પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19ના યુગમાં જીવન

Posted On: 19 APR 2020 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લિન્ક્ડઇન પર યુવાનો અને વ્યાવસાયિકોને રસ પડે એવા વિચારો અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી.

લિન્ક્ડઇન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારોનો મૂળ પાઠ નીચે મુજબ છે.

 “ચાલુ સદીની ત્રીજા દાયકાના શરૂઆત ચઢાવઉતાર સાથે થઈ છે. શરૂઆત જટિલ છે. કોવિડ-19 એની સાથે અનેક પરિવર્તનો કે વિક્ષેપો લઈને આવ્યો છે. કોરોનાવાયરસે વ્યાવસાયિક જીવનના પાસાઓમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. અત્યારે ઘર નવી ઓફિસ બની ગયું છે. ઇન્ટરનેટ નવી મીટિંગ રૂમ બની ગયું છે. સાથીદારો સાથે ઓફિસમાં બ્રેક લેવો કામચલાઉ ધોરણે ઇતિહાસ બની ગયો છે.

મેં પણ પરિવર્તનોનો સ્વીકાર કર્યો છે. મોટા ભાગની બેઠકોમાં, સાથી મંત્રીઓ સાથે હોય, અધિકારીઓ સાથે હોય અને દુનિયાના નેતાઓ સાથે હોય, અત્યારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે થાય છે. વિવિધ ભાગીદારો પાસેથી વાસ્તવિક પ્રતિભાવો મેળવવા સમાજનાં કેટલાંક વર્ગો સાથે વીડિયો કોન્ફરન્સ મીટિંગો થાય છે. બિનસરકારી સંસ્થાઓ, નાગરિક સમાજનાં જૂથો અને સામુદાયિક સંસ્થાઓ સાથે વિસ્તૃત આદાનપ્રદાન થયું હતું. રેડિયો જોકીઓ સાથે પણ ચર્ચા થઈ હતી.

ઉપરાંત હું દરરોજ અનેક ફોન કોલ કરું છું, સમાજનાં વિવિધ વર્ગો પાસેથી પ્રતિભાવ મેળવું છું.

તમે જુઓ છે કે, હાલની કટોકટીનાં સમયમાં પોતાનું કાર્ય ચાલુ રાખવા લોકોએ નવીનવી રીતો શોધી છે. આપણા ફિલ્મ સિતારાઓએ ઘરે રહેવાનો પ્રસ્તુત સંદેશ આપવા માટે થોડા રચનાત્મક વીડિયો બનાવ્યાં છે. આપણા ગાયકો ઓનલાઇન કોન્સર્ટ કરી રહ્યાં છે. ચેસના ખેલાડીઓ ડિજિટલ માધ્યમો થકી ચેસ રમી રહ્યાં છે અને એના દ્વારા કોવિડ-19 સામે લડવામાં પ્રદાન કરી રહ્યાં છે. ઇનોવેટિવ લાગે છે!

કાર્યસ્થળમાં ડિજિટલ માધ્યમોની પ્રાધાન્યતા વધી ગઈ છે. અને શા માટે નહીં?

છેવટે ટેકનોલોજીનું સૌથી પરિવર્તન કરતું પાસું ગરીબોનાં જીવનને સ્પર્શી ગયું છે. ટેકનોલોજી છે, જેણે અમલદારીશાહીમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે, વચેટિયાઓને દૂર કર્યા છે અને કલ્યાણકારક પગલાઓનો વેગ આપ્યો છે.

ચાલો હું તમને એક ઉદાહરણ આપું. જ્યારે અમને વર્ષ 2014માં જનસેવા કરવાની તક મળી હતી, ત્યારે અમે ભારતીયોને, ખાસ કરીને ગરીબોને તેમના જન ધન ખાતા, આધાર અને મોબાઇલ નંબર સાથે જોડવાની શરૂઆત કરી હતી.

સરળ જોડાણથી ભ્રષ્ટાચાર અટકવાની સાથે સરકારને એક બટન ક્લિક કરીને નાણાં હસ્તાંતરિત કરવા સક્ષમ બનાવી છે. એક બટનનાં ક્લિક સાથે ફાઇલ પર એકથી વધારે સ્તર દૂર થયા છે અને અઠવાડિયાઓનો વિલંબ દૂર કર્યો છે.

ભારત કદાચ દુનિયામાં પ્રકારની સૌથી મોટી માળખાગત સુવિધા ધરાવે છે. માળખાગત સુવિધાથી આપણને ગરીબો અને જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાણાં સીધા અને તાત્કાલિક જમા કરવામાં મદદ મળી છે, કોવિડ-19 સ્થિતિ દરમિયાન કરોડો પરિવારોને ફાયદો થયો છે.

એનો અન્ય એક લાભ શિક્ષણ ક્ષેત્રને મળ્યો છે. ક્ષેત્રમાં ઘણા ઉત્કૃષ્ટ વ્યાવસાયિકો ઇનોવેશન કરી રહ્યાં છે. ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી એમને અનેક લાભ થયા છે. ભારત સરકારે દિક્ષા પોર્ટલ જેવા પ્રયાસો પણ હાથ ધર્યા છે, જે શિક્ષકોને મદદરૂપ થાય છે અને -લર્નિંગને પ્રોત્સાહન આપે છે.

