પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
30 એપ્રિલ, 2020ની આસપાસ દક્ષિણ આંદમાનના દરિયા અને આસપાસનાં વિસ્તારો પર હળવું દબાણ ઊભું થવાની શક્યતા
સિસ્ટમ પર સતત નજર છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત જાણકારી આપવામાં આવે છેઃ ભારતીય હવામાન વિભાગ
Posted On:
26 APR 2020 6:26PM by PIB Ahmedabad
હવામાનની આગાહી કરતા વિવિધ આંકડાકીય મોડલ તથા વિસ્તાર પર પ્રવર્તમાન પર્યાવરણીય અને થર્મો-ડાયનેમિકલ સ્થિતિઓમાંથી પ્રાપ્ત આગાહી મુજબ, દક્ષિણ આંદમાન દરિયા અને પડોશી વિસ્તારોમાં ઉપર 30 એપ્રિલ, 2020ની આસપાસ હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે.
આ દબાણ પછી 30 એપ્રિલથી 3 મે, 2020 દરમિયાન 48 કલાક દરમિયાન આગળ વધવાની અને શરૂઆતમાં ઉત્તરથી ઉત્તરપશ્ચિમ દિશામાં અને ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશામાં તથા આંદમાન અને નિકોબારના ટાપુઓ પર આગળ વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન ખાતાનાં ચક્રવાતની ચેતવણી આપતા વિભાગે જણાવ્યું છે કે, આ પ્રકારની સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિતપણે જાણકારી આપવામાં આવે છે.
એની અસર હેઠળ આંદમાન અને નિકોબર ટાપુઓ અને એની આસપાસનાં દરિયાઈ વિસ્તારોમાં નબળું હવમાન ઊભી થઈ શકે છેઃ
ચેતવણીઓ:
1. વરસાદ: 30 એપ્રિલનાં રોજ નિકોબારના ટાપુઓ પર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સાથે ઘણાં સ્થળો પર હળવાથી લઈને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. પછીના દિવસોમાં એની તીવ્રતા વધવાથી 1 મેના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 2 મેના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓ પર થોડા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
2. પવનની ચેતવણી: 30 એપ્રિલથી 1 મે, 2020 વચ્ચે બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વની લગોલગ અને ઉત્તર સુમાત્રાના કિનારા, દક્ષિણ આંદમાન દરિયા, નિકોબાર ટાપુઓ પર તેમજ 2 અને 3 મેના રોજ ઉત્તર આંદમાન દરિયા, આંદમાન ટાપુઓ તથા બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ અને પૂર્વ મધ્યમ ખાડીમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.
3. દરિયાની સ્થિતિઃ 30 એપ્રિલ અને 1 મે, 2020ના રોજ ઉત્તર સુમાત્રાના કિનારા, દક્ષિણ આંદમાન દરિયા અને એને લગોલગ બંગાળની ખાડીની દક્ષિણપૂર્વના વિસ્તારો ઉપર તથા 2 અને 3 મે, 2020નાં રોજ આંદમાન દરિયા અને બંગાળની ખાડીની દક્ષિણપૂર્વ અને પૂર્વ મધ્યની ખાડીના લગોલગ વિસ્તારોમાં દરિયો તોફાનીથી લઈને અતિ તોફાની બનશે.
4. માછીમારોને ચેતવણીઃ માછીમારોને 30 એપ્રિલથી 3 મે, 2020 સુધી ઉત્તર સુમાત્રાના કિનારાની ઉત્તરમાં, આંદમાન દરિયામા તથા બંગાળની ખાડીનાં દક્ષિણપૂર્વ અને પૂર્વ મધ્યની ખાડીના લગોલગ વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવે છે.
સિસ્ટમ પર વધારે અપડેટ મેળવવા મુલાકાત લો www.imd.gov.in,www.rsmcnewdelhi.imd.gov.in અને
www.mausam.imd.gov.in
GP/DS
(Release ID: 1618508)
Visitor Counter : 249