સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવાડિયા વહેલો ખોલ્યો

Posted On: 25 APR 2020 7:30PM by PIB Ahmedabad

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો ધોરી નસ સમાન માર્ગ છે. માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો.

હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂતોને તેમના પાકનું વળતર મળે માટે અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે ઝડપથી બરફ દૂર કરવા બીઆરઓને કામ કરવાની વિનંતી કરી હતી, જેથી કોવિડ-19ના પગલે લાહોલ ઘાટીમાં રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચે.

બીઆરઓએ મનાલી અને ખોકસર એમ બંને તરફથી હાઇ-ટેક મશીનરીનો ઉપયોગ કર્યો હતો. રહાલા ફોલો, બિયાસ નાલા અને રાની નાલા પર હિમપાત કે બરફનું તોફાન, અતિ ઠંડું થીજવી દે એવું તાપમાન અને હિમસ્ખલન સતત થવાથી કામગીરીમાં વિલંબ થયો  હતો, પણ બરફ દૂર કરતી ટીમોએ કોવિડ-19 સાથે સંબંધિત તમામ સાવચેતી રાખીને રાતદિવસ સતત કામગીરી કરી હતી, જેથી લાહોલ ઘાટીના રહેવાસીનો રાહત મળે.

આજે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને અંદાજે 150 ખેડૂતોને લઈને વાહનોના પ્રથમ કાફલાએ લાહોલ ઘાટી તરફ આગેકૂચ કરી હતી, જેને બીઆરઓએ માર્ગદર્શન આપ્યું હતું. રીતે ચાલુ વર્ષે રોહતાંદ પાસ સત્તાવાર રીતે ખુલ્લો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં રોહતાંગ પાસ ટ્રાફિક માટે ત્રણ અઠવાડિયા વહેલો ખુલ્યો છે, જેનાથી સ્થાનિક લોકોને રાહત મળી છે. એનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્થાનિક લોકો માટે અતિ જરૂરી રાહત સામગ્રી અને તબીબી પુરવઠો પહોંચાડવાની સુવિધા મળશે. ઉપરાંત જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કૃષિલક્ષી કામગીરી હવે શરૂ થઈ શકશે.

દર વર્ષે પાસને ખોલવા બરફને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, કારણ કે નવેમ્બરની મધ્યથી મેની મધ્ય સુધી પાસ પર હિમવર્ષા થતી રહે છે. પાસ 12 ડિસેમ્બર, 2019 સુધી ખુલ્લો રાખવામાં આવે છે. પછી શિયાળા દરમિયાન સંપૂર્ણ ઘાટી કોઈ પણ બાહ્ય લોજિસ્ટિક્સ/સપ્લાય માટે હવાઈ માર્ગ પર આધારિત રહે છે.

દરમિયાન કોવિડ-19 સામે સરકારનાં પ્રયાસો વધારવા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનનાં તમામ કર્મચારીઓએ સંયુક્તપણે પીએમ કેર્સ ફંડમાં એક કરોડ રૂપિયાનું પ્રદાન કર્યું છે, જે એક દિવસના પગારથી વધારે છે.

 

 

GP/DS



(Release ID: 1618297) Visitor Counter : 134