પ્રધાનમંત્રીનું કાર્યાલય
બસવજયંતીના અવસરે પ્રધાનમંત્રીએ આજે એક વીડિયો સંદેશમાં ભગવાન બસેશ્વર જયંતીની શુભકામનાઓ પાઠવી.
Posted On:
26 APR 2020 8:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બસવેશ્વરની જયંતી એટલે કે બસવજયંતી નિમિત્તે આજે એક વીડિયો સંદેશમાં ભગવાન બસેશ્વર જયંતીની શુભકામનાઓ પાઠવી. અને અને ભગવાન બસેશ્વરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
બસવજયંતી 12 સદીના મહાન તત્વજ્ઞાની અને સમાજ સુધારક વિશ્વગુરુ બસવેશ્વરની જન્મ તિથિના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે.
વૈશ્વિક બસવજયંતી – 2020નું આજે ડિજિટલ માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ભારત તેમજ દુનિયામાંથી તેમના અનુયાયીઓ જોડાયા હતા.
આ સંદેશામાં, પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ મહામારીને હરાવવા માટે સમગ્ર દેશને શક્તિ પ્રદાન કરવા ભગવાન બસવેશ્વરના આશીર્વાદ માંગ્યા હતા.
પ્રધાનમંત્રી અગાઉના ઘણા પ્રસંગો યાદ કરતા કહ્યું કે, ભગવાન બસવેશ્વરના વચનોનો 23 ભાષાઓમાં અનુવાદ હોય કે પછી લંડનમાં ભગવાન બસવેશ્વરની મૂર્તિના અનાવરણનો પ્રસંગ હોય, તેમના વચનોમાંથી તેમને ઘણું બધું શીખવા મળ્યું છે.
ભગવાન બસવેશ્વરને મહાન સુધારક અને કુશળ વહીવટકર્તા ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બસવેશ્વર પોતે વ્યક્તિગત રીતે લોકોમાં અને સમાજમાં જે સુધારાઓ ઇચ્છતા હતા તેનો માત્ર ઉપદેશ જ નહોતા આપતા પરંતુ તેમણે પોતે પણ આ તમામ બાબતો તેમના જીવનમાં અપનાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બસવેશ્વરના વચનો આધ્યાત્મિક જ્ઞાનનો સ્રોત છે, તેમજ આપણા જીવન માટે એક વ્યવહારું માર્ગદર્શક પણ છે. તેમના વચનો આપણને એક બહેતર માણસ બનતા શીખવે છે અને આપણા સમાજને વધુ ઉદાર તેમજ દયાળુ અને માનવીય બનાવતા શીખવે છે. તેમણે સામાજિક અને જાતિય સમાનતા જેવા વિષયો પર સદીઓ પહેલાં આપણને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બસવન્નાએ એક એવી સામાજિક લોકશાહીનો પાયો નાંખ્યો હતો જ્યાં સમાજના અંતિમ પાયદાન પર ઉભેલી વ્યક્તિની ચિંતા સૌથી પહેલાં કરવામાં આવતી હોય. તેમણે ઉમેર્યું હતું કે, બસવન્નાએ માનવજીવનના દરેક પાસાં સ્પર્શ્યા છે, તેને બહેતર બનાવવા માટે ઉકેલો સૂચવ્યા છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, 2017માં બસવન્નાના પવિત્ર વચનોના ડિજિટાઇઝેશનનું જે સૂચન મેં રજૂ કર્યું હતું, તેના પર અત્યારે વ્યાપક કામ થઇ રહ્યું છે.
સમગ્ર દુનિયામાં આજના ડિજિટલ કાર્યક્રમનું સંચાલન કરનારી બસવન્ના સમિતિનિ કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના નિયમોનું પાલન કરવા માટે એક પ્રકારે આ ઑનલાઇન સમૂહમિલન ખૂબ જ ઉત્તમ દૃશ્ટાંત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે, ભારતીયોને લાગે છે કે પરિવર્તન ખરેખર તેમનાથી શરૂ થાય છે. આ પ્રકારની આશા અને વિશ્વાસ દેશને મુશ્કેલથી પણ મુશ્કેલ પડકારોમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને કરી રહ્યાં છે.” તેમણે દેશવાસીઓને આ વિશ્વાસ અને આશાના સંદેશાને આગળ ધપાવવા અને વધુ મજબૂત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી આપણને પરિશ્રમ અને પરોપકાર માટે પ્રેરણા મળશે. દુનિયાને બહેતર સ્થળ બનાવવા માટે ભગવાન બસવન્નાના કાર્યો અને આદર્શોનો સમગ્ર દુનિયામાં પ્રસાર કરવાનું ચાલુ રાખવા માટે તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.
બસવજયંતી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતી વખતે, પ્રધાનમંત્રીએ લોકોને સામાજિક અંતર જાળવવા માટે ‘બે ગજનું અંતર’ નિયમનું પાલન કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
GP/DS
(Release ID: 1618604)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam