પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ઉત્તર હિંદ સમુદ્ર પર ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામની નવી યાદી

Posted On: 28 APR 2020 7:33PM by PIB Ahmedabad

દુનિયાભરમાં પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું નામકરણ કરવાથી વૈજ્ઞાનિક સમુદાય, આપત્તિ નિવારણ વ્યવસ્થાપકો, મીડિયા અને સાધારણ જનતાને નીચેની જાણકારી મળે છે.

  • દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ.
  • એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં.
  • કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં
  • ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં
  • બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં

એટલે દરિયાકિનારાઓ પર રચાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સંબંધિત આરએસએમસી અને ટીસીડબલ્યુસી નામ આપે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિંદ સમુદ્ર માટે આરએસએમસી, નવી દિલ્હી પ્રમાણભૂત પ્રક્રિયાને અનુસરીને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપે છે. ઓમનની સલ્તનતના મસ્કતમાં વર્ષ 2000માં આયોજિત 27મા સત્રમાં ડબલ્યુએમઓ/ઇએસસીએપીની ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પરની પેનલ (પીટીસી)માં સૈદ્ધાંતિક સ્વરૂપે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. યાદીમાં ડબલ્યુએમઓ/ઇએસસીએપીના આઠ સભ્ય દેશો બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે.

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પીટીસીનું 45મુ સત્ર સપ્ટેમ્બર, 2018માં ઓમાનનાં મસ્કતમાં યોજાયું હતું. સત્ર દરમિયાન ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામોની તાજી યાદી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં પાંચ નવા સભ્ય દેશો ઇરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરત અને યેમેન (કુલ 13 સભ્ય દેશો)માંથી પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સત્રમાં ડબલ્યુએમઓ/ઇએસસીએપી પીટીસીમાં ભારતીય હવામાન વિભાગનાં ડો. મૃત્યુંજય મોહપાત્રાને પેનલના સભ્ય દેશો વચ્ચે સંકલન સ્થાપિત કરવા તથા નીચેની પ્રમાણભૂત પ્રક્રિયા અનુસરીને નામોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા અને અમલીકરણ યોજના સૂચવવા રેપોર્ટિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. રેપોર્ટિયરનો રિપોર્ટ શરૂઆતમાં 09થી 13 સપ્ટેમ્બર, 2019 દરમિયાન મ્યાન્મારના ને પ્યી તૉમાં આયોજિત ડબલ્યુએમઓ/ઇએસસીએપી પીટીસીના 46મા સત્ર દરમિયાન ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચાવિચારણા પછી રિપોર્ટને એપ્રિલ, 2020માં સર્વસમંતિ સાથે ડબલ્યુએમઓ/ઇએસસીએપી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

