ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની પૂર્વસંધ્યાએ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુનો સંદેશ

Posted On: 21 APR 2020 6:17PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસના પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુના સંદેશનો મૂળ પાઠ નીચે મુજબ છેઃ

 “જ્યારે સંપૂર્ણ માનવજાત કોવિડ-19 રોગચાળાને કારણે સ્વાસ્થ્ય સાથે સંબંધિત અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની 50મી જયંતિની ઉજવણી કરી રહ્યાં છીએ. એનાથી દુનિયાની ઇકોલોજી (પારિસ્થિતિક) પર ચોંકી જવાય એવી કેટલીક હકીકતો પણ સામે આવી છે. લોકડાઉનથી દુનિયા લગભગ થંભી ગઈ છે, પ્રદૂષણના સ્તરમાં જબરદસ્ત ઘટાડો થયો છે અને હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, જેનાથી આપણને સમજાયું છે કે, કેટલી હદે માનવજાતે પારિસ્થિતિક સંતુલનમાં વિક્ષેપ ઊભો કર્યો છે.

અત્યારે તમામ નાગરિકોએ હરિયાળી અને સ્વચ્છ પૃથ્વીનું નિર્માણ કરવા તમામ નાગરિકોએ સહિયારી પહેલ કરવાની જરૂર છે. પર્યાવરણની સુરક્ષા કરવી તમામ નાગરિકોની પવિત્ર ફરજ છે. ચાલો આપણે ધરતી માતાની સમૃદ્ધિને સર્વોચ્ચ મહત્ત્વ આપીએ, વિકાસના મોડલને પર્યાવરણને અભિમુખ બનાવીએ અને ઉપભોક્તાલક્ષી જીવનશૈલીનો ત્યાગ કરીએ.

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ પર હું લોકોને પર્યાવરણનું રક્ષણ કરવા સક્રિય પ્રદાન કરવા અપીલ કરું છું, જેથી પૃથ્વી, લોકો અને તમામ સજીવો સાંમજસ્યપૂર્ણ સહઅસ્તિત્વનું નેતૃત્વ કરવા માટે સક્ષમ બને.

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ 2020નો વિષય ક્લાઇમેટ એક્શન એટલે કે આબોહવામાં સકારાત્મક પરિવર્તન કરવા માટેની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આપણે આપણી અગાઉની ભૂલોમાંથી શીખવું પડશે તથા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સંતુલિત સહઅસ્તિત્વના મહત્ત્વને સમજવું પડશે. આપણે એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં જીવીએ છીએ તથા વિકાસ અને આધુનિકીકરણ માટેની લાલસામાં પર્યાવરણને ડગલે ને પગલે નુકસાન થાય એવી કામગીરી ચલાવી શકીએ, કારણ કે દરેક કામગીરી પર્યાવરણ પર અસર કરે છે. અહીં ઉલ્લેખ કરવો ઉચિત છે કે, આપણી ચિકિત્સાની પ્રાચીન વ્યવસ્થા આયુર્વેદ પંચતત્ત્વો એટલ કે પંચમહાભૂતપૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ વિશે જણાવે છે તથા સંપૂર્ણ સ્તરે અને સૂક્ષ્મ એમ બંને સ્તરે તેમની સંવાદિતા માટેની જરૂરિયાત પર ભાર મૂકે છે.

ભવિષ્ય વિવિધ ક્ષેત્રોમાં આબોહવાને અનુકૂળ નીતિઓ અપાવીને ટકાઉ પૃથ્વીનું નિર્માણ કરવામાં રહેલું છે.

યુએનડીપી (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ)ના જણાવ્યા મુજબ, 1990ના દાયકાની સરખામણીમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન 50 ટકાથી વધારે થાય છે. યુએનડીપીએ એવો ઉલ્લેખ પણ કર્યો છે કે, આબોહવાને અનુકૂળ કામગીરી કરવાથી વર્ષ 2030 સુધીમાં 26 ટ્રિલિયન અમેરિકન ડોલરનાં મૂલ્યના લાભ થઈ શકશે. સ્થાયી ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને એકલા ઊર્જા ક્ષેત્રમાં વર્ષ 2030 સુધીમાં 18 મિલિયનથી વધારે રોજગારીનું સર્જન થઈ શકશે.

રોગચાળાને પગલે આપણે અભૂતપૂર્વ વિક્ષેપ જોઈ રહ્યાં છીએ. ચાલો આપણે વિચાર કરીએ કે આપણે આપણા વિકાસનાં મોડલ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. ચાલો આપણે આપણા વિકાસ અને આર્થિક વ્યૂહરચનાઓ પર પુનર્વિચાર કરીએ અને એના પર ફરી ધ્યાન કેન્દ્રીત કરીએ. આપણે ભૂતકાળમાંથી અને વર્તમાનની મુશ્કેલીઓમાંથી યોગ્ય બોધપાઠો લઈને વધારે સ્થાયી ભવિષ્યનું નિર્માણ કરવું પડશે.

કારખાના, ઉદ્યોગો બંધ થવાથી, ફ્લાઇટોની ઉડાન રદ થવાથી અને માર્ગો પર ઓછી સંખ્યામાં વાહનો દોડવાથી હવાના પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અહેવાલ મુજબ, વિશ્વમાં હવાના પ્રદૂષણથી દર વર્ષે સાત મિલિયન (70 લાખ) લોકોનું મૃત્યુ થાય છે. એટલે અત્યારે નવીનીકરણ ઊર્જા, ગ્રીન બિલ્ડિંગની વિભાવના, સ્વચ્છ ટેકનોલોજીઓ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ તરફ વધુને વધુ વળવાની જરૂર છે.

લોકડાઉન પછી આપણે વારંવાર સાંભળીએ છીએ કે, પૃથ્વીએ પોતાનો ઉપચારો પોતાની રીતે કરી લીધો છે. વાત સાવ સાચી છે. ગંગાથી લઈને કાવેરી સુધી ભારતની વિવિધ નદીઓમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને કેટલાંક સ્થાનોમાં ગંગાનું પાણીનું  શુદ્ધ થઈ ગયું છે, જ્યાં અગાઉ પાણી સ્નાન કરવા માટેથી લઈને પીવા સુધી યોગ્ય નહોતું.

પાયાના સ્તરે સમુદાયોએ મોટા પાયે વૃક્ષારોપાણ કરવા જેવા પ્રોજેક્ટ હાથ ધરવા પડશે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા સંસાધનાના ઉપયોગમાં ઘટાડો, એનો પુનઃઉપયોગ અને એનું રિસાઇકલિંગના મંત્રને અપનાવવો પડશે. એક સમાજ તરીકે આપણે જીવનની વધારે ટકાઉ રીત અપનાવવા વળવાની જરૂર છે. આપણે ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રકૃતિનું સંરક્ષણ કરવાની અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

 

 

GP/DS



(Release ID: 1616877) Visitor Counter : 206