વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19નો સામનો કરવા હોસ્પિટલનાં રૂમો અને અન્ય ભાગોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ અસરકારક બની શકે છે


અન્ય વાયરસ અને બેક્ટેરિયાની જેમ કોરોનાવાયરસ યુવીસી લાઇટ પ્રત્યે સંવેદનશીલ છે

હાલ ફિલ્ડમાં પરીક્ષણો માટે સિસ્ટમને એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી છે

Posted On: 25 APR 2020 3:46PM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સ્વાયત્ત સંશોધન અને વિકાસ કેન્દ્ર ઇન્ટરનેશનલ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી એન્ડ ન્યૂ મટિરિયલ્સ (ARCI) અને યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (UOH) સંયુક્તપણે મેકિન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (MIL)ની મદદથી હોસ્પિટલના વાતાવરણને ઝડપથી સ્વચ્છ કરીને કોવિડ-19 સામે લડવા યુવીસી આધારિત ડિસઇન્ફેક્શન ટ્રોલી વિકસાવી છે.

200 અને 300 એનએમ વચ્ચેની વેવલેંગ્થની રેન્જમાં યુવી લાઇટ બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી હવા અને ઘન સપાટીઓ એમ બંને ડિસઇન્ફેક્ટ થશે. ઘણી વાર કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ હોસ્પિટલો અને અન્ય પ્રદૂષણનું જોખમ ધરાવતા વાતાવરણમાંથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવું પર્યાપ્ત હોતું નથી. બેડ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ હોવાથી હોસ્પિટલોમાં નવા દર્દીની ભરતી કરતાં અગાઉ હોસ્પિટલનાં રૂમો અને દર્દીની સારવારમાં ઉપયોગ થયેલા બેડનું ઝડપથી ડિકોન્ટામિનેશન કરવાની મોટી જરૂરિયાત છે. અન્ય વાયરસ અને બેક્ટેરિયાની જેમ કોરોનાવાયરસ યુવીસી લાઇટ પ્રત્યે સંવેદનશીલ છે. યુવીસી વિકરણોની જંતુનાશક અસરો 254 એનએમ પર ઊંચી તીવ્રતા સાથે વાયરસનાં કોષને નુકસાન કરે છે, જેથી કોષની પ્રતિકૃતિ બનતી અટકે છે. ડિસઇન્ફેક્શન પ્રત્યે રાસાયણિક પદાર્થોના ઉપયોગથી વિપરીત યુવી લાઇટ ભૌતિક પ્રક્રિયા દ્વારા સૂક્ષ્મ જીવાણુઓને ઝડપથી અસરકારક રીતે નિષ્ક્રિય કરે છે.

યુવીસી ડિસઇન્ફેક્શન ટ્રોલી (ઊંચાઈ 1.6 મીટર x પહોળાઈ 0.6 મીટર x લંબાઈ 0.9 મીટર)ને એઆરસીઆઈ, યુઓએચ અને એમઆઇએલએ સંયુક્તપણે વિકસાવી છે, જેમાં 6 યુવીસી જીવાણુનાશક ટ્યુબ છે, જે રીતે ગોઠવવામાં આવી છે કે, દરેક દિશામાં 2 ટ્યુબ સાથે 3 બાજુઓ પ્રકાશિત થાય છે. જ્યારે લેમ્પ દિવાલો, બેડ અને રૂમની હવાનું ડિસઇન્ફેક્શન કરે છે, ત્યારે ફ્લોરનું ડિસઇન્ફેક્શન ફ્લોર પર તળિયે સ્થિત નાની યુવી લાઇટ્સ સાથે થાય છે. જ્યારે પ્રોટેક્ટિવ સ્યૂટ અને યુવી રેસિસ્ટન્ટ ગોગ્ગલ્સ પહેરીને ઓપરેટર રૂમમાં ટ્રોલી ફેરવે છે, ત્યારે હોસ્પિટલની રૂમોનું ડિસઇન્ફેક્શન થાય છે.

સરેરાશ રીતે જોઈએ તો 400 ચોરસ ફીટના રૂમને મિનિટદીઠ 5 ફીટની સ્પીડ સાથે યુવીસી ટ્રોલી સિસ્ટમ 30 મિનિટની અંદર સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટ (>99%) કરે છે. વર્તમાન સિસ્ટમ પ્રથમ પ્રોટોટાઇપ છે તથા હોસ્પિટલો અને રેલવેના કોચમાં ઉપયોગ કરી શકાય એવી છે, જેને કોવિડ-19 દર્દીઓની સારવારમાં ઉપયોગ લાવવાની યોજના પણ છે. ઓછા ડાયમેન્શન ધરાવતી અને ઓટોમેશન વધારતી સિસ્ટમ પર કામગીરી ચાલુ છે, ખાસ કરીને વિમાનની કેબિનમાં જરૂરી ઝડપી ડિસઇન્ફેક્શનને ધ્યાનમાં રાખીને. હાલની સિસ્ટમને ફિલ્ડ પરીક્ષણોમાં એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી છે (કામગીરીની પ્રમાણભૂત પ્રક્રિયા અને સલામતીનાં સૂચનો સાથે). દર્દી રજા લે પછી ખાલી રૂમોમાં યુવી-લાઇટ ડિસઇન્ફેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ અને સમયે હેલ્થ કર્મચારીઓ પણ હાજર હોવા જોઈએ.

DST ના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, ડ્રાય ડિસઇન્ફેક્શન અને હોસ્પિટલના રૂમો, ઊંચું જોખમ ધરાવતા એરિયામાં સાધનો અને અન્ય  સપાટીઓનું શુદ્ધિકરણ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી કરવું સારો વિકલ્પ છે, જેનો અમલ સરળતા, ઝડપ અને અસરકારકતા સાથે આવશ્યક પેકેજમાં ડિઝાઇનર ટ્રોલી દ્વારા થાય છે. "

 [For more details, please contact N Aparna Rao, CPRO, ARCI, aparna@arci.res.in, Mob: +91-9849622731]

 

 

 

GP/DS


(Release ID: 1618188) Visitor Counter : 260