કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ખ્યાતનામ બેન્કર શ્રી સુરેશ એન. પટેલે આજે વિજિલન્સ આયુક્ત તરીકે શપથ ગ્રહણ કર્યા

Posted On: 29 APR 2020 3:45PM by PIB Ahmedabad

શ્રી સુરેશ એન. પટેલે આજે વિજિલન્સ આયુક્ત તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને કેન્દ્રીય વિજિલન્સ આયુક્ત શ્રી સંજય કોઠારી દ્વારા તેમને વીડિયો લિંક મારફતે તેમના હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. શપથ ગ્રહણ સમારોહમાં વિજિલન્સ આયુક્ત શ્રી શરદ કુમાર, સચિવ અને પંચના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

શ્રી પટેલ બેન્કિંગ ક્ષેત્રનો ત્રણ દાયકાથી વધારે સમયગાળાનો અનુભવ ધરાવે છે. તેઓ આંધ્ર બેન્કના પ્રબંધ નિદેશક અને CEO હતાં અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના કાર્યકારી નિદેશક પણ રહી ચૂક્યાં છે. તેઓ ભારતીય બેન્કિંગ સંગઠનની સંચાલન સમિતિ, ગ્રામીણ વિકાસ સંસ્થા નાબાર્ડના સભ્ય, તેમજ આંધ્રપ્રદેશ રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિના અધ્યક્ષ અને ગ્રામીણ અને એન્ટરપ્રેન્યોર વિકાસની બેન્કર્સ સંસ્થાના અધ્યક્ષ રહી ચૂક્યાં છે.

 

તેઓ ભારતીય રિઝર્વ બેન્કની પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ (BPSS)ના નિયમન અને દેખરેખ માટે ગઠિત બોર્ડના કાયમી સભ્ય અને તેમની વિજિલન્સ આયુક્ત તરીકે નિયુક્તિ પહેલા બેન્કિંગ અને નાણાકીય ઉચાપાત માટે સલાહકારી મંડળ (ABBFF)ના સભ્ય તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યાં છે.

વિજિલન્સ આયુક્ત તરીકે તેમનો કાર્યકાળ ચાર વર્ષ અથવા તેઓ 65 વર્ષની આયુ પ્રાપ્ત કરે ત્યાં સુધીનો રહેશે. કેન્દ્રીય વિજિલન્સ કમિશન એક કેન્દ્રીય વિજિલન્સ આયુક્ત અને બે વિજિલન્સ આયુક્તનો સમાવેશ થઇ શકે છે.

 

 

GP/DS



(Release ID: 1619271) Visitor Counter : 149