મંત્રીમંડળ

મંત્રીમંડળે “સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો (FME)ના ઔપચારિકરણ યોજના”ને મંજૂરી આપી

Posted On: 20 MAY 2020 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે સમગ્ર ભારતમાં ફેલાયેલા બિનસંગઠિત ક્ષેત્રો માટે નવી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના – “સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો (FME)ના ઔપચારિકરણ યોજનાને રૂપિયા 10,000 કરોડની ફાળવણી સાથે મંજૂરી આપી છે. ખર્ચ ભારત સરકાર અને રાજ્યો દ્વારા 60:40ના ધોરણે વહેંચીને ભોગવવામાં આવશે.

 

યોજનાની વિગતો:

 

ઉદ્દેશ્યો:

  • સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ એકમો સુધી ફાઇનાન્સના ઍક્સેસમાં વધારો કરવો.
  • લક્ષિત ઉદ્યોગોની આવકમાં વધારો કરવો.
  • ખાદ્યચીજોની ગુણવત્તા અને સલામતીના માપદંડોનું વધુ ઉન્નત અનુપાલન કરવું.
  • સહાયક વ્યવસ્થાતંત્રની ક્ષમતા વધુ મજબૂત કરવી.
  • બિનસંગઠિત ક્ષેત્રમાંથી ઔપચારિક ક્ષેત્રમાં રૂપાંતરણ કરવું.
  • મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવું.
  • વેસ્ટ ટુ વેલ્થ એટલે કે નકામી ચીજોમાંથી પણ સમૃદ્ધિ સર્જન કરતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
  • આદિજાતિ જિલ્લાઓમાં ગૌણ વન પેદાશો પર ધ્યાન આપવું.

 

મુખ્ય વિશેષતાઓ:

  • કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના. ખર્ચ ભારત સરકાર અને રાજ્ય દ્વારા 60:40ના ધોરણે ભોગવવામાં આવશે.
  • 2,00,000 માઇક્રો ઉદ્યોગોને ધિરાણ લિંક્ડ સબસિડી દ્વારા મદદ કરવામાં આવશે.
  • યોજના આગામી પાંચ વર્ષ સુધી એટલે કે 2020-21 થી 2024-25 સુધી અમલમાં રહેશે.
  • ક્લસ્ટર અભિગમ.
  • ઝડપથી બગડી જાય તેવી ચીજો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

 

વ્યક્તિગત માઇક્રો એકમોને સહકાર:

  • માઇક્રો ઉદ્યોગોને યોગ્યતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના 35%ના ધોરણે ધિરાણ લિંક્ડ સબિસિડીનો લાભ મળી શકશે જેમાં રૂપિયા 10 લાખની ઉપલી મર્યાદા નિર્ધારિત રહેશે.
  • લાભાર્થીનું યોગદાન ઓછામાં ઓછું 10% રહેશે અને બાકીની રકમ લોન દ્વારા ઉભી કરવામાં આવશે.
  • DPR તેમજ ટેકનિકલ અપગ્રેડેશન માટે સ્થળ પર કૌશલ્યની તાલીમ અને હેન્ડહોલ્ડિંગ.

 

FPO/ SHG/ સહકારી મંડળીઓને સહકાર:

  • કાર્યકારી મૂડી અને નાના સાધનો માટે સભ્યોને લોન લેવા માટે SHGને પ્રારંભિક મૂડી.
  • બેકવર્ડ/ ફોરવર્ડ લિંકેજ, સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેકેજિંગ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે અનુદાન.
  • કૌશલ્ય તાલીમ અને હેન્ડ-હોલ્ડિંગ સહકાર.
  • ધિરાણ લિંક્ડ મૂડી સબસિડી.

 

શિડ્યૂલનું અમલીકરણ:

  • યોજનાનો અમલ સમગ્ર ભારતમાં કરવામાં આવશે.
  • 2,00,000 એકમોને બેક એન્ડેડ ધિરાણ લિંક્ડ સબસિડી પ્રદાન કરવામાં આવશે.
  • SHGને પ્રારંભિક મૂડી આપવામાં આવશે (પ્રત્યેક SHGને રૂપિયા 4 લાખના ધોરણે) જેથી કાર્યકારી મૂડી અને નાના સાધનો માટે સભ્યો ધિરાણ લઇ શકે.
  • બેકવર્ડ/ ફોરવર્ડ લિંકેજ, સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેકેજિંગ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે EFOને અનુદાન આપવામાં આવશે.

 

વહીવટી અને અમલીકરણ વ્યવસ્થાતંત્ર

  • યોજના પર કેન્દ્ર સ્તરે FPI મંત્રીની અધ્યક્ષતામાં આંતર મંત્રાલય સશક્ત સમિતિ (IMEC) દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
  • મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજ્ય/ કેન્દ્ર શાસિત સ્તરની સમિતિ (SLC) દેખરેખ રાખશે અને મંજૂરી આપશે તેમજ SHG/ FPO/ સહકારી મંડળીઓ દ્વારા માઇક્રો એકમોના વિસ્તરણ અથવા નવા એકમોની દરખાસ્તોની ભલામણ કરશે.
  • રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો વાર્ષિક કામગીરી પ્લાન તૈયાર કરશે જેમાં યોજનાના અમલીકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી હશે જેને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે.
  • કાર્યક્રમમાં તૃતીય પક્ષ દ્વારા મૂલ્યાંકન અને મધ્યસત્રીય સમીક્ષાનું વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં આવશે.