વળી સ્વયંમ છે, જેનો ઉદ્દેશ શિક્ષણની સુલભતા, સમાનતા અને ગુણવત્તામાં વધારો કરવાનો છે. ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ -પાઠશાલા વિવિધ -બુક અને પ્રકારની શૈક્ષણિક સામગ્રીની સુલભતાને સક્ષમ બનાવે છે.

અત્યારે દુનિયા નવા બિઝનેસ મોડલ અપનાવી રહી છે.

પોતાના નવીન ઉત્સાહ માટે યુવાન રાષ્ટ્ર તરીકે પ્રસિદ્ધ ભારત નવી કાર્યશૈલી પ્રદાન કરવામાં નેતૃત્વ લઈ શકે છે.

હું નીચેની ખાસિયતો કે સ્વરો નવી બિઝનેસ અને કાર્યશૈલીને નવેસરથી પરિભાષિત કરશે એવું માનું છું.

હું એમને સ્વરોનવા નિયમોનો સ્વરઅંગ્રેજી ભાષામાં સ્વરો જેવા હોવાથીકહું છું, કોવિડ પછીની દુનિયામાં કોઈ પણ બિઝનેસ મોડલના આવશ્યક ઘટકો બની જશે.

ઉપલબ્ધતા:

અત્યારે એવા વ્યવસાય અને જીવનશૈલીની પદ્ધતિઓનો વિચાર કરવાની જરૂર છે, જે સ્વીકારવામાં સરળ હોય.

એની પાછળનો આશય કટોકટીના સમયમાં પણ આપણી ઓફિસો, વ્યવસાયો અને વેપારવાણિજ્યને ઝડપથી જાળવી રાખી શકાય એવો છે અને સાથે સાથે જાનહાનિ પણ થવી જોઈએ સુનિશ્ચિત કરવું પડશે.

ડિજિટલ પેમેન્ટનો સ્વીકાર કરવો સ્વીકાર્યતાનું ઉત્તમ ઉદાહરણ છે. નાની અને મોટી દુકાનોના માલિકોએ ડિજિટલ માધ્યમોમાં રોકાણ કરવું જોઈએ, જે વેપારવાણિજ્યને જોડી રાખે, ખાસ કરીને કટોકટીનાં સમયમાં. ભારતમાં ડિજિટલ વ્યવહારોમાં પ્રોત્સાહનજનક વધારો જોવા મળે છે.

અન્ય એક ઉદાહરણ ટેલીમેડિસિન છે. આપણે ક્લિનિક કે હોસ્પિટલમાં ગયા વિના કેટલીક ચર્ચાવિચારણા કરી રહ્યાં છીએ. એક વાર ફરી યાદ અપાવું, સકારાત્મક નિશાની છે. આખી દુનિયામાં ટેલીમેડિસિનનો વ્યાપ વધારવામાં મદદરૂપ થાય એવા બિઝનેસ મોડલનો વિચાર કરી શકીએ?

કાર્યદક્ષતા:

કદાચ અત્યારે એવો સમય છે, જેમાં આપણે જેને કાર્યદક્ષતા કહીએ છીએ એના પર નવેસરથી વિચાર કરીએ. કાર્યદક્ષતા કે કાર્યક્ષમતાનો સંબંધ આપણે ઓફિસમાં કેટલો સમય પસાર કરી શકીએ એની સાથે નથી.

આપણે એવા મોડલનો વિચાર કરવો જોઈએ, જેમાં પ્રયાસો કરતાં ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધારે મળે. એટલે ચોક્કસ સમયમર્યાદામાં સંપૂર્ણ કામગીરી પર ભાર મૂકવો પડશે.

સર્વસમાવેશકતા:

ચાલો આપણે એવું બિઝનેસ મોડલ વિકસાવીએ, જેમાં આપણી પૃથ્વી પર સૌથી વધુ વંચિત સમુદાય ગરીબો માટેની કાળજી સંકળાયેલી હોય.

આપણે આબોહવામાં પરિવર્તનનો સામનો કરવામાં મોટી પ્રગતિ કરીએ. ધરતી માતાએ આપણને એની ભવ્યતા દર્શાવી છે, જ્યારે માનવીય પ્રવૃત્તિ ધીમી પડે છે, ત્યારે ધરતી માતા કેટલી ઝડપથી ફૂલીફાલી શકે છે દર્શાવ્યું છે. ભવિષ્યમાં વિકસતી ટેકનોલોજીઓ અને અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ બાબત છે, જેનાથી આપણી પૃથ્વીને નુકસાનકારક અસરમાં ઘટાડો થશે. ઓછા સંસાધનો સાથે વધારે કામગીરી કરો.

