વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

SERBએ કોવિડ-1ના ગાણિતિક અને સિમ્યુલેશન પરિબળોના અભ્યાસ માટે ભંડોળ ફાળવવાની મંજૂરી આપી

Posted On: 30 APR 2020 6:08PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અંતર્ગત આવતા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB) વૈધાનિક સંગઠને કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે ગાણિતિક મોડેલિંગ અને કમ્પ્યૂટેશનલ પરિબળોનો અભ્યાસ કરવા માટે MATRICS યોજના હેઠળ 11 પ્રોજેક્ટ્સને ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે.

 

આમાંથી મોટાભાગના અભ્યાસનો ઉદ્દેશ્ય મૂળભૂત SIR (સંવેદનશીલ-ચેપગ્રસ્ત-સાજા થયેલ) મોડેલમાં સુધારો કરીને કોવિડ-19 સંબંધિત વિવિધ પરિબળો માટે જવાબદાર ગાણિતિક/ સિમ્યુલેશન મોડેલ સૂચિત કરવાનો છે. આમાંથી કેટલાક પરિબળોમાં વસ્તીની વૈવિધ્યતા, લક્ષણો ધરાવતી વસ્તીની ભૂમિકા, સ્થળાંતર અને ક્વૉરેન્ટાઇન, સામાજિક અંતર અને લૉકડાઉનની અસરો, સોશિયો-ઇકોનોમિક પરિબળો અને અન્યનો સમાવેશ થાય છે. પ્રાથમિકરૂપે અભ્યાસનો હેતુ ભારતીય પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો છે અને તે મૂળભૂત પુનરોત્પતિ સંખ્યાબીમારીનો ચેપ ફેલાવાની માત્રાનો ગુણાત્મક સૂચક આંકડોનું અનુમાન પૂરું પાડશે. અનુમાનિત આંકડાથી ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને મહામારીની ભાવિ સ્થિતિનો અંદાજ લગાવવામાં મદદ મળશે અને ચેપી રોગોના ફેલાવાની ગતિ તેમજ વ્યવસ્થાપન અંગે પાયાની આંતરિક બાબતો પણ તેનાથી મળી રહેશે.

 

સૂચિત અભ્યાસોનો ઉદ્દેશ્ય જ્યારે ચેપના રીપોર્ટ્સ અને સંપર્ક નેટવર્કનું માળખું જાણમાં હોય ત્યારે મહત્તમ સંભવિત ચેપનું ટ્રી (માળખું) ઓળખવાનો છે જેથી વ્યવસ્થાપન કરી શકાય તેવા કદમાં પેટા સેટને લક્ષ્ય બનાવીને વહીવટીતંત્રના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરી શકાય. આમાં ઉપયોગમાં લઇ શકાય તેવા સોફ્ટવેરના રૂપમાં પેકેજ્ડ ઉકેલો કે જે ભારત સરકાર દ્વારા ઉપયોગમાં લેવા માટે તૈયાર સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમાં સામેલ પરિણામોની મદદથી પેરામેટ્રિક અનુમાન પ્રક્રિયા દ્વારા મહામારીના ફેલાવા અને સુરક્ષાત્મક મુદ્દાની અસરોને ધ્યાનમાં લેવાશે અને વિવિધ પ્રકારના વાયરસની DNA પેટર્ન તૈયાર કરીને DNA માળખાના અભ્યાસ દ્વારા કોવિડ-19ની સંભવિત સારવાર ઓળખવામાં આવશે.

 

બીમારી સંક્રમણ ગતિશીલ મોડેલના તમામ અભ્યાસ કોવિડ-19 માટે MATRICS વિશેષ કોલ અંતર્ગત સમર્થિત છે જે માપદંડોના સેટ્સનું અનુમાન લગાવવામાં અને કોવિડ-19ના ફેલાવાનું નિયંત્રણ તંત્ર પૂરું પાડવામાં મદદરૂપ થશે અને તે પ્રકારે અગ્ર હરોળમાં કામ કરતા આરોગ્ય પ્રોફેશનલો અને નીતિ ઘડનારાઓને અસરકારક પગલાં નક્કી કરવામાં મદદ મળી શકશે.

