વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે

Posted On: 23 APR 2020 2:33PM by PIB Ahmedabad

મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી) વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે.

યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉપયોગ થઈ શકે એવી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં રસાયણશાસ્ત્ર, કેમિકલ એન્જિનીયરિંગ, બાયોટેકનોલોજી, મોલીક્યુલર બાયોલોજી, ન્યૂટ્રિશન, નેનોટેકનોલોજી સહિત સંશોધન પૃષ્ઠભૂમિની વિવિધ રેન્જના વૈજ્ઞાનિકો સામેલ છે.

જ્યારે નિવારણાત્મક પ્લેટફોર્મ અંતર્ગત સંસ્થાએ એન્ટિવાયરસ કોટિંગ સામગ્રીઓ વિકસાવવા માટે નવી ધાતુ નેનોકોમ્પ્લેક્સમાંથી ઉતરી આવેલા લિગ્નિન પર કામ કરવાની તથા રોઝ ઓક્સાઇડથી ભરપૂર સાઇટ્રોનેલ્લા ઓઇલ, કાર્બોપોલ અને ટ્રાયઇથેનોલામાઇન ફોર્મ્યુલેટેડ આલ્કોહોલિક સેનેટાઇઝર પર કામ કરવાની યોજના બનાવી છે, ત્યારે ઉપચાર પ્લેટફોર્મ હેઠળ પ્રયાસ પોલીફાઇરોલિક ફોટોસેન્સિટાઇઝર્સ અને એન્ટિવાયરલ ફોટોડાયનેમિક માટે તેમના નેનોફોર્મ્યુલેશન્સ, ઇમ્મ્યૂનોમોડ્યુલેટરીના માઇક્રોબાયલ ઉત્પાદન તથા એન્ટિવાયરલ ફ્રુક્ટાન બાયોમોલીક્યુલ્સ પર કેન્દ્રિત હશે તેમજ કોરોના ઇન્ફેક્શન વગેરેમાં છાતીમાં મૂંઝવણની પીડાને હળવી કરવા નસલ સ્પ્રે કિટના વાણિજ્યિક ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

દવા સંશોધન પ્લેટફોર્મ હેઠળ ક્રમશઃ સંશોધન કામગીરીને SARS-CoV-2 આક્રમણને નિવારવા માટે ફળફળાદિની છાલ અને બીજમાંથી ઉપચારલક્ષી અને દવાના ઉપયોગી ઘટકો તરીકે અલગ કરવા માટે તેમજ ACE 2 પ્રોટિન ઇન્હિબિટર તરીકે કુદરતી લસણનો આવશ્યક તેલ તરીકે ઉપયોગ કરવા માટે થશે.

ઉપરાંત અભ્યાસો એન્ટિવાયરલ ડ્રગ ડિલિવરી માટે સંભવિતતા ધરાવતા લિગ્નિન ડિરાઇવ્ડ નેનોકેરિયર્સ (એલએનસી)ના વિકાસ માટે હાથ ધરવામાં આવશે તથા કર્ક્યુમિન ફોર્ટિફાઇડ વ્હી પ્રોટિનનો ન્યૂટ્રાસ્યુટિકલ તરીકે ઉપયોગ થશે.

સંશોધકો બાયોકોમ્પેટિબલ, ઓછો ખર્ચ ધરાવતા અને વ્યાપક ઉત્પાદન કરી શકાય એવા ઉત્પાદનો રજૂ કરવા પ્રયાસો કરશે તેમજ માટે મહિનાથી એક વર્ષનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવશે. અભ્યાસો રસાયણ ઉદ્યોગો અને બીએસએલ-3 સુવિધા ધરાવતી અન્ય સરકારી પ્રયોગશાળાઓ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવશે.

 

 

GP/DS



(Release ID: 1617463) Visitor Counter : 247