કોવિડ-19 ઓછા ખર્ચ અને વ્યાપક રીતે આરોગ્યલક્ષી સોલ્યુશનો પર કામ કરવાની જરૂરિયાતને સૂચવી છે. આપણે સ્વાસ્થ્ય અને માનવજાતની સુખાકારીને સુનિશ્ચિત કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો માટે માર્ગદર્શક બની શકીએ.

આપણે એવા ઇનોવેશનમાં રોકાણ કરવું જોઈએ, જેથી આપણા ખેડૂતોને માહિતી, મશીનરી અને બજારો સુલભ થાય, પછી ભલે સ્થિતિસંજોગો ગમે એવા હોય. એમાં આપણા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સુલભ થવી જોઈએ.

તક:

દરેક પડકાર એક તક લઈને આવી છે. કોવિડ-19 પણ એનાથી અલગ નથી. ચાલો આપણે હવે વિકસશે એવી નવી તકો/વૃદ્ધિનાં ક્ષેત્રોનો વિચાર કરીએ અને એનું મૂલ્યાંકન કરીએ.

હરિફો જેટલી ક્ષમતા હાંસલ કરવાનો વિચાર કરવાને બદલે ભારતે કોવિડ પછીની દુનિયામાં આગળ રહેવું પડશે. ચાલો આપણે વિચારીએ કે આપણા લોકો, આપણી કુશળતાઓ, આપણી મુખ્ય ક્ષમતાઓ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકશે.

સર્વહિતવાદ:

કોવિડ-19 હુમલો કરતા અગાઉ જાતિ, વંશ, ધર્મ, રંગ, જ્ઞાતિ, ભાષા કે સરહદ જોતો નથી. ત્યારબાદ આપણી પ્રતિક્રિયા અને આચરણને એકતા અને ભાઈચાર માટે પ્રધાનતા આપવી જોઈએ. આપણે એમા એકસાથે છીએ.

ઇતિહાસની અગાઉની ક્ષણોમાં દેશો કે સમાજો એકબીજાની આમનેસામને હતા. એનાથી વિપરીત અત્યારે બધા એકસાથે એકસમાન પડકારનો સામનો કરી રહ્યાં છીએ. આપણું ભવિષ્ય આપણી એકતામાં અને એકબીજાની સ્વીકાર્યક્ષમતાનું હશે.

ભારતમાંથી આગામી મોટા વિચારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાસંગિકતા અને ઉપયોગ કરવા માટેની ઉચિતતા પ્રાપ્ત થવી જોઈએ. વિચારોમાં ભારતની સાથે સંપૂર્ણ માનવજાત માટે સકારાત્મક પરિવર્તન કરવાની ક્ષમતા હોવી જોઈએ.

અગાઉ લોજિસ્ટિક્સને ભૌતિક માળખાની દ્રષ્ટિએ જોવામાં આવતું હતુંરોડ, વેરહાઉસ, પોર્ટ. પણ અત્યારે લોજિસ્ટિક્સ નિષ્ણાતો તેમના પોતાનાં ઘરોમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરની પુરવઠા સાંકળને નિયંત્રિત કરી શકે છે.

ભૌતિક અને વર્ચ્યુઅલ લોજિસ્ટિક્સના સુભગ સમન્વય સાથે ભારત જટિલ આધુનિક બહુરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનું આંતરરાષ્ટ્રીય હાર્દ બની શકે છે, ખાસ કરીને કોવિડ-19 પછીની દુનિયામાં. ચાલો આપણે કટોકટી કે પડકારને સફળતાપૂર્વક ઝીલી લઈએ અને તકને ઝડપી લઈએ.

હું તમને બધાને વિશે વિચારવા અને એમાં પ્રદાન કરવા અપીલ કરું છું.

BYOD (બ્રિંગ-યોગ-ઑન-ડિવાઇઝ)થી WFH (વર્ક-ફ્રોમ-હોમ)માં વ્યાવસાયિક અને અંગત જીવનને સંતુલન કરવાનાં નવા પડકારો છે. કોઈ પણ સ્થિતિ હોય, ફિટનેસ અને કસરત માટે સમય ફાળવો. શારીરિક અને માનસિક સુખાકારીને સુધારવાના માધ્યમ તરીકે યોગને અજમાવો.

ભારતની પરંપરાગત ચિકિત્સા વ્યવસ્થા શરીરને ફિટ જાળવવામાં મદદરૂપ થવા માટે જાણીતી છે. આયુષ મંત્રાલય એક આચારસંહિતા ધરાવે છે, જે સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થશે. એના પર પણ એક નજર નાંખો.

છેલ્લે અને મહત્ત્વપૂર્ણ બાબત, કૃપા કરીને આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરો. ભવિષ્યલક્ષી એપ છે, જે કોવિડ-19ના સંભવિત પ્રસારને નિયંત્રણમાં લેવા મદદરૂપ થવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એપ જેટલી વધારે ડાઉનલોડ થશે, એટલી અસરકારકતા વધશે.

તમારા પ્રતિભાવો મેળવવાની રાહ જોઈશે.

 

GP/DS


(Release ID: 1616185) Visitor Counter : 422