ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો અને તેમના પરિવારોને 82મા સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી
સીઆરપીએફ બહાદુરી, હિંમત અને બલિદાનનો પર્યાય છે; સીઆરપીએફે દેશને ગૌરવ અપાવ્યું છે : કેન્દ્રીય ગૃહમંત્રી
સીઆરપીએફનું COVID-19 દરમિયાન સમાજની સેવા માટેનું સમર્પણ અનુપમ છે : શ્રી અમિત શાહ
પોસ્ટેડ ઓન:
27 JUL 2020 3:52PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો અને તેમના પરિવારોને 82મા સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ એક ટવીટમાં કહ્યું કે, "લાખો ભારતીયો સાથે હું પણ 82મા સ્થાપના દિવસ પર આપણા બહાદુર સીઆરપીએફ જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. સીઆરપીએફ બહાદુરી, હિંમત અને બલિદાનનો પર્યાય છે. વારંવાર, સીઆરપીએફે દેશને ગૌરવ અપાવ્યું છે. શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, "સીઆરપીએફનું COVID-19 દરમિયાન સમાજની સેવા કરવા માટેનું સમર્પણ અપ્રતિમ છે."
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ 27મી જુલાઇ, 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે અસ્તિત્વમાં આવ્યું. તે 28મી ડિસેમ્બર, 1949ના રોજ સીઆરપીએફ એક્ટ લાગુ કર્યા બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ બન્યું હતું. આજે આ ભવ્ય ઇતિહાસના 82 વર્ષ પૂરા થયા છે.

SD/GP/DS/BT
(રીલીઝ આઈડી: 1641505)
મુલાકાતી સંખ્યા : 314