કૃષિ મંત્રાલય

26 અને 27 જુલાઈ, 2020 દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના 10 જીલ્લાઓમાં 37 સ્થળે તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી


11 એપ્રિલ, 2020થી શરૂ કરેલ નિયંત્રણ કામગીરી હેઠળ આશરે 4.3 લાખ હેકટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો

Posted On: 27 JUL 2020 5:28PM by PIB Ahmedabad

તીડ સર્કલ કચેરીઓ (એલસીઓ) દ્વારા તા. 26 અને 27 જુલાઈ વચ્ચેની રાત્રી દરમિયાન રાજસ્થાનના 9 જીલ્લામાં 36 સ્થળે એટલે કે જેસલમેર, બારમેર, જોધપુર અને બિકાનેર, ચૂરૂ, નાગોર, ઝુનઝુનુ, હનુમાનગઢ અને શ્રીગંગાનગર જીલ્લામાં તથા ગુજરાતના કચ્છ જીલ્લામાં એક સ્થળે તીડનાં ટોળાંના નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

આજે 27 જુલાઈના રોજ રાજસ્થાનમાં ગુલાબી રંગના નાના તીડના ઝૂંડ અને પીળા રંગના તીડ સામે જેસલમેર, બારમેર, જોધપુર, બિકાનેર, ચુરૂ, નાગૌર, ઝૂનઝુનુ, હનુમાનગઢ અને શ્રીગંગાનગર તથા ગુજરાતમાં કચ્છના એક સ્થળે આ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.  

11 એપ્રિલ, 2020થી શરૂ કરીને 26 જુલાઈ, 2020 સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તીડ કન્ટ્રોલ ઓફિસે નિયંત્રણની કામગીરી હાથ ધરીને 2,14,642 હેક્ટર વિસ્તારને આવરી લીધો હતો. 26 જુલાઈ, 2020 સુધીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારમાં રાજ્ય સરકારો દ્વારા 2,14,130 હેક્ટર વિસ્તારમાં નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને હરિયાણામાં નોંધપાત્ર પ્રમાણમાં પાકનો નાશ થયાના અહેવાલો મળ્યા નથી, જ્યારે રાજસ્થાનના કેટલાક જીલ્લાઓમાં કેટલાક ગૌણ પાકને નુકસાન થયું હોવાનો અહેવાલ છે.

હાલમાં, રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં 104 સેન્ટ્રલ કન્ટ્રોલ ટીમના સ્પ્રે વ્હિકલ્સ કામે લગાડવામાં આવ્યા છે અન તીડ નિયંત્રણની કામગીરીમાં કેન્દ્ર સરકારના 200થી વધુ કર્મચારીઓ જોડાયા છે. વધુમાં, 15 ડ્રોન સાથે 5 કંપનીઓને રાજસ્થાનના બારમેર, જેસલમેર, બિકાનેર, નાગૌર અને ફલૌદીમાં ઉંચા વૃક્ષો ઉપર તીડ નિયંત્રણની અસરકારક કામગીરી માટે કામે લગાડવામાં આવી છે. જે વિસ્તારો સુધી પહોંચી શકાય તેમ નથી, ત્યાં જંતુનાશક દવાઓ છાંટવામાં આવી રહી છે. રાજસ્થાનના રણ વિસ્તારમાં એક બેલ હેલીકોપ્ટરને જરૂરિયાત મુજબ કામે લગાડવામાં આવ્યું છે. ભારતીય વાયુદળ પણ એમઆઈ-17 હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને તીડ નિયંત્રણના પ્રયાસો હાથ ધરી રહ્યું છે.

અન્ન અને કૃષિ સંસ્થાનની 21 જુલાઈ, 2020ની અપડેટ કરાયેલી માહિતીમાં દર્શાવવામાં આવ્યું છે કે, આગામી સપ્તાહોમાં આફ્રિકન વિસ્તારોમાંથી તીડના આગમનની સંભાવના છે. સોમાલિયામાં તીડ ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે અને મર્યાદિત સંખ્યામાં આ મહિનાના બાકીના દિવસો દરમિયાન તીડ હિંદ મહાસાગર તરફ અને ભારત-પાકિસ્તાન સરહદ તરફ આગળ વધે તેવી સંભાવના છે.

  1. રાજસ્થાનના જોધપુરના દેચુ ખાતે હોપર્સનું મૃત્યુદર
  2. રાજસ્થાનના હનુમાનગઢના નોહર ખાતે એલડબ્લ્યુઓ ઓપરેશન
  3. રાજસ્થાનના હનુમાનગઢના નોહર ખાતે એલડબ્લ્યુઓ દ્વારા એક સ્પ્રે ઓપરેશન
  4. રાજસ્થાનના હનુમાનગઢના ગામ ખુઇઆં તહસીલ નોહર ખાતે એલડબ્લ્યુઓ ઓપરેશન
  5. રાજસ્થાનના જોધપુરના તહસીલ બાપીનીના ગામ પુનાસેર ખાતે એક ડ્રોન ઓપરેશન
  6. રાજસ્થાનના જોધપુર જીલ્લાના તીવારી તાલુકામાં ગેલુ ગામ ખાતેના પટ્ટામાં તીડનાં ટોળાને આંતરવામાં આવ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1641634) Visitor Counter : 264