામાં 156 દિવસ લાગ્યા છે.
હોસ્પિટલોમાં સુધારેલી અને અસરકારક તબીબી સારવાર, દેખરેખ હેઠળ હોમ આઇસોલેશન, નોન-ઇન્વેઝિવ ઓક્સિજન સપોર્ટનો ઉપયોગ અને દર્દીઓને તાત્કાલિક લઇ જવા માટે એમ્બ્યુલન્સ સેવાઓમાં સુધારા અને સમયસર સારવાર પર કેન્દ્ર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ASHA કર્મચારીઓના અથાગ પ્રયાસોના કારણે અસરકારક સર્વેલન્સ અને દેખરેખ હેઠળ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની સ્થિતિમાં પ્રગતિ પર ટ્રેકિંગ સુનિશ્ચિત થઇ શક્યું છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સમાં જે-તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા યોજવામાં આવતા ટેલિ-કન્સલ્ટેશન સત્રોના આયોજન દ્વારા સક્રિયપણે ટેકનિકલ માર્ગદર્શન આપીને કોવિડ-19થી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોના તબીબી વ્યવસ્થાપન કૌશલ્યને અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ પગલાંઓના કારણે એકંદરે, ગંભીર અને તીવ્ર અસર ધરાવતા દર્દીઓ માટે ઘરેથી હોસ્પિટલ સુધી વિના અવરોધે અને અસરકારક તબીબી વ્યસ્થાપન સુનિશ્ચિત થઇ શક્યું છે. આનાથી, ભારતમાં મૃત્યુદર (CFR) ઘટાડવાનું તેમજ વૈશ્વિક સરેરાશથી નીચે આ દર જાળવી રાખવાનું પણ શક્ય બન્યું છે.
સંખ્યાબંધ પગલાંનો અમલ કરીને સફળતાપૂર્વક સઘન પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક રીતે સારવારના અમલીકરણના પરિણામે, હાલમાં દર્દીઓ સાજા થવાનો દર પણ ઘણા ઊંચા સ્તરે લાવવામાં સારું યોગદાન મળ્યું છે. ભારતમાં હાલમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 72% થઇ ગયો છે જે વધુને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થતા હોવાનું સુશ્ચિત કરે છે. છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ આંકડા સાથે, દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 18.6 લાખ કરતાં વધારે (18,62,258) થઇ ગઇ છે.
સાજા થનારા દર્દીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે કે, દેશમાં કેસોના ભારણની ટકાવારીમાં ઘટાડો થઇ રહ્યો છે. હાલમાં સક્રિય કેસ (6,77,444)ની સંખ્યા દેશમાં વાસ્તવિક કેસોનું ભારણ દર્શાવે છે. આજે કુલ નોંધાયેલા કેસોમાંથી 26.16% સક્રિય કેસોનું ભારણ છે અને છેલ્લા 24 કલાકમાં વધુ ઘટાડો નોંધાયો છે. તમામ દર્દીઓને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કાર્યદક્ષ અને સઘન પરીક્ષણ કામગીરીના કારણે ભારત ઝડપથી કોવિડ-19ના 3 કરોડ પરીક્ષણોના આંકડાની નજીક પહોંચી રહ્યું છે; આજદિન સુધીમાં કુલ 2,93,09,703 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7,46,608 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોવિડ પરીક્ષણ માટે દેશમાં નિદાન લેબોરેટરીઓના નેટવર્કમાં સતત થઇ રહેલા વિસ્તરણના કારણે આ શક્ય બન્યું છે જેમાં 969 સરકારી લેબોરેટરી અને 500 ખાનગી લેબોરેટરી સાથે દેશમાં કુલ 1469 લેબોરેટરી કોવિડના નિદાન માટે ઉપલબ્ધ છે.
વિભિન્ન પ્રકારની ઉપલબ્ધ લેબોરેટરીની વિગતો નીચે પ્રમાણે છે:
• રીઅલ ટાઇમ RT PCR આધારિત પરીક્ષણ લેબોરેટરી: 754 (સરકારી: 450 + ખાનગી 304)
• TrueNat આધારિત પરીક્ષણ લેબોરેટરી: 598 (સરકારી: 485 + ખાનગી: 113)
• CBNAAT આધારિત પરીક્ષણ લેબોરેટરી: 117 (સરકારી: 34 + ખાનગી: 83)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/BT
(Release ID: 1646299)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu