પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત ‘ભારતને સૌના માટે સહિયારું પર્યટન સ્થળ બનાવીએ’ વિષય પર છઠ્ઠા વેબિનારનું આયોજન કર્યું


વેબિનારમાં ભારતમાં પહોંચી શકાય તેવા પર્યટનની અનંત સંભાવનાઓ સમાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું

Posted On: 23 APR 2020 12:44PM by PIB Ahmedabad

ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારાદેખો અપના દેશથીમ હેઠળ વેબિનાર શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. વેબિનારના આયોજનનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાં વિવિધ પર્યટનના સ્થળો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેનો પ્રચાર કરવાનો છેઆમાં ઓછા જાણીતા પર્યટન સ્થળો અને લોકપ્રિય સ્થળોના બહુ ઓછા જાણીતા પરિબળોને પણ સમાવી લેવામાં આવ્યા છે. વધુમાં, પહોંચપાત્ર પર્યટન જેવા ચોક્કસ વિષયો પર થીમેટિક વેબિનારનું પણ આયોજન કરવામાં આવે છે. 22 એપ્રિલ 2020ના રોજભારતને સૌના માટે સહિયારું પર્યટન સ્થળ બનાવીએવિષય પર શ્રેણીના છઠ્ઠા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દુનિયામાં 1700થી વધુ લોકોએ વેબિનારનું લાઇવ પ્રસારણ સાંભળ્યું હતું.

 

વેબિનારમાં ભારતમાં જ્યાં દિવ્યાંગ લોકોએ પ્રવાસ ખેડ્યો હોય એવા વિવિધ ગંતવ્ય સ્થળોનો પ્રવાસ હતો. પ્રાચીન નગરી વારાણસીમાં બોટમાં ઘાટના નજારાથી માંડીને ગુલમર્ગના રમણીય બરફીલા ઢોળાવો, અમૃતસરમાં હરમંદિર સાહિબ મંદિર (સુવર્ણ મંદિર)થી માંડીને ધરમશાલામાં દલાઇલામાના મઢ, રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા કિલ્લાથી માંડીને ઋષિકેશમાં રાફ્ટિંગનો રોમાન્ચ, કેરળમાં વળતા પાણીથી માંડીને કર્ણાટકમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો સહિત વિવિધ સ્થળો તેમાં આવરી લેવામાં આવ્યા હતા. મૂકબધીર દંપતી અથવા પ્રજ્ઞાચક્ષુ દંપતી હોય કે, પછી વ્હીલચેર પર જતા પ્રવાસી હોય, સમૂહમાં હોય કે પછી એકલા પ્રવાસીઓ હોય તેવા દુનિયાભરમાંથી સાંભળનારા લોકોએ તમામ પ્રવાસન સ્થળો સર કર્યા હતા. વેબિનારમાં ભારતમાં પહોંચી શકાય તેવા પર્યટન સ્થળોની અનંત સંભાવનાઓ હોવાનું બતાવવામાં આવ્યું હતું. ભારતમાં દિવ્યાંગ લોકો માટે અલગ અલગ સ્થળે ઉપલબ્ધ સુવિધાઓ અને પર્યટનનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર પણ વેબિનારમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

 

આના પગલે, અહીં નોંધનીય છે કે, 2017થી અમલમાં આવેલો ભારતનોદિવ્યાંગ લોકોના અધિકાર અધિનિયમ (RPWD) 2016” ‘ભારતને સૌના માટે સહિયારું પર્યટન સ્થળ બનાવવાની દિશામાં ખૂબ મોટું પગલું છે. કાયદામાં વિકલાંગતાના પ્રકારો 7થી વધારીને 21 કરવામાં આવ્યા છે તે ઉપરાંત દિવ્યાંગ લોકોને તેમના સશક્તિકરણ અને સંતોષકારક રીતે સમાજમાં ખરા અર્થમાં તેમના સમાવેશ માટે અસરકારક વ્યવસ્થાતંત્ર આપીને તેમના અધિકારો અને હકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

 

વેબિનારનું સંચાલન પ્લેનેટ અબ્લેડ નામના સંગઠનના સ્થાપ નેહા અરોરાએ કર્યું હતું. સંગઠન વિવિધ વિકલાંગતા ધરાવતા લોકોને પહોંચી શકાય તેવા અને સહિયારા પર્યટન ઉકેલો પૂરા પાડે છે. તેમને સાંકેતિક ભાષાના નિષ્ણાતે પ્રક્રિયા દરમિયાન મૂકબધીર સહભાગીઓની ભાષા સમજવામાં મદદ કરી હતી.

 

GP/DS



(Release ID: 1617476) Visitor Counter : 154