રસાયણ અને ખાતર મંત્રાલય

કોરોના વાયરસ મહામારી સામેની લડતના પ્રયાસોમાં ઈફકો મહત્વની ભૂમિકા બજાવીને સરકારને સહયોગ આપી રહ્યું છે -ગૌડા

પોસ્ટેડ ઓન: 24 APR 2020 6:12PM by PIB Ahmedabad

રસાયણ અને ખાતર વિભાગ હેઠળ કામ કરતી ખાતર ક્ષેત્રની અગ્રણી સહકારી સંસ્થા ઈફકો કોરોના વાયરસ મહામારી સામેની લડતના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા બજાવી સરકારને સહયોગ આપી રહ્યું છે અને રોગચાળાની અસર નિવારવામાં સહાય કરી રહ્યું છે.

 

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી વી સદાનંદગૌડાએ ઈફકોની કામગીરીની તથા તેણે આપેલા સહયોગની કદર કરી છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર અને સીઈઓ ડો. યુ.એસ અવસ્થીને લખેલા પત્રમાં શ્રીગૌડાએ જણાવ્યું છે કેકોરોના વાયરસ મહામારી ફેલાવાને કારણે દુનિયા ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને મહામારીની દુનિયાભરના લોકો ઉપર અને ખાસ કરીને ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના જીવન અને તેમની રોજી ઉપર ખૂબ માઠી અસર થઈ છે. રોગ સામે એકલા હાથે લડત આપી શકાય તેમ નથી. દેવડાએ જણાવ્યુ હતું કે હાલની સ્થિતિ આપણામાંના દરેક તરફથી એક અથવા બીજા સ્વરૂપે સંયુક્ત લડત માંગી લે છે.”

 

કેન્દ્રના મંત્રીશ્રીએ ઈફ્કોને તેના પીએમ કેર્સ ફંડમાં રૂ.25 કરોડના યોગદાન બદલ અભિનંદન આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કેમને અત્યંત આનંદ થયો છે અને હું ઈફ્કોના મેનેજીંગ ડિરેક્ટર, મેનેજમેન્ટ, કર્મચારીઓ અને શેર હોલ્ડરોનો નિઃસ્વાર્થ ભાવે સહાય કરવા બદલ આભાર માનું છું.”


ઈફ્કોના સીઈઓએ શ્રી ગૌડાના પ્રોત્સાહક શબ્દો બદલ આભાર માનતાં જણાવ્યું હતું કેકોરોના વાયરસ સામેની રાષ્ટ્રની લડતમાં ઈફ્કો રાષ્ટ્ર સાથે અડીખમ ઉભુ છે. અમે અમારી ઉત્તમ કામગીરી બજાવીને કોરોનાની ચેઈનને આગળ વધતી રોકી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રોગ સામે રક્ષણ પૂરૂ પાડવા માંગીએ છે.”

 

મંત્રાલયે જણાવ્યું છે કે ફર્ટિલાઈઝર કંપનીઓ ખેડૂત સમુદાયને આગામી ખરીફ સિઝનમાં ફર્ટિલાઈઝરનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહી છે.

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1617989) મુલાકાતી સંખ્યા : 371