પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો

Posted On: 04 JUL 2020 5:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો છે. લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી પહેલાંથી અસ્તિત્વમાં હોય તેવી અને પોતાની સંબંધિત શ્રેણીમાં વિશ્વ કક્ષાની એપ્લિકેશનના દરજ્જા સુધી પહોંચવાની જેનામાં સંભાવના હોય તેમજ તેવી એપ બનવાનું સામર્થ્ય હોય તેવી શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશનો ઓળખવા માટે ચેલેન્જ શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે વિશ્વ કક્ષાની મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશનો તૈયાર કરવા માટે ટેક અને સ્ટાર્ટ-અપ સમુદાયમાં પ્રબળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના આડિયા અને ઉત્પાદનોને સુવિધા પૂરી પાડવા માટે @GoI_MeitY અને @AIMtoInnovate દ્વારા આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

જો તમારી પાસે આવું કોઇ કામ કરતું ઉત્પાદન હોય અથવા જો તમને લાગતુ હોય કે, તમારી પાસે આવા કોઇ ઉત્પાદનો તૈયાર કરવાની દૂરંદેશી અને નિપુણતા છે તો ચેલેન્જ તમારા માટે છે. ટેક સમુદાયમાં રહેલા મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છુ કે, તેઓ આમાં ભાગ લે.”

 

 

GP/DS



(Release ID: 1636444) Visitor Counter : 218