ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2300 કિલોમીટર લાંબા પોર્ટબ્લેર, લિટલ આંદામાન અને સ્વરાજ ટાપુને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ઘાટન કરવું આંદામાન અને નિકોબાર ટાપુના લોકો માટે ખુબ જ યાદગાર દિવસ છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ


"આ વિશાળ પરિયોજના અત્યંત પડકારરૂપ હતી પરંતુ તેને સમય કરતા પહેલા જ સંપન્ન કરી લેવામાં આવી છે"

"આ સીમાચિહ્નરૂપ પરિયોજના આંદામાન અને નિકોબારના ટાપુમાં વિકાસના એક નવા યુગનો આરંભ કરશે" : કેન્દ્રીય ગૃહમંત્રી

"સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ આંદામાન અને નિકોબારમાં પણ મોટા શહેરોની જેમ હાઈ સ્પીડ ટેલિકોમ અને બ્રોડબેન્ડ સુવિધાઓ પ્રદાન કરશે : શ્રી અમિત શાહ

"મોદી સરકાર પોતાના ડિજિટલ ઇન્ડિયા મિશનને લઈને પ્રતિબદ્ધ છે અને નાગરિકોને સર્વશ્રેષ્ઠ આધુનિક સુવિધાઓથી સશક્ત કરી રહી છે" : કેન્દ્રીય ગૃહમંત્રી

Posted On: 10 AUG 2020 6:11PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2300 કિલોમીટર લાંબા પોર્ટબ્લેર, લિટલ આંદામાન અને સ્વરાજ ટાપુને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ઘાટન કરવું આંદામાન અને નિકોબાર ટાપુના લોકો માટે ખુબ જ યાદગાર દિવસ છે."

પોતાના ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "આ વિશાળ પરિયોજના અત્યંત પડકારરૂપ હતી, પરંતુ તેને સમય કરતા પહેલા જ સંપન્ન કરી લેવામાં આવી છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનીક તથા ઈન્ફોરમેશન મંત્રી શ્રી રવિશંકર પ્રસાદનો આભાર વ્યક્ત કરતા શ્રી અમિત શાહે કહ્યું કે, "આ સીમાચિહ્નરૂપ પરિયોજના આંદામાન અને નિકોબારના ટાપુમાં વિકાસના એક નવા યુગનો આરંભ કરશે"

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, "સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ આંદામાન અને નિકોબારમાં પણ મોટા શહેરોની જેમ હાઈ સ્પીડ ટેલિકોમ અને બ્રોડબેન્ડ સુવિધાઓ પ્રદાન કરશે. સાથે જ આનાથી ઈ-શિક્ષણ, બેન્કિંગ સુવિધાઓ, ટેલી મેડિસિન જેવા ક્ષેત્રોમાં મહત્વનો લાભ મળશે અને સાથે જ પ્રવાસન ક્ષેત્રને પણ મોટા પાયે પ્રોત્સાહન મળવાથી રોજગારમાં વધારો થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે, "મોદી સરકાર પોતાના ડિજિટલ ઇન્ડિયા મિશનને લઈ પ્રતિબદ્ધ છે અને નાગરિકોને સર્વશ્રેષ્ઠ આધુનિક સુવિધાઓથી સશક્ત કરી રહી છે."

A momentous day for the people of Andaman & Nicobar Islands as PM @narendramodi inaugurated the 2300KM long Submarine Optical Fibre Cable, connecting Port Blair, Little Andaman and Swaraj Island. This mammoth project had enormous challenges but completed well before its timeline.

— Amit Shah (@AmitShah) August 10, 2020

The submarine OFC will provide high-speed telecom and broadband facilities in Andaman & Nicobar at par with metro cities. This will lead to great benefits like e-education, banking facilities, tele-medicine and surge employment by providing a major boost to the tourism sector.

— Amit Shah (@AmitShah) August 10, 2020

Modi govt is resolved towards its mission of Digital India and empowering its citizens with the best of modern facilities.
I thank PM Shri @narendramodi ji and Shri @rsprasad ji for this landmark project which will usher a new era of development for the Andaman & Nicobar islands.

— Amit Shah (@AmitShah) August 10, 2020

 

SD/GP/BT



(Release ID: 1644966) Visitor Counter : 266