વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ-19 માટે પીસીઆર અને એલએએમપી માટે ચુંબકીય નેનોપાર્ટિકલ આધારિત આરએનએ એક્સ્ટ્રેક્શન કિટ વિકસાવી

Posted On: 24 APR 2020 6:29PM by PIB Ahmedabad

નવીન આરએનએ નિષ્કર્ષણ કિટ ચિત્રા મેગ્નાને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (એસસીટીઆઈએમએસટી) વિકસાવી છે. સંસ્થા ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા છે. ચિત્રા મેગ્ના નવીન ટેકનોલોજી છે, જે કોવિડ 19 પરીક્ષણો માટે સ્વેબમાંથી આરએનએને અલગ કરે છે.

કોવિડ-19 રોગચાળા માટે જવાબદાર વાયરસ SARS-COV-2 એક આરએનએ વાયરસ છેજે લાંબો, એકલ, પોલીમરિક પદાર્થ છે, જે તમામ જીવિત કોષોમાં હાજર હોય છે, જે જીવન માટે આવશ્યક જીવની જનીન માહિતીનું વહન કરે છે. વાયરસને ઓળખવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાઓમાંનું એક પગલું ગળા કે નાકમાંથી લેવામાં આવેલા નમૂનામાં વાયરસના આરએનએની હાજરીની પુષ્ટિ છે. વાયરસ ટ્રાન્સપોર્ટ માધ્યમમાં ચોક્કસ સ્થિતિ અંતર્ગત પ્રાપ્ત નમૂનાને ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

દર્દીના નમૂનામાંથી આરએનએને ઝડપવા અને એના પર ધ્યાન કેન્દ્રિત કરવા કિટ માટેનો પ્રોટોકોલ ચુંબકીય નેનોપાર્ટિકલનો ઉપયોગ કરે છે. મહત્ત્વપૂર્ણ લાભ છે, કારણ કે જો દર્દીનાં નમૂનાના સંગ્રહ અને પરિવહન દરમિયાન કેટલાંક વાયરલ આરએનએ છૂટાં પડી જાય તો પણ તમામને મેગ્નેટિક બીડ-આધારિત એક્સ્ટ્રેક્શન ટેકનોલોજી દ્વારા ઝડપી શકાય છે. મેગ્નેટિક નેનોપાર્ટિકલ બીડ વાયરલ આરએનએ બાંધી રાખે છે અને જ્યારે ચુંબકીય ક્ષેત્રનાં સંસર્ગમાં આવે છે, ત્યારે અતિ શુદ્ધ અને સંકેન્દ્રિત આરએનએ પ્રદાન કરે છે. પીસીઆર કે એલએએમપીની પ્રાપ્તિનો આધાર વાયરલ આરએનએની પર્યાપ્ત માત્રા પર નિર્ભર હોવાથી નવીનતા પોઝિટિવ કેસોને ઓળખવાની શક્યતા વધારે છે. સંસ્થાએ ટેકનોલોજી માટે પેટન્ટ ફાઇલ કરી છે, જે આયાતી કિટ કરતાં વધારે સરળ છે.

ચિત્રા મેગ્નાનો ઉપયોગ એલએએમપી ટેસ્ટિંગ માટે દર્દીના નમૂનામાંથી અતિ શુદ્ધ આરએનએ મેળવવાની સાથે આરટી-પીસીઆર ટેસ્ટ માટે પણ થઈ શકશે. ડિગ્રેડેશન વિના આરએનએની ઊંચી ગુણવત્તા અને ઊંચા સંકેન્દ્રણનું આઇસોલેશનનું પ્રથમ સ્ટેપ પીસીઆર કે એલએએમપી ટેસ્ટના પરિણામ માટે મહત્ત્વપૂર્ણ છે, જેમાં આરએનએનું ડીએનએમાં રૂપાંતરણ થાય છે. બહુ થોડા ભારતીય ઉત્પાદકોને બાદ કરતાં મોટા ભાગની આરએનએ આઇસોલેશન કિટની આયાત થાય છે અને એની અનુપલબ્ધતા દેશમાં મોટી સંખ્યામાં આરટી-પીસીઆર ટેસ્ટિંગ માટે ઘણી વાર મોટો અવરોધ બને છે.

ડીએસટીનાં સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, દર્દીના નમૂનામાંથી આરએનએ મેળવવાની અને સંકેન્દ્રણની અસરકારક રીત કોવિડ-19 વાયરસના પુષ્ટિ પરીક્ષણમાં પ્રથમ મહત્ત્વપૂર્ણ પગલું છે. આરએનએને ચુંબકીય નેનોપાર્ટિકલ સાથે સંયોજિત કરવાની અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને એક સ્થળે તેમનું એકત્રીકરણ વધારવાની નવીન પ્રક્રિયા સફળતા છે, જે એસસીટીઆઇએમએસટીમાંથી નવી વિકસાવેલી આરટી-એલએએમપીની ઊંચી સંવેદનશીલતાની સુવિધા આપે છે. ખરેખર બહુશાખીય અને પાર્શ્વ વિચારસરણી સારા વિજ્ઞાનની નિશાની છે, જેમાં ઉદાહરણ એકદમ ફિટ બેસે છે!"

ચિત્રા મેગ્નાની ટેકનોલોજી અગાપ્પે ડાયગ્નોસ્ટિક લિમિટેડ, અર્નાકુલમમાં હસ્તાંતરિત કરવામાં આવી છે. કંપનીએ ચિત્રા જીનએલએએમપી-એન ટેકનોલોજી લીધી છે, જે SARS-COV-2ના એન જનીનની ઓળખ માટે આરટી-એલએએમપીનો ઉપયોગ કરશે. સંભવિત પુષ્ટિ પરીક્ષણ છે, જે આઇસીએમઆર દ્વારા પ્રાથમિક માન્યતામાં આરટી-પીસીઆર જેટલી સચોટતા ધરાવે છે. હવે ટેસ્ટ કિટ આઇસીએમઆરની મંજૂરી માટે વધારે પરીક્ષણ કરવા નમૂનામાં હવે માન્ય છે અને પછી ડીસીજીઆઈ પાસેથી વાણિજ્યિક ધોરણે ઉત્પાદનનું લાઇસન્સ મળશે. ચિત્રા જીનએલએએમપી-એન વિકસાવનાર ડૉ. અનૂપ થેક્કુવીટિલ અને એમની ટીમે ચિત્રા મેગ્નાની ટેકનોલોજી વિકસાવી છે. શ્રી ચિત્રાને હસ્તાંતરિત થયેલી તમામ ટેકનોલોજી નોનએક્સક્લૂઝિવ છે. શ્રી ચિત્રા ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા છે.

 

GP/DS


(Release ID: 1617993) Visitor Counter : 179