પીટીસી સભ્ય દેશો દ્વારા નામની પસંદગી માટે નીચેના માપદંડો સ્વીકારવામાં આવ્યાં છેઃ

  1. સૂચિત નામ () રાજકારણ અને રાજકીય હસ્તી (બી) ધાર્મિક માન્યતાઓ, (સી) સંસ્કૃતિ અને (ડી) જાતિ સાથે સંબંધિત હોવું જોઈએ
  2. નામની પસંદગી રીતે થવી જોઈએ કે એનાથી દુનિયાભરની કોઈ પણ વસ્તીના જૂથની લાગણી દુભાવવી જોઈએ
  3. વાસ્તવિક અને પ્રકૃતિ સાથે સંબંધિત હોવું જોઈએ
  4. ટૂંકું, ઉચ્ચારણમાં સરળ અને કોઈ પણ સભ્ય દેશ માટે અપમાનજનક હોવું જોઈએ
  5. નામમાં મહત્તમ આઠ અક્ષરો હોવા જોઈએ
  6. સૂચિત નામ એના ઉચ્ચારણ અને વોઇસ ઓવર સાથે પ્રદાન કરવું જોઈએ
  7. જો ઉપરોક્ત માપદંડો પૂર્ણ નહીં થાય, તો પેનલ કોઈ પણ નામનો અસ્વીકાર કરવાનો અધિકાર ધરાવે છે.
  8. પોતાના વાર્ષિક સત્રમાં પીટીસીની મંજૂરી સાથે અમલીકરણના સમય દરમિયાન અંતિમ નામોની સમીક્ષા પણ કરી શકશે, જો કોઈ સભ્ય દ્વારા કોઈ પણ પ્રકારનો ઉચિત વાંધો ઉઠાવવામાં આવશે તો
  9. ઉત્તર હિંદ સમુદ્ર પર આવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામનું પુનરાવર્તન નહીં થાય. એકવાર ઉપયોગ થયા પછી એનો ફરી ઉપયોગ નહીં થાય. એટલે નામ હંમેશા નવું હોવું જોઈએ. આરએસએમસી, નવી દિલ્હી સહિત દુનિયામાં કોઈપણ આરએસએમસીમાં હાલની યાદીમાં નામ હોવું જોઈએ.

મુજબ, ડબલ્યુએમઓ/ઇએસસીએપી પીટીસી દ્વારા પરિશિષ્ટ-1માં નામોની નવી યાદીને અંતિમ ઓપ આપવામાં આવશે. અગાઉ વર્ષ 2004માં સ્વીકૃત નામોની યાદી પરિશિષ્ટ-2માં આપવામાં આવી છે. હાલની યાદીમાં કુલ 169 નામો સામેલ છે, જેમાં 13 નામો સામેલ છે, જે દરેક 13 ડબલ્યુએમઓ/ઇએસસીએપી સભ્ય દેશોમાંથી છે. નામોનું સૂચન ભારતમાં સાધારણ જનતા પાસેથી સમયેસમયે મળે છે એટલે ભારતમાંથી નામોને અંતિમ સ્વરૂપ આપવા આઇએમડી દ્વારા રચિત સમિતિ દ્વારા વિચારપૂર્વકનો નિર્ણય લેવામાં આવે છે અને ભારતમાંથી સૂચિત નામોની યાદીમાં સમાવેશ માટે ઉચિત નામોની યાદી પસંદગી થઈ હતી (પરિશિષ્ટ 1).

યાદીના નામોના અમલીકરણ માટે નીચેના માપદંડો સ્વીકારવામાં આવ્યાં છેઃ

  1. આરએસએમસી, નવી દિલ્હી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિંદ સમુદ્ર પર રચાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવા માટે જવાબદાર હશે. જ્યારે વિભાગને પવન મહત્તમ 34 નોટ (62 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપે સતત ફૂંકાતો  હોવાનું જણાશે કે ગ્લોબલ ડેટા પ્રોસેસિંગ એન્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ (જીડીપીએફએસ) મેન્યુઅલ 2017 એડિશન (ડબલ્યુએમઓ નંબર 485)ની કલમ 2.2.2.6.1 મુજબ પવનની વધારે ઝડપ જણાશે, ત્યારે વિભાગ નામ આપશે.
  2. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ઊભા થઈને થાઇલેન્ડ પસાર કરીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરતાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ બદલવામાં નહીં આવે.
  3. પેનલ સભ્યોનાં નામોની યાદી વર્ણાનુસાર દેશ-મુજબ બનાવવામાં આવશે.
  4. નામોનો ઉપયોગ કોલમ-મુજબ ઉપયોગ થશે.
  5. પ્રથમ નામ કોલમ 1ની પ્રથમ હરોળથી શરૂ થશે અને પછી ટેબલ 1ના કોલમ 13માં છેલ્લી હરોળ સુધી જળવાઈ રહેશે (પરિશિષ્ટ-1).

ભારતીય હવામાન વિભાગે નિયો પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામોની નવી યાદી તૈયાર કરવામાં ડબલ્યુએમઓ, ઇએસસીએપી અને તમામ 13 પીટીસી સભ્યો દેશો એટલે કે બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવ્સ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેનમાંથી પ્રદાનને સ્વીકાર્યું છે.

