વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

SNBNCBS એ કોવિડ-19 સહિત વાયરલ ઇન્ફેક્શનની સારવાર કરવા રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે વૈકલ્પિક ઓક્સિડેટિવ સ્ટ્રેસ માટે નેનોમેડિસિન વિકસાવી

Posted On: 30 APR 2020 3:21PM by PIB Ahmedabad

કોલકાતાના એસ એન બોઝ નેશનલ સેન્ટર ફોર બેસિક સાયન્સિસ (એસએનબીએનસીબીએસ)ના વૈજ્ઞાનિકોએ સલામત, વાજબી અને અસરકારક નેનોમેડિસન વિકસાવી છે, જે શરીરમાં વૈકલ્પિક ઓક્સિડેટિવ તણાવ દ્વારા અનેક રોગોની સારવાર કરવાની ખાતરી આપે છે. જ્યારે ભારત કોવિડ-19 સામે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે સંશોધન આશાનું કિરણ બની શકે છે, કારણ કે નેનોમેડિસિન રોગની સ્થિતિ અને સારવારને આધારે આપણા શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પેસીસ (આરઓએસ)માં વધારો કે ઘટાડો કરી શકે છે.

સસ્તન પ્રાણીઓમાં આરઓએસને નિયંત્રિત રીતે વધારવા માટે સંશોધનની ક્ષમતાએ કોવિડ-19 સહિત વાયરસના નિયંત્રિત ઇન્ફેક્શનમાં નેનોમેડિસિનની ઉપયોગિતા માટે નવી સંભવિતતાની આશા જન્માવી છે. રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ (રેડોક્સ) માટે પશુઓ પર પરીક્ષણમાં કેટલાંક રોગોની સારવાર સંપૂર્ણપણે થઈ છે અને હવે સંસ્થા મનુષ્યો પર નૈદાનિક પરીક્ષણો શરૂ કરવા માટે પ્રાયોજકો મેળવવા પર નજર દોડાવી રહી છે.

  દવા લીંબુ જેવા ખાદ્ય પદાર્થોમાંથી સાઇટ્રસનાં રસ સાથે મેંગેનીઝ સોલ્ટમાંથી મેળવવામાં આવેલા નેનોપાર્ટિકલનું સંયોજન થયું છે. મેંગેનીઝ અને સાઇટ્રેટનાં મહત્ત્વપૂર્ણ સંયોજનથી નેનોમેડિસિન બનાવવા નેનોટેકનોલોજીની ટ્રિકનો ઉપયોગ થયો છે. કૃત્રિમ રીતે બનાવેલ નેનોમેડિસિન આપણા શરીરની પેશીઓમાં રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયાઓ (રેડોક્સ) વચ્ચે સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ હોવાની જાણકારી મળી હતી. કોષોમાં રેડોક્સ રિએક્શન્સથી ઓક્સિજનમાં વધારો થાય છે અથવા દૂર થાય છે તથા કોષોમાં ઊર્જાનું ઉત્પાદન જેવી ઘણી પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. રેડોક્સ રિએક્શનથી કોષોમાંથી નુકસાનકારક પદાર્થો પણ ઉત્પન્ન થઈ શકે છે, જેને રિએક્ટિવ ઓક્સિજન સ્પેસીસ (આરઓએસ) કહેવાય છે, જે લિપિડ (ચરબી), પ્રોટિન અને ન્યૂક્લીઇક એસિડને તાત્કાલિક ઓક્સિડાઇઝ કરી શકે છે, જેથી વૃદ્ધત્વની પ્રક્રિયાને વેગ મળે છે. જોકે બાબત પર ધ્યાન આપવું જોઈએ કે આપણા રોગપ્રતિકારક કોષો વાયરસ કે બેક્ટેરિયાનો નાશ કરવા અને આપણા શરીરમાં ઇન્ફેક્શન થયેલા કોષોનો નાશ કરવા કુદરતી રીતે આરઓએસ પેદા કરે છે અથવા ઓક્સિડેટિવ તણાવ પેદા કરે છે. એટલે આરઓએસનો નિયંત્રિત વધારો કે ઓક્સિડેટિવ તણાવ કે ઓક્સિડેટિવ તણાવ આપણા રોગપ્રતિકારક કોષોની સ્વાભાવિક કામગીરીઓને વધારે કાર્યદક્ષતા સાથે કામ કરે છે.

પશુઓની પેશીઓમાં નેનોમેડિસન દ્વારા ઓક્સિડેટિવ તણાવનો વધારો પ્રશંસનીય પણ છે અને રોગોની સારવાર કરવામાં ઉપયોગી હોવાની જાણકારી મળી છે કે, જેમાં નવજાત કમળો સામેલ છે. તાજેતરમાં સંસ્થાએ દર્શાવ્યું છે કે, નેનોમેડિસિન પર સંવર્ધિત ઓક્સિડેટિવ તણાવનું નિયમન કરવાથી બિલિરુબિન (કમળા માટે જવાબદાર ઝેરી અણુ)ને તોડી શકે છે, હાયબરબિલિરુબેનેમિયા (કમળો)ની સારવાર પ્રદાન કરે છે. ઉંદર પર પ્રયોગમાં નેનોમેડિસિન સલામત, ઝડપી અને અસરકારક હોવાની જાણકારી મળી હતી, જેમાં અઢી કલાકમાં બિલિરુબિનનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું થયું હતું. સસ્તન પ્રાણીઓમાં ઓક્સિડેટિવ તણાવમાં નિયંત્રિત સંવર્ધન (આરઓએસ)ની ક્ષમતાએ કોવિડ-19 સહિત વાયરલ ઇન્ફેક્શનના નિયંત્રણમાં નેનોમેડિસિનની ઉપયોગિતા માટે નવી સંભવિતતાનો માર્ગ મોકળો કર્યો છે. તાજેતરમાં આરઓએસના ક્લાસમાં હાઇડ્રોજન પેરોકસાઇડનો સ્થાનિક ઉપયોગ કોવિડ-19માં બચવા માટે કરવાની ભલામણ કરવામાં આવી છે. નેબ્યુલાઇઝર દ્વારા શ્વસન નળીમાં હાઇડ્રોજન પેરોકસાઇડ લગાવીને આરઓએસમાં સંવર્ધન હાંસલ થયું હતું. રીતે વાયરલ માળખું નાશ થઈને કોવિડ-19 નિષ્ક્રિય કરવાની સલાહ આપવામાં આવી છે. હાઇડ્રોજન પેરોકસાઇડના સીધા ઉપયોગથી શરીરના સાધારણ કોષોનું  સીધું ઓક્સિડેશન સહિત કેટલીક જટિલતાઓ પેદા થઈ શકે એમ હોવાથી નેનોમેડિસિન દ્વાર રસાયણને બદલવાની પ્રક્રિયા લાભદાયક બનશે.

તારણો આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાંરોલ ઓફ નેનોમેડિસિન ઇન રેડોક્સ મીડિયેટેડ હીલિંગ એટ મોલીક્યુલર લેવલનામના શીર્ષક ધરાવતા વિસ્તૃત લેખમાં જર્નલમાં બાયોમોલીક્યુલરની વિભાવના પર તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી. વિભાવના પર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું તાત્કાલિક ધ્યાન ગયું હતું અને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નેચર જર્નલમાં રેડોક્સ દવામાં નવો મોરચો, આરઓએસ-આધારિત નેનોમેડિસિનના ક્ષેત્રમાં વિકાસ, આરઓએસ-નિયમનકારક લક્ષણો સાથે નેનોસામગ્રીઓનું સંકલન, ઉપચારક કાર્યદક્ષતાઓ માટે ખાતરી ધરાવે છે એવો સંદર્ભ આપવામાં આવ્યો હતો. ઉંદરમાં સંતુલિત ઓક્સિડેટિવ સ્ટ્રેસ (આરઓએસ)માં વિકસાવેલા નેનોમેડિસિનની કાર્યદક્ષતાનું પરીક્ષણ તાજેતરમાં ઇન્જેક્ટેડ લેડ (પીબી) આયન દ્વારા થયું હતું, જેનો આશય ઓક્સિડેટિવ સ્ટ્રેસ (આરઓએસ) વધારવાનો છે અને યકૃતને નુકસાન થયું હતું. એવી જાણકારી મળી હતી કે, લેડના સંસર્ગને કારણે નેનોમેડિસિન ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં ઘટાડો કરે છે અને યકૃતમાં ઝેરી  આયનો  દૂર કરવામાં મદદરૂપ પણ થાય છે  (જે ચિકિત્સામાં કેલેશન થેરેપી તરીકે જાણીતી છે), જેથી  અંગ સાજું થવાની પ્રક્રિયા શરૂ થાય છે. તાજેતરમાં કેમમેડકેમએ ફ્રન્ટ કવર પર કામગીરીને ચમકાવી છે.

 

 

GP/DS


(Release ID: 1619749) Visitor Counter : 297