 

MATRICS યોજના હેઠળ દરખાસ્ત માટે SERBના વિશેષ આહ્વાનના પ્રથમ તબક્કામાં દેશભરમાંથી સારી એવી સંખ્યામાં પ્રસ્તાવો પ્રાપ્ત થાય છે.

 

ફાળવવામાં આવેલા પ્રોજેક્ટ્સની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

અનુક્રમ નંબર

પ્રોજેક્ટનું નામ

પ્રોજેક્ટ ઇન્ચાર્જનું નામ

સંસ્થા

  1.  

કોવિડ-19 મહામારીનું મોડેલિંગ અને પૂર્વાનુમાન

પ્રો. મહેન્દ્રકુમાર વર્મા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુર

  1.  

કોવિડ-19ની સંક્રમણ ગતિશીલતાનું ગાણિતિક મોડેલિંગ અને તેનું નિયંત્રણ

પ્રો. મીની ઘોષ

VIT યુનિવર્સિટી, ચેન્નઇ

  1.  

ભારતમાં કોવિડ-19 ઉપદ્રવનું ગાણિતિક અને આંકડાકીય મોડેલિંગ

પ્રો. સિદ્ધાર્થ પ્રતીમ ચક્રવર્તી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટી

  1.  

SARS-CoV-2 ચેપ માટે મોડેલિંગ, વિશ્લેષણ અને અનુમાન

પ્રો. ઉત્પલ મન્ના

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, તિરુવનંતપુરમ

  1.  

કોવિડ-19 મહામારીના ફેલાવાનું બેએશિયન વ્યક્તિગત- સ્તરનું મોડેલિંગ

પ્રો. શરવારી રાહુલ શુકલા

SYMBIOSIS ઇન્ટરનેશનલ યુનિવર્સિટી

  1.  

કોવિડ-19 સંક્રમણની સંરચના: ભારતીય પરિપ્રેક્ષ્યથી મોડેલિંગ અને કમ્પ્યૂટેશનલ અભિગમ

પ્રો. નંદાદુલાલ બૈરાગી

જાદવપુર યુનિવર્સિટી

  1.  

ભારતમાં કોવિડ-19 મહામારી પર બિન ફાર્માસ્યુટિકલ પગલાંની અસરો અને લૉકડાઉનમાં રાહત પછી નેટવર્ક આધારિત પૂર્વાનુમાન

ડૉ. સુરજીત પણજા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટી

  1.  

કોવિડ-19 મહામારી ટ્રી (માળખા)નું નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન આધારિત પૂર્વાનુમાન

ડૉ. ગૌતમ સેન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર

  1.  

ભારતમાં કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે લૉકડાઉન, પરીક્ષણ અને આઇસોલેશન વ્યૂહનીતિનું ઓપ્ટિમાઇઝેશન

ડૉ. હર્ષવર્ધન એચ. કાટકર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુર

  1.  

ઇટરેટેડ ફંકશન સિસ્ટમ્સ દ્વારા DNA માળખાનો અભ્યાસ કરીને કોવિડ-19ની સંભવિત સારવારની ઓળખ

ડૉ. પ્રતિભા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, રુડકી

  1.  

મહામારીના ફેલાવા આધારિત મલ્ટી-ક્લસ્ટર મોડેલ અને ડેટા ચાલિત પેરામેટરાઇઝેશનના આધારે મૂલ્યાંકન

ડૉ. આઝાદ આલમ ખેરાની

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભિલાઇ

 

(વધુ વિગતો માટે, કૃપા કરીને સંપર્ક કરો- ડૉ. પ્રેમીલા મોહન, વૈજ્ઞાનિક ‘G’, SERB, premilamohan@serb.gov.in , ટેલિફોન: 011-40000390 )

 

 

GP/DS


(Release ID: 1620028) Visitor Counter : 177