આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
કોવિડ-19ના નમૂના એકત્રિત કરવા માટે મોબાઇલ કિયોસ્કનો ઉપયોગ કરતું અગરતલા સ્માર્ટ સિટી
Posted On:
28 APR 2020 5:18PM by PIB Ahmedabad
અગરતલા સ્માર્ટ સિટી દ્વારા એક મોબાઇલ કોવિડ-19 સેમ્પલ કલેક્શન કિયોસ્ક તૈયાર કરીને શહેરના મુખ્ય આરોગ્ય અધિકારીને (CMO) આપવામાં આવ્યું છે. આ કિયોસ્ક નમૂના એકઠા કરતા ડોક્ટર્સને સુરક્ષા પૂરી પડવાની ખાતરી આપે છે અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (PPE)ના થતા બગાડને અટકાવે છે. આ પહેલ એ કોરોના વિરુદ્ધની લડાઈમાં અગરતલા દ્વારા લેવામાં આવેલ એક મોટું પગલું છે.
ત્રણ પૈડા ઉપર ચડાવવામાં આવેલ આ કિયોસ્ક તેને સરળતાથી સાંકડી ગલીઓમાં પસાર થવામાં મદદ કરે છે અને સમુદાયની અંદર જઈને જાતે જ નમૂના એકત્રિત કરવામાં સહાયતા કરે છે. દર્દીઓને હવે નમૂના આપવા માટે દવાખાનામાં આવવાની જરૂર નથી પડતી. આ કિયોસ્ક ટૂંકા સમયગાળાની મર્યાદામાં રહીને મોટી સંખ્યામાં લોકોના સમૂહનું પરીક્ષણ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ પહેલ અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી હતી કે જેઓ અગરતલા સ્માર્ટ સિટી લિમિટેડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) પણ છે.
GP/DS
(Release ID: 1618989)
Visitor Counter : 259