કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ICAR અને DARE કામકાજની સમીક્ષા કરી


ઉન્નત ખેતી માટે ખેડૂતો સ્વપ્રેરિત થઇને જમીન સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવે – શ્રી તોમર

કરોડો ખેડૂતોના હિતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી પ્રચાર- પ્રસાર પર વિશેષ ભાર મૂક્યો

ખેતીમાં ખેડૂતોની ઉમદા પદ્ધતિઓનો તમામ લોકોને મહત્તમ લાભ મળવો જોઇએ

Posted On: 23 APR 2020 8:55PM by PIB Ahmedabad

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારતીય કૃષિ સંશોધન પરીષદ (ICAR) અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE)ની કામગીરીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. શ્રી તોમરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી જમીન સ્વાસ્થ્ય પરીક્ષણના પ્રચાર- પ્રસાર પર વિશેષ ભાર મૂક્યો હતો જેથી ખેડૂતો સ્વપ્રેરિત થઇને જમીન સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવે અને તેને અનુરૂપ ખાતરો તેમજ સુક્ષ્મ પોષક તત્વો વગેરેનો ઉપયોગ કરે. શ્રી તોમરે જણાવ્યું હતું કે, જે ખેડૂતો જાતે ખેતીની કેટલીક ઉમદા રીતો/ ઓજારો વગેરે બનાવે છે તેમના વ્યાપારિકરણનો પ્રયાસ કરવામાં આવે જેથી તમામ લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. ICAR અને DARE પણ પોતાના ઇનોવેશનનો વધુમાં વધુ પ્રચાર કરવો જોઇએ.

શ્રી તોમરે જણાવ્યું હતું કે, ICAR- KVK નેટવર્કના માધ્યમથી ખેડૂતો વચ્ચે ટેકનોલોજીની પહોંચ વધારવા માટેનું વ્યવસ્થાતંત્ર વધુ મજબૂત કરવું જોઇએ. તેમણે વિવિધ ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરીને, જળ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઊંડી શોધો કરવા, બટાકામાં પ્રસંસ્કરણ લાયક અને નિકાસલાયક પ્રજાતિઓના વિકાસ, કૃષિ સ્ટાર્ટઅપ અંગે સંમેલન કરવા અને તેને પ્રોત્સાહન આપવા પર તેમજ KVK- SHG મોડેલને પ્રોત્સાહન આપવાનો પણ આગ્રહ કર્યો હતો. દેશી ગાયોની દુધ આપવાની ક્ષમતા વધારવા માટે 8 પ્રજાતિમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેવી રીતે, ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કૃષિ પદ્ધતિઓમાં લગભગ 17 લાખ ખેડૂતોને તાલીમ આપવાની યોજના છે. કોવિડ-19ના કારણે ખેડૂતોમાં તણાવ રોકવા માટે સતત કામ ચાલી રહ્યું છે. 15 પ્રાદેશિક ભાષાઓમાં 5.48 કરોડથી વધુ ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. મહામારી સામે લડવા માટે આરોગ્ય સેતૂ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે અત્યાર સુધીમાં લગભગ 43 લાખ ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે.

ICAR અને DAREની સમીક્ષા દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની સાથે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા અને શ્રી કૈલાસ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં DARE અને ICARના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. DAREના સચિવ અને ICARના મહા નિદેશક ડૉ. ત્રિલોચન મહાપાત્રએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

 

GP/DS



(Release ID: 1617818) Visitor Counter : 182