વિદ્યુત મંત્રાલય

NTPCએ લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ અને કાર પરિયોજના શરૂ કરી – વૈશ્વિક EOI મંગાવ્યા

Posted On: 26 APR 2020 2:42PM by PIB Ahmedabad

ઉર્જા મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રનું સાહસ NTPC લિમિટેડ, ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે. કંપનીએ લેહ અને નવી દિલ્હી માટે 10 હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ (FC) આધારિત ઇલેક્ટ્રિક બસો અને 10 હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત ઇલેક્ટ્રિક કારો માટે વૈશ્વિક અભિરૂચિ પત્ર (EOI) મંગાવ્યા છે. NTPCની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NTPC વીજ વ્યાપાર નિગમ (NVVN) લિમિટેડ દ્વારા EOI બહાર પાડવામાં આવ્યા છે.

હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત વાહનોની ખરીદી દેશમાં પોતાની રીતે પહેલી પરિયોજના છે જેમાં ગ્રીન એનર્જીથી માંડીને ફ્યૂઅલ સેલ વાહન સુધીના સંપૂર્ણ ઉકેલો વિકસાવવામા આવશે.

પહેલ માટે નવીન અને અક્ષય ઉર્જા મંત્રાલયનું પણ સમર્થન મળ્યું છે. લેહ અને દિલ્હીની પાઇલટ પરિયોજનાઓના ભાગરૂપે હાઇડ્રોજનના ઉત્પાદન માટે અક્ષય ઉર્જાનો ઉપયોગ તેમજ તેમના સંગ્રહ અને વિતરણની સુવિધા વિકસાવવામાં આવશે. હાઇડ્રોજનથી ચાલતા વાહનો શરૂ કરવાનો ઉદ્દેસ્ય પરિવહન ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો પણ છે.

PSU દ્વારા સાર્વજનિક પરિવહનના સંદર્ભમાં સંપૂર્ણ -મોબિલિટી ઉકેલો પૂરા પાડવા માટે વિવિધ ટેકનિકલ પહેલ કરવામાં આવી રહી છે. તેમાં સામાન્ય લોકોને ચાર્જિંગની સુવિધા પૂરી પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને રાજ્ય/ શહેર પરિવહનના ઉપક્રમોને ઇલેક્ટ્રિક બસો પૂરી પાડવાનું પણ સામેલ છે. સંબંધે વિવિધ શહેરોમાં 60 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન અને ફરીદાબાદમાં - થ્રી વ્હિલર્સ માટે બેટરી ચાર્જિંગ તેમજ સ્વેપિંગ સ્ટેશન પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રકારે આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર માટે - બસ ઉકેલ યોજનાનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.

 

EOI નીચે આપેલી લિંક

https://eprocurentpc.nic.in/nicgep/app?component=%24DirectLink&page=FrontEndViewTender&service=direct&session=T&sp=S9jKXObCbvSsD6XuLgJnFUA%3D%3D

અથવા વેબસાઇટ:

https://eprocurentpc.nic.in/nicgep/app પરથી ડાઉનલોડ થઇ શકે છે.

 

 

GP/DS

 


(Release ID: 1618400) Visitor Counter : 362