 

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ નોડલ વિભાગ અને એજન્સી

  • રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર યોજનાના અમલીકરણ માટે નોડલ વિભાગ અને એજન્સીને સૂચિત કરશે.
  • રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ નોડલ એજન્સી (SNA) રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજનાના અમલીકરણ માટે જવાબદાર રહેશે જેમાં રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે અપગ્રેડેશન પ્લાન, ક્લસ્ટર વિકાસ પ્લાન, જિલ્લા/ પ્રાદેશિક સ્તરે સંસાધન સમૂહનોને કામગીરીમાં જોડવા અને તેના પર દેખરેખ રાખવી, એકમો અને સમૂહનોને જરૂરી સહકાર આપવે વગેરે પણ સામેલ છે.

 

 

રાષ્ટ્રીય પોર્ટલ અને MIS

  • એક રાષ્ટ્રીય સ્તરનું પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેમાં અરજદારો/ વ્યક્તિગત ઉદ્યોગો યોજનામાં ભાગ લેવા માટે અરજી કરી શકશે.
  • યોજનાની તમામ પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય પોર્ટલ અંતર્ગત હાથ ધરવામાં આવશે.

 

એકકન્દ્રિતા માળખું

  • ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં અમલીકરણમાં હોય તેવી યોજનાઓમાંથી યોજના માટે સહકાર મેળવવામાં આવશે.
  • યોજના દ્વારા એવા અંતરાયો પૂરવાનો પ્રયાસ કરવામાં આવશે જ્યાં અન્ય સંસાધનોમાંથી સહકાર ઉપલબ્ધ ના હોય, જેમાં ખાસ કરીને મૂડી રોકાણ, હેન્ડ હોલ્ડિંગ સહકાર, તાલીમ અને સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે સહકાર આપવામાં આવશે.

 

અસર અને રોજગારી નિર્માણ:

  • અંદાજે આઠ લાખ માઇક્રો ઉદ્યોગોને માહિતીનો ઍક્સેસ, બહેતર બજારની ઉપલબ્ધતા અને ઔપચારિકરણ દ્વારા લાભ થશે.
  • 2,00,000 માઇક્રો ઉદ્યોગોને વિસ્તરણ અને અપગ્રેડેશન માટે ધિરાણ લિંક્ડ સબસિડી સહાય અને હેન્ડ-હોલ્ડિંગ આપવામાં આવશે.
  • આના કારણે તેમનું ઔપચારિકરણ થશે, વિકાસ થશે અને વધુ સ્પર્ધાત્મક બની શકશે.
  • પરિયોજનાથી નવ લાખ કૌશલ્યપૂર્ણ અને અર્ધ કૌશલ્યપૂર્ણ નોકરીઓનું સર્જન થઇ શકે છે.
  • યોજનામાં વર્તમાન માઇક્રો ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કાર્યરત ઉદ્યોગ સાહસિકોને ધિરાણ ઉપલબ્ધ કરાવવાની પરિકલ્પના છે.
  • સંગઠિત બજારો સાથે બહેતર એકીકૃતતા.
  • સામાન્ય સેવાઓ જેમકે સોર્ટિંગ, ગાર્ડિંગ, પ્રસંસ્કરણ, પેકેજિંગ, સંગ્રહ વગેરે સુધી વધુ પહોંચ.

 

પૃષ્ઠભૂમિ:

  • અંદાજે 25 લાખ નોંધણી કરાવ્યા વગરના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો છે જેઓ ક્ષેત્રમાં લગભગ 98% હિસ્સો ધરાવે છે અને તે બિનસંગઠિત તેમજ અનૌપચારિક છે. આમાંથી અંદાજે 66% એકમો ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે અને તેમાંથી 80% જેટલા એકમો પરિવાર આધારિત ઉદ્યોગો છે.
  • ક્ષેત્રને સંખ્યાબંધ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ધિરાણની અનુપલબ્ધતા, સંસ્થાકીય ધિરાણમાં વધુ ખર્ચ, અદ્યતન ટેકનોલોજી સુધીની પહોંચનો અભાવ, ખાદ્ય પૂરવઠા સાંકળ સાથે એકીકૃત થવાનું અસામર્થ્ય અને આરોગ્ય તેમજ સલામતી માપદંડોના અનુપાલનની અસમર્થતા પણ સામેલ છે.
  • ક્ષેત્રને વધુ મજબૂત કરવાથી બગાડમાં ઘટાડો થશે, ખેતરો સિવાયની રોજગારીની તકોનું સર્જન થશે અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ઉદ્દેશ્યને સિદ્ધ કરવામાં પણ મદદ મળી રહેશે.

 

 

GP/DS



(Release ID: 1625440) Visitor Counter : 323