કૃષિ મંત્રાલય

‘કિસાન રથ’ મોબાઇલ એપ્લિકેશનને શરૂઆતના એક જ અઠવાડિયામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો


ખાદ્યાન્ન અને કૃષિ ઉત્પાદનોની સુવિધા પૂરી પાડતી આ એપ્લિકેશન પર 1.5 લાખથી વધુ ખેડૂતો અને વેપારીઓએ નોંધણી કરાવી

Posted On: 24 APR 2020 7:34PM by PIB Ahmedabad

ભારત સરકારનો કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગ લૉકડાઉનના સમયમાં ખેતર સ્તરે ખેડૂતો અને કૃષિલક્ષી પ્રવૃત્તિઓની સુવિધા પૂરી પાડવા માટે કેટલાક પગલાં લઇ રહ્યો છે. પ્રવૃત્તિઓની તાજેતરની સ્થિતિ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  1. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતો અને વેપારીઓને ખાદ્યાન્ન (ધાન્ય, જાડુ અનાજ, કઠોળ વગેરે), ફળ અને શાકભાજી, તેલીબિયા, તેજાના, ફુલો, વાંસ, લાકડાના ઢીમચા અને ગૌણ વન પેદાશો, નાળિયેર વગેરેના પરિવહન માટે હેરફેરની સુવિધા આપવાના આશયથી 17.04.2020ના રોજકિસાન રથએપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 80,474 ખેડૂતો અને 70,581 વેપારીઓએ એપ્લિકેશન પર નોંધણી કરાવી છે.
  2. સંપૂર્ણ લૉકડાઉનના કારણે, તમામ જથ્થાબંધ બજારો 25.03.2020 સુધી બંધ રાખવામાં આવ્યા હતા. ભારતમાં 2587 અગ્રણી/મુખ્ય બજારો છે જેમાંથી 1091 બજારો 26.03.2020ના રોજ શરૂ કરી દેવામાં આવ્યા હતા જ્યારે 23.04.2020ના રોજ 2067 બજારો કાર્યરત થઇ ગયા હતા.
  3. દેશમાં વીસ (20) શહેરોમાં કઠોળ અન તેલીબિયાની લઘુતમ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. નાફેડ અને FCI દ્વારા રૂ. 1605.43 કરોડમાં 1,79,852.21 MT કઠોળ અને 1,64,195.14 MT તેલીબિયાની ખરીદી કરવામાં આવી છે જેનાથી 2,05,869 ખેડૂતોને લાભ થયો છે.
  4. ઉનાળુ પાકના વાવેતરનું ક્ષેત્રફળ:

ડાંગર: ઉનાળુ ડાંગર પાક હેઠળ અંદાજે 34.73 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે સમયગાળામાં ગયા વર્ષે 25.22 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું.

કઠોળ: કઠોળ પાક હેઠળ અંદાજે 5.07 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે સમયગાળામાં ગયા વર્ષે 3.82 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું હતું.

જાડુ અનાજ: જાડા અનાજના પાક હેઠળ અંદાજે 8.55 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે સમયગાળામાં ગયા વર્ષે 5.47 લાખ હેક્ટર વિસ્તારમાં જાડા અનાજનું વાવેતર થયું હતું.

તેલીબિયા: તેલીબિયાના પાક હેઠળ અંદાજે 8.73 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે સમયગાળામાં ગયા વર્ષે 6.80 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર થયું હતું.

  1. 24.04.2020 સુધીમાં લણણીની સ્થિતિ

ઘઉં: રાજ્યો દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર મધ્યપ્રદેશમાં અંદાજે 98-99%, રાજસ્થાનમાં અંદાજે 90-92%, ઉત્તરપ્રદેશમાં અંદાજે 82-85%, હરિયાણામાં અંદાજે 50-55%, પંજાબમાં અંદાજે 45-50% અને અન્ય રાજ્યોમાં અંદાજે 86-88% ઘઉંના પાકની લણણી થઇ ગઇ છે.

 

 

GP/DS


(Release ID: 1618156) Visitor Counter : 229