કૃપા કરીને વેબસાઇટ જુઓ www.rsmcnewdelhi.imd.gov.in

બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિંદ સમુદ્ર પર ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ માટે એપ્રિલ, 2020માં ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેન સભ્ય દેશો દ્વારા સ્વીકારવામાં આવેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામોની નવી યાદી

 (અગાઉની યાદીમાં ઉપયોગ થયેલાએમ્ફાનનામ પછી ઉપયોગ થશે)

 

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલના સભ્ય દેશો

કોલમ 1

કોલમ 2

કોલમ 3

કોલમ 4

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

બાંગ્લાદેશ

નિસર્ગ

નિસર્ગ

બિપરજોય

બિપોરજોય

અર્નબ

ઓર્નાબ

ઉપકુલ

ઉપોકુલ

ભારત

ગતિ

ગતિ

તેજ

તેજ

મુરાસુ

મુરાસુ

આગ

આગ

ઇરાન

નિવાર

નિવાર

હમૂન

હમૂન

અકવાન

અકવાન

સેપાન્ડ

સેપાન્ડ

માલ્દિવ્સ

બુરેવી

બુરેવી

મિધિલી

મિધિલી

કાની

કાની

ઓડી

ઓડી

મ્યાન્માર

તૌક્તાઈ

તૌતે

મિચુઆંગ

મિગ્જુઆમ

ન્ગામન

ન્ગમન

ક્યારથિટ

કજથી

ઓમાન

યાસ

યાસ

રિમલ

રિ-મલ

સેલ

સેલ

નસીમ

નસીમ

પાકિસ્તાન

ગુલાબ

ગુલ-આબ

આસન

આસ-

સહાબ

-હાબ

અફશાન

અફ-શાન

કતાર

શાહીન

શાહીન

દાના

દાના

લુલુ

લુલુ

મૌજ

મૌજ

સાઉદી અરેબિયા

જવાદ

જોવાદ

ફેંગલ

ફેઇંજલ

ગાઝીર

રાઝીર

આસિફ

આસીફ

શ્રીલંકા

અસાની

અસાની

શખ્તી

શખ્તી

ગિગુમ

ગિગુમ

ગગન

ગગન

થાઇલેન્ડ

સિત્રાંગ

સિ-ત્રાંગ

મોંથા

મોન-થા

થાઇન્યોત

થાઇન-યોત

બુલાન

બુ-લાન

સંયુક્ત આરબ અમીરાત

મન્દૌસ

મન-દૌસ

સેન્યાર

સેન-યાર

આફૂર

અલ-ફૂર

નાહામ

નાહ-હામ

યેમેન

મોચા

મોખા

દિત્વાહ

દિત્વાહ

દિક્સમ

દિક્સમ

સિરા

સિરા

 

 

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલના સભ્ય દેશો

કોલમ 5

કોલમ 6

કોલમ 7

કોલમ 8

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

બાંગ્લાદેશ

બાર્શોન

બોર્શોન

રાજાણી

રોજોની

નિશિથ

નિશિથ

ઉર્મી

ઉર્મી

ભારત

વ્યોમ

વ્યોમ

ઝાર

ઝોર

પ્રોબાહો

પ્રોબાહો

નીર

નીર

ઇરાન

બૂરાન

બૂરાન

અનાહિતા

અનાહિતા

અઝાર

અઝાર

પૂયાન

પૂયાન

માલ્દિવ્સ

કેનાઉ

કેનાઉ

એંધેરી

એંધેરી

રિયાઉ

રિયાઉ

ગુરુવા

ગુરુવા

મ્યાન્માર

સપાક્યી

ઝબાગ્જી

વેત્વુમ

વેવુમ

મ્વાઇહાઉટ

મ્વેઇહૌ

કીવે

કીવે

ઓમાન

મુઝ્ન

મુઝ્ન

સદીમ

સદીમ

દિમા

દિમા

મંજૌર

મંજૌર

પાકિસ્તાન

મનાહિલ

-ના-હિલ

શુજન

શુ-જા-

પરવાઝ

પર-વાઝ

ઝન્નત

કતાર

સુહૈલ

સાહિલ

સદાફ

સદાફ

રીમ

રીમ

રેહાન

રેહાન

સાઉદી અરેબિયા

સિદ્રાહ

સદરહ

હારીદ

હારીદ

ફૈદ

ફૈદ

કાસીર

કુસૈર

શ્રીલંકા

વેરામ્ભા

વે-રમ-ભા

ગર્જના

ગર્જના

નીબા

નીબા

નિનાદ

નિન-ના-

થાઇલેન્ડ

ફુત-

ફુ--

ઐયર

--

સમિંગ

-મિંગ

ક્રાઇસન

ક્રાઇ-સન

સંયુક્ત આરબ અમીરાત

કુફ્ફાલ

કુફ-ફાલ

દામન

દા-મન

દીમ

દીમ

ગરગૂર

ગર-ગૂર

યેમેન

બાખુર

બાખૂર

ગ્વાયઝી

ગ્વાયઝી

હૌફ

હૌફ

બલ્હાફ

બલ્હાફ

 

 

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલના સભ્ય દેશો

કોલમ 9

કોલમ 10

કોલમ 11

કોલમ 12

કોલમ 13

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

બાંગ્લાદેશ

મેઘલ

મેઘ્લા

સમિરન

સોમિરોન

પ્રતિકૂલ

પ્રોતિકૂલ

સરોબાર

સોરોબાર

મહાનિશા

મોહાનિશા

ભારત

પ્રભંજન

પ્રભંજન

ઘુર્ણી

ઘુર્ણી

અમ્બુદ

અમ્બુદ

જલધિ

જલધિ

વેગા

વેગા

ઇરાન

અર્શમ

અર્શમ

હન્ગમે

હેન્ગામે

સવાસ

સવાસ

તહામ્તન

તહામ્તન

તૂફાન

તૂફાન

માલ્દિવ્સ

કુરંગી

કુરંગી

કુરેધી

કુરેધી

હોંરાંગુ

હોંરાંગુ

થુંડી

થુંડી

ફના

ફના

મ્યાન્માર

પિંકુ

પિંકુ

યિનકૌંગ

જિંગૌં

લિન્યોન

લિન જૌન

ક્યીકાન

જી ગાન

બૌતફટ

બાઉહ્પા

ઓમાન

રુકમ

રૌકામ

વાતડ

વા તડ

અલ-જર્ઝ

અલ-જરૌઝ

રબાબ

બાબ

રાડ

રાડ

પાકિસ્તાન

સર્સાર

સર-સાર

બદબાન

બાદ-બાન

સરાબ

સરાબ

ગુલ્નાર

ગુલ-નાર

વાસેક

વા-સેક

કતાર

અન્બાર

અન્બાર

ઔડ

ઔડ

બહાર

બહાર

સીફ

સીફ

ફનાર

ફનાર

સાઉદી અરેબિયા

નખીલ

નખીલ

હબૂબ

હબૂબ

બારેક

બારિક

અલરીમ

અરીમ

વાબિલ

વોબિલ

શ્રીલંકા

વિદુલી

વિદુલી

ઓઘા

ઓઘા

સલિતા

સલિતા

રિવી

રિવી

રુડુ

રુડુ

થાઇલેન્ડ

માત-ચા

માત-ચા

મહિંગ્સા

મા-હિંગ-સા

ફ્રઇવા

ફ્રી-વા

અસુરી

-સુ-રી

થરા

-રા

સંયુક્ત આરબ અમીરાત

ખુબ્બ

ખુબ્બ

ડેગ્લ

ડેગ્લ

અથમદ

અથ-મદ

બૂમ

બૂમ

સફ્ફર

સફ-ફર

યેમેન

બ્રોમ

બ્રોમ

શુક્ર

શુક્રહ

ફર્તાક

ફર્તાક

દર્સાહ

દર્સાહ

સમ્હાહ

સમ્હાહ

નોંધ:

  1. પેનલના સભ્ય દેશોના નામની યાદી અંગ્રેજી વર્ણાક્ષરો મુજબ દેશમુજબ આપી છે
  2. નામનો ઉપયોગ કોલમ-મુજબ ક્રમાનુસાર થશે
  3. પ્રથમ નામ પ્રથમ કોલમની હરોળમાંથી શરૂ થશે અને પછી તેરમી કોલમની છેલ્લી હરોળ સુધી આગળ વધશે
  4. એકવાર ટેબલનો ઉપયોગ થશે

પરિશિષ્ટ-II

સપ્ટેમ્બર, 2004માં ડબલ્યુએમઓ/ઇએસસીએપી સભ્ય દેશો દ્વારા સ્વીકારેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામની યાદી

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલના સભ્ય દેશો

કોલમ એક

કોલમ બે

કોલમ ત્રણ

કોલમ ચાર

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

બાંગ્લાદેશ

ઓનિલ

ઓનિલ

ઓગ્નિ

ઓગ્-નિ

નિશા

નિ-શા

ગિરી

ગિ-રિ

ભારત

અગ્નિ

અગ્ની

આકાશ

આકા

બિજલી

બિજલી

જલ

જલ

માલ્દિવ્સ

હિબારુ

--

ગોનુ

--

આલિયા

--

કૈલા

--

મ્યાન્માર

પ્યાર

પ્યાર

યેમ્યિન

યે-માઇન

ફયાન

ફયાન

થાણે

થાણે

ઓમાન

બાઝ

બા-

સિદ્ર

સિદ્ર

વર્દ

વર

મુર્જાન

મુરજાન

પાકિસ્તાન

ફાનૂસ

ફાનૂસ

નરગિસ

નર ગિસ

લૈલા

લૈ લા

નીલમ

ની લમ

શ્રીલંકા

Mala

--

રશ્મી

રશ્મી

બાંદુ

--

વિયારુ

--

થાઇલેન્ડ

મુકદ

મુક-દર

ખાઇમુક

કિ-મુક

ફેટ

પેટ

ફાઇલિન

પાઇ-લિન

ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલના સભ્ય દેશો

કોલમ પાંચ

કોલમ

કોલમ સાત

કોલમ આઠ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

નામ

ઉચ્ચારણ

બાંગ્લાદેશ

હેલેન

હેલેન

ચપલ

ચો-પો-

ઓકી

ઓક-ખી

ફેની

ફોની

ભારત

લેહર

લેહર

મેઘ

મે

સાગર

સાગર

વાયુ

વાયુ

માલ્દિવ્સ

માદી

--

રોઆનુ

--

મેકુનુ

--

હિકઆ

--

મ્યાન્માર

નાનૌક

ના-નૌક

ક્યાંત

ક્યાંત

દાયે

દા-યે

ક્યાર્ર

ક્યાર્ર

ઓમાન

હુદહુદ

હુદહુદ

નદા

નાદ

લુબાન

લુબાન

મહા

મહા

પાકિસ્તાન

નિલોફર

નિ લોફર

વરદાહ

વર દાહ

તિત્લી

તિત્લી

બુલ્બુલ

બુલ્બુલ

શ્રીલંકા

અશોબા

અશોબા

મરુથા

મરુથા

ગજ

ગજ

પવન

પવન

થાઇલેન્ડ

કોમેન

ગોહ-મેન

મોરા

મોહ-રાર

ફેથઈ

પે-તિ

એમ્ફાન

ઉં-પાન

(લાલ રંગના નામનો ડિસેમ્બર, 2019 સુધી ઉપયોગ થયો છે)

 

GP/DS

 



(Release ID: 1619249) Visitor Counter : 513