પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ “અર્થ ગંગા પરિયોજના”ની સમીક્ષા કરી: અસંતુલનનું નિવારણ; લોકોનું જોડાણ

Posted On: 15 MAY 2020 8:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેઅર્થ ગંગા પરિયોજનાઅંતર્ગત અમલમાં મૂકવાની યોજનાઓની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બર 2019ના રોજ કાનપુર ખાતે રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠક દરમિયાન ગંગા નદીના કાંઠા વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટેઅર્થ ગંગાનામની એક પરિયોજનાના અમલીકરણનો સંકલ્પ કર્યો હતો.

જળમાર્ગ વિકાસ પરિયોજના (JMVP)નો ઉદ્દેશ્ય ગંગા નદીને દિશાસૂચનાના એક સલામત માધ્યમ તરીકે વિકસાવવાનો છે અને વિશ્વ બેંકની ટેકનિકલ તેમજ આર્થિક સહાયની મદદથી પરિયોજનાનું અમલીકરણ થઇ રહ્યું છે. ‘અર્થ ગંગા પરિયોજનામાં JVMPનું પુનઃએન્જિનિયરિંગ કરીને તેમાં ગંગા નદીના કાંઠાની આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સમુદાયોને પણ તેમાં સામેલ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

સામુદાયિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટેઅર્થ ગંગા પરિયોજનાઅંતર્ગત ગંગામાં નાના જેટ્ટી (તરાપા) ઉભા કરવામાં આવશે જેથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગંગા કાંઠાના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપી શકાય. અંદાજે 40 તરતા જેટ્ટી અને રો-રો ટર્મિનલની 10 જોડી ચાર રાજ્યોમાં ગંગા પટ્ટાના વિસ્તારોમાં ગંગા નદીમાં તૈયાર કરવાની યોજના છે. સુવિધાના કારણે ખેડૂતોને સ્થાનિક ઉત્પાદનોની હેરફેર કરવામાં જે ખર્ચ થઇ રહ્યો છે તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.

 ‘અર્થ ગંગાપરિયોજનાથી વ્યાપાર અને બજાર સુધીની પહોંચના સંદર્ભમાં વિવિધ લાભો આપવા ઉપરાંત, સ્થાનિક સમુદાયોના આર્થિક ઉત્કર્ષ અને મુસાફરોને પરિવહનની સુવિધા પણ થતા, મોટાપાયે કૌશલ્યવાન લોકોની પ્રગતિ સુનિશ્ચિત થશે અને જાહેર/ ખાનગી ક્ષેત્રના ક્ષમતા વિકાસમાં પણ વધારો થશે. “અર્થ ગંગા પરિયોજનાથી ગંગા બેઝિન પ્રદેશમાં આર્થિક વિકાસ વધશે અને તેનાથી આગામી 5 વર્ષમા રૂપિયા 1000 કરોડથી વધુ આર્થિક લાભ થશે.

જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ એલ. માંડવિયા પણ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

 

GP/DS

 



(Release ID: 1624646) Visitor Counter : 193