ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કારગીલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ નિમિત્તે દેશના વીર જવાનોના સાહસ અને પરાક્રમને યાદ કરીને તેમને વંદન કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કારગીલ વિજય દિવસ ભારતના સ્વાભિમાન, અદભુત પરાક્રમ અને દૃઢ નેતૃત્વનું પ્રતીક છે
“હું એવા તમામ શૂરવીરોને વંદન કરું છુ, જેમણે પોતાના અદમ્ય સાહસથી કારગીલના દુર્ગમ પહાડો પરથી દુશ્મનોને ભગાડીને ત્યાં ફરી તિરંગો લહેરાવ્યો. માતૃભૂમિના રક્ષણ માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગૌરવ છે” – શ્રી અમિત શાહ
प्रविष्टि तिथि:
26 JUL 2020 2:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કારગીલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ નિમિત્તે દેશના શૂરવીર જવાનોના સાહસ અને પરાક્રમને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “કારગીલ વિજય દિવસ ભારતના સ્વાભિમાન, અદભુત પરાક્રમ અને દૃઢ નેતૃત્વનું પ્રતીક છે. હું એવા તમામ શૂરવીરોને વંદન કરું છુ, જેમણે પોતાના અદમ્ય સાહસથી કારગીલના દુર્ગમ પહાડો પરથી દુશ્મનોને તગેડી દઇને ત્યાં ફરી તિરંગો લહેરાવ્યો. માતૃભૂમિના રક્ષણ માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગૌરવ છે.”
26 જુલાઇ 1999ના રોજ ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય પાર પાડીને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું અને ત્યારથી દેશના શૂરવીર સૈનિકોના અદમ્ય સાહસ, પરાક્રમ અને અમર બલિદાનની સ્મૃતિમાં આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
DS/GP
(रिलीज़ आईडी: 1641391)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu