PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 27 JUN 2020 6:28PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 27.06.2020

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે; સાજા થયેલા અને સક્રિય કેસોની વચ્ચેનો તફાવત 1 લાખની નજીક પહોંચી ગયો

હાલમાં દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ ઝડપથી વધી રહી છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત ઝડપથી 1 લાખની નજીક પહોંચી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 98,493 વધારે છે. જ્યારે, હાલમાં સક્રિય કેસોનો આંકડો 1,97,387 છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,95,880 પર પહોંચી ગઇ છે. એકધારી પ્રોત્સાહનજનક રીતે સ્થિતિ સુધરી રહી છે અને કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 58.13% થઇ ગયો છે.

દર્દીઓ સાજા થવાના દરના સંદર્ભમાં ટોચના 15 રાજ્યોની વિગતો:

અનુક્રમ નંબર.

રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ

સાજા થવાનો દર

1

મેઘાલય

89.1%

2

રાજસ્થાન

78.8%

3

ત્રિપુરા

78.6%

4

ચંદીગઢ

77.8%

5

મધ્યપ્રદેશ

76.4%

6

બિહાર

75.6%

7

આંદામાન અને નિકોબાર ટાપુઓ

72.9%

8

ગુજરાત

72.8%

9

ઝારખંડ

70.9%

10

છત્તીસગઢ

70.5%

11

ઓડિશા

69.5%

12

ઉત્તરાખંડ

65.9%

13

પંજાબ

65.7%

14

ઉત્તરપ્રદેશ

65.0%

15

પશ્ચિમ બંગાળ

65.0%

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634786

 

ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે બનેલા મંત્રીઓના સમૂહની 17મી બેઠક યોજાઇ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે નિર્માણ ભવન ખાતે કોવિડ-19 માટે બનેલા મંત્રીઓના સમૂહની 17મી બેઠકનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, હાલમાં આઠ રાજ્યો (મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, તેલંગાણા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ)માં દેશના કુલ કેસમાંથી 85.5% સક્રિય કેસો છે અને ભારતમાં થયેલા કુલ મૃત્યુમાંથી 87% દર્દીઓ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. ડૉ. ભાર્ગવે, DC(ICMR) વિવિધ પરીક્ષણની રીતો દ્વારા દૈનિક પરીક્ષણની ક્ષમતામાં કેવી રીતે વધારો થઇ રહ્યો છે તે અંગે વિગતે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 2,20,479 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે કુસ 79,96,707 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે કોવિડ-19ના નિદાન માટે લેબોરેટરીની સંખ્યા વધીને 1026 થઇ ગઇ છે. મંત્રીઓના સમૂહને જણાવવામાં આવ્યું હતું કે, 27 જૂન 2020ના રોજ દેશમાં 1,76,275 આઇસોલેશન બેડ, 22,940 ICU બેડ અને 77,268 ઓક્સિજન સમર્થિત બેડ સાથે 1039 કોવિડ સમર્પિત હોસ્પિટલ અને; 1,39,483 આઇસોલેશન બેડ, 11,539 ICU બેડ અને 51,321 ઓક્સિજન સમર્થિત બેડ સાથે 2,398 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો કાર્યાન્વિત છે. વધુમાં, 8,10,621 બેડ સાથે 8,958 કોવિડ સંભાળ કેન્દ્રો હાલમાં દેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634736

 

દિલ્હીમાં કોવિડના વ્યવસ્થાપન માટેના પ્રયાસોને કેન્દ્રએ વધુ સહકાર આપ્યો

કેન્દ્ર સરકારે દિલ્હીના NCT માં કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે અત્યાર સુધીમાં દિલ્હીમાં લેબોરેટરીમાં 4.7 લાખ RT-PCR પરીક્ષણો કરવા માટે જરૂરી નિદાનની સામગ્રી પૂરી પાડી છે. કેન્દ્ર દ્વારા 1.57 RNA એક્સ્ટ્રેક્શન કિટ્સ પણ પૂરી પાડવામાં આવી છે જે, પરીક્ષણ કરવા માટે ખૂબ જરૂરી છે અને કોવિડ-19ના સેમ્પલના એકત્રીકરણ માટે 2.84 લાખ VTM (વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ) તેમજ સ્વેબ પૂરા પાડવામાં આવ્યા છે. દિલ્હીના NCTમાં કન્ટેઇન્મેન્ટ માપદંડો વધુ સહકાર આપવાના પ્રયાસ રૂપે દિલ્હીના છત્તરપુરમાં રાધા સ્વામી સત્સંગ વ્યાસ ખાસે 10,000 બેડના સરદાર પટેલ કોવિડ સંભાળ કેન્દ્રને તૈયાર કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સહિત સંપૂર્ણ પરિચાલનની કામગીરી કેન્દ્ર સશસ્ત્ર દળો (CAPF) અને ઇન્ડો તિબેટીયન બોર્ડ પોલીસ (ITBP)ને સોંપવામાં આવી છે. અંદાજે 2000 બેડ અહીં કાર્યરત કરી દેવામાં આવ્યા છે. DRDO દ્વારા બાંધવામાં આવેલી અને આર્મીના ડૉક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા સંચાલિત 1000 બેડની નવી ગ્રીનફિલ્ડ હોસ્પિટલ આવતા અઠવાડિયે ધૌલાકૌન ખાતે શરૂ થઇ જશે. ભારત સરકારે કેન્દ્રમાંથી 11.11 લાખ N95 માસ્ક, 6.81 લાખ PPE કીટ્સ, 44.80 લાખ HCQ ટેબલેટ ખરીદીની દિલ્હીમાં તેનું વિતરણ કર્યું છે. 425 વેન્ટિલેટર દિલ્હીને ફાળવવામાં આવ્યા છે અને તમામ વેન્ટિલેટર GNCTની વિવિધ હોસ્પિટલોમાં આપવામાં આવ્યા છે. દિલ્હીમાં કોવિડ-19ના દર્દીઓને તેમની સ્થિતિની ગંભીરતાના આધારે સારવાર કરવા માટે 34 સમર્પિત કોવિડ હોસ્પિટલ (DCH), 4 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો (DCHC), 24 સમર્પિત કોવિડ કેન્દ્રો (DCCC) તૈયાર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634704

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે સુધારા સાથે નવા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા

કોવિડ-19 અંગેના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની દિશામાં ગતિ તેજ કરવા સાથે, જેમાં ખાસ કરીને અસરકારક દવાઓ પર ઝડપથી જાણકારી મેળવવાની સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે અપડેટ કરેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા છે. અપડેટ કરેલા પ્રોટોકોલમાં સામાન્યથી ગંભીર કેસોના વ્યવસ્થાપન માટે મિથાઇલપ્રેડ્નિસોલોનના વિકલ્પ તરીકે ડેક્સામેથાસોનના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા પુરાવાને ધ્યાનમાં રાખીને અને નિષ્ણાતો સાથે વિચારવિમર્શ કર્યા પછી ફેરફાર કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634749  

 

પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન; પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોના યોદ્ધાઓના કારણે ભારત દૃઢતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યો છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઇપણ સ્રોતોમાંથી આવતા આધ્યાત્મિક પ્રભાવ માટે હંમેશા મુક્ત રહ્યું છે. ડૉ. જોસેફ થોમાના ઉપદેશ "નમ્રતા એવો એક સદગુણ છે જે હંમેશા સારા કાર્યોની ફળશ્રુતિ આપે છેતેનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વિનમ્રતાના જુસ્સાને ધ્યાનમાં રાખીને માર થોમા ચર્ચે આપણા ભારતીય અનુયાયીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કર્યું છે. ખાસ કરીને આરોગ્ય સંભાળ અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું કાર્ય નોંધનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, માર થોમા ચર્ચે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને ભારતીય એકતા પ્રત્યે તેમણે અગ્ર મોરચે રહીને કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 માત્ર એક શારીરિક બીમારી નથી જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે પરંતુ આપણી બિન-આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પણ આપણું ધ્યાન દોરે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક મહામારી સૂચવે છે કે, સમગ્ર માનવજાતને ઉપચારની જરૂર છે અને પ્રેક્ષકોને કહ્યું હતું કે, આપણી પૃથ્વી પર સૌહાર્દ અને ખુશીઓ જળવાઇ રહે માટે તે માટે સૌએ શક્ય હોય એવા તમામ પ્રયાસો કરવા. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના યોદ્ધાઓના શક્તિબળના કારણે આજે ભારત દૃઢતાપૂર્વક કોરોના-19 સામે લડત આપી રહ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634768

 

પરમપુજનીય ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634751

 

કોવિડ-19ના કારણે લૉકડાઉનના સમય દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ એવા 200 રેલવે મેન્ટેનન્સ પ્રોજેક્ટ્સની કામગીરી પૂરી કરવામાં આવી

કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન મુસાફર રેલવે સેવાઓ બંધ હોવાથી ભારતીય રેલવેની કરોડરજ્જૂ એવા પૃષ્ઠભૂમિમાં કામ કરતા કર્મચારીઓએ તબક્કાનો ખૂબ સફળતાપૂર્વક ઉપયોગ કરીને અતિ મહત્વના હોય તેવા લાંબા સમયથી પડતર 200 મેન્ટેનન્સ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમાં યાર્ડનું રીમોડેલિંગ, જુના પૂલોનું સમારકામ અને રી-ગર્ડરિંગ, રેલવે લાઇનોનું ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન તેમજ સિઝર ક્રોસઓવરના રીન્યૂઅલના કાર્યો પણ પૂરાં કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી કાર્યો પડતર હોવાથી ભારતીય રેલવેને ઘણી વખત અધુરા પ્રોજેક્ટ્સના કારણે અવરોધો સામનો કરવો પડતો હતો. પાર્સલ ટ્રેનો અને માલવાહક ટ્રેનોનું એકધારું સંચાલન કરીને તમામ આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠાની સાંકળ વિના અવરોધો ચાલું રહે તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે ભારતીય રેલવે તંત્રએ લાંબા સમયથી પડતર રહેલાં કાર્યો પણ લૉકડાઉનના સમયમાં મુસાફર સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી પૂર્ણ કર્યા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634739

 

ભારત સરકારના કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગે ભારતમાં કૃષિ ક્ષેત્રે સુધારા, વ્યૂહાત્મક નીતિગત ફેરફારો અને રોકાણની તકો અંગે બે વેબિનારનું આયોજન કર્યું

વેબિનારમાં સંબોધન કરતા, કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ શ્રી સંજય અગ્રવાલે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા કટોકટીના સમયમાં જે પ્રકારે ભવિષ્યલક્ષી સઘન પગલાં લીધાની પ્રશંસા કરી હતી. કટોકટીના સમયમાં ભારતના ખેડૂતોના સામર્થ્ય અને ઉદ્યોગના પ્રયાસોના પુરાવા વાત પરથી મળે છે કે, વર્ષે ખરીફ મોસમમાં 316 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે તેની સરખામણીએ ગયા વર્ષમાં 154 લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું અને છેલ્લા પાંચ વર્ષની સરેરાશ 187 લાખ હેક્ટર છે. પશુધનને ખેડૂતોના ATM તરીકે ગણાવતા પશુ સંવર્ધન અને ડેરી સચિવ શ્રી અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, રીટેઇલર્સ માટે એવું કોઇ ઉત્પાદન નથી જે દૂધ કરતા ઝડપથી આગળ વધી રહ્યું હોય.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634724

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના સલાહકારે જણાવ્યું હતું કે, તેમમે પહેલાંથી પોલીસ અને અન્ય અધિકારીએને સામાજિક અંતરના માપદંડો, માસ્ક પહેરવો વગેરે સખત અમલીકરણ કરવા માટે નિર્દેશો આપી દીધા છે. સુખના તળાવ વિસ્તાર સહિત તમામ બજારના સ્થળો અને જાહેર સ્થળોએ ઓચિંતી તપાસ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાકાતીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.
  • હરિયાણા: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની દૂરંદેશીની દિશામાં એક ડગલું આગળ વધતા હરિયાણા સરકારે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ફાઇનાન્સ કરવા માટે ભારત સરકારની જથ્થાબંધ દવાઓના પાર્કની યોજના અંતર્ગત પાણીપત ખાતે 1000 એકર વિસ્તારમાં જથ્થાબંધ દવાનો પાર્ક ઉભો કરવાની ઓફર કરી છે. વિસ્તાર ઔદ્યોગિક વિકાસ થયેલી જગ્યા છે. પાણીપત ખાતે જથ્થાબંધ દવાના પાર્કથી દેશમાં દવાના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને અન્ય દેશો પર જથ્થાબંધ દવાઓ માટે ભારતની નિર્ભરતા પણ ઓછી થશે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ એટલે કે 5,024 કોવિડ-19ના કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 1.5 લાખથી વધીને 1,52,765 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા હાલમાં 65,829 છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં વધુ 1297 કેસ નોંધાયા છે. સિવિક સંગઠન BMC ટૂંક સમયમાં મેટ્રોપોલિસના ત્રણ વૉર્ડમાં સેરો સર્વેની કામગીરી શરૂ કરશે જેથી મુંબઇમાં કોરોના વાયરસના ફેલાવાની શક્યતા વધુ સારી રીતે સમજી શકાય. સર્વે નીતિ આયોગ, ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને અન્ય કેટલીક સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવશે. સર્વે દરમિયાન રેન્ડમ ધોરણે 10000 લોહીને સેમ્પલ ઝૂંપડપટ્ટી અને બિન-ઝૂંપડપટ્ટી બંને પ્રકારના વિસ્તારોમાંથી લઇને તેનું પરીક્ષણ કરવામાં આવશે. દરમિયાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમાં કેન્દ્રની ટીમે આજે થાણેની મુલાકાત લઇને કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
  • ગુજરાત: તાજેતરના અહેવાલ અનુસાર રાજ્યમાં કોવિડ-19ના વધુ 580 કેસ પોઝિટીવ નોંધાયા છે અને વધુ 18 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમા રાજ્યમાં કોવિડ-19 30,158 સક્રિય કેસ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોવિડના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,722 થઇ ગયો છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 127 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કુલ કોરોનાના કારણે નોંધાયેલા કેસની સંખ્યા વધીને 16,787 થઇ છે. જ્યારે વધુ 9 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13149 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે કુલ 389 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. હાલમાં રાજસ્થાનમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 3249 છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડના નવા 203 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના કેસનો આંકડો 12798 થો છે. હાલમાં રાજ્યમાં 2448 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 89 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે જેમાંથી 39 કેસ માત્ર રાજ્યના પાટનગર રાયપુરમાં નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 647 છે.
  • ગોવા: ગોવામાં શુક્રવારે કોવિડ-19ના નવા 44 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 1039 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 667 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશના મુખ્ય સચિવે કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા, ફાર્મ ક્લસ્ટર/ ન્યુટ્રીશનલ ગાર્ડન યોજના, ક્લિન ગ્રીન અરુણાચલ અભિયાન, જિલ્લાઓમાં સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી,
  • આસામ: આસામના આરોગ્ય મંત્રી હિમાંતા બિશ્વાસે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, પલાશબરીમાં આવેલા મિર્ઝા ખાતે પતંજલી યોગપીઠમાં ઉભા કરાયેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્રને 250 બેડની કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
  • મણિપુર: કોવિડ-19 માટેની મણિપુર વિચારવિમર્શ સમિતિની બેઠક આજે યોજાઇ હતી જેમાં કોવિડ-19 હોસ્પિટલો અને સંભાળ કેન્દ્રોમાં અસરકારક વ્યવસ્થાપન અંગે ચર્ચા થઇ હતી.
  • મિઝોરમ: મિઝોરમની સરકારે હાલમાં રાજ્યમાં ચાલી રહેલા લૉકડાઉનમાં કેટલીક છૂટછાટો આપી છે. વિરોધપક્ષ ZPM મિઝોરમ સરકારને લૉકડાઉન પછીની સ્થિતિનો પ્લાન તૈયાર કરવા કહ્યું હતું.
  • નાગાલેન્ડ: આંતરરાષ્ટ્રીય સંગઠન OECD એજ્યુકેશને કોવિડ-19 મહામારી દરમિયાન ટીવી, રેડિયો અને ઇન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના નાગાલેન્ડના પ્રયાસોની પ્રશંસા કરી હતી. નાગાલેન્ડમાં કોવિડ-19ના વધુ 12 કેસ નોંધાયા છે. તમામ દર્દીઓ મોન ક્વૉરેન્ટાઇન કેન્દ્રમાંથી નોંધાયા છે.
  • કેરળ: કેરળની સરકારે રવિવારે સંપૂર્ણપણે લૉકડાઉન ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે. રવિવારે સંપૂર્ણ લૉકડાઉનના કારણે વિદેશ અને અન્ય રાજ્યોમાંથી રવિવારે રાજ્યમાં આવતા લોકોને ખૂબ મુશ્કેલી પડતી હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાત્રિ કર્ફ્યૂનો અમલ ચાલુ રહેશે અને પોલીસ દ્વારા રાજ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તેનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના વધુ 150 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. હાલમાં વિવિધ જિલ્લામાં કોવિડના 1540 સક્રિય કેસો સારવાર લઇ રહ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરી CMOમાં એક સ્ટાફને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોવાથી બે દિવસ માટે ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. પુડુચેરીમાં આજે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 87 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ રાજ્યમાં કોવિડના કારણે મહેસુલની આવકમાં ઘટાડો થતા રાજ્યમાં રૂ. 85,000 કરોડની નાણા ખાધ પડી હોવાનું કહ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આજે 18 સહિત કુલ 221 દર્દીઓ આજે સંપૂર્ણ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. DMKના વધુ એક ધારાસભ્યને કોરોના વાયરસનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં 3645 નવા કેસ નોંધાયા છે જ્યારે 1348 સાજા થયા અને 46 દર્દી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 74622, સક્રિય કેસ: 32305, મૃત્યુ થયા: 957, ચેન્નઇમાં સક્રિય કેસ: 20136.
  • કર્ણાટક: રાજ્યમાં કોવિડના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આગામી દિવસોમાં બેડની જરૂરિયાત માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોની સમિતિએ રાજ્યમાં મૃત્યુઆંક ઘટાડવા માટે રાજ્યમાં કોવિડની માર્ગદર્શિકામાં સુધારો કરવાની સરકારને સલાહ આપી હતી. ગઇકાલે 445 નવા કેસ નોંધાયા, 246 દર્દી સાજા થતા રજા આપવામાં આવી અને 10 દર્દીના મોત નીપજ્યાં. રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 11005, સક્રિય કેસ: 3905, મૃત્યુ થયા: 180, રજા આપવામાં આવી: 6916.
  • આંધ્રપ્રદેશ: રાજ્યમાં એક અઠવાડિયામાં સત્તારૂઢ પક્ષના બે ધારાસભ્યોને કોરોના વાયરસોનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં લોક પ્રતિનિધિઓ જ્યારે લોકો સાથે મુલાકાત કરવાની હોય ત્યારે સાવચેતીના પગલાંનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. મંદિરોની નગરી શ્રીકલાહસ્તીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા મ્યુનિસિપલ સત્તામંડળોએ ફરી એકવાર રવિવારથી લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે જેમાં સવારે 6 થી બપોરે 1 સુધી વ્યવસાયના કલાકો રાખવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં 24,458 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 796 નવા કેસ નોંધાયા છે, 263 દર્દીને રજા આપવામાં આવી છે અને વધુ 11 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા 796 કેસમાંથી, 51 કેસ આંતરરાજ્ય મુસાફરી કરનારાઓ છે અને પાંચ કેસ વિદેશથી આવેલા લોકોમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 12,285, સક્રિય કેસ: 6648, રજા આપવામાં આવી: 5480, મૃત્યુ થયા: 157.
  • તેલંગાણા: રાજ્ય સરકારે તમામ શાળાઓને નોટિસ દ્વારા સૂચના આપી છે કે, ઑનલાઇન સહિત કોઇપણ પ્રકારે શિક્ષણ વર્ગોનું આયોજન કરવું નહીં અને વાલીઓ પાસેથી ફી ઉઘરાવવી નહીં. તેલંગાણા શાળા શિક્ષણ વિભાગે હજી સુધી ઑનલાઇન વર્ગો અને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કોઇ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી નથી. આજદિન સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 12349, સક્રિય કેસ: 7436, સાજા થયા: 4766.

 

 

FACTCHECK

 



(Release ID: 1634851) Visitor Counter : 261