સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ઉનામાં કેન્સરથી પીડિત બાળકીને ભારતીય પોસ્ટ દ્વારા તાત્કાલિક દવાઓ પહોંચાડવામાં આવી

Posted On: 19 APR 2020 6:16PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના ઉનામાં કેન્સરથી પીડિત 8 વર્ષની બાળકીને ભારતીય પોસ્ટ દ્વારા તાત્કાલિક દવાઓ પહોંચાડવામાં આવી છે. ઉનામાં તેની ઘણી નિયમિત દવાઓ ખરીદવી શક્ય નહોતી અને તેને દવાઓ દિલ્હીથી કુરિયરમાં મેળવવી જરૂરી હતી. માટે શાલીની નામની બાળકીના પરિવારે દિલ્હીમાં રહેતા તેમના એક મિત્રનો સંપર્ક કર્યો અને દિલ્હીમાંથી દવાઓ ખરીદીને ઉના પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી. લૉકડાઉનના કારણે માલસામાનની હેરફેરમાં આવેલા અવરોધોના કારણે, તેમના પારિવારિક મિત્રએ કેન્દ્રીય સંદેશાવ્યવહાર, કાયદો અને ન્યાય તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદને અંગે મદદ માટે વિનંતી કરી હતી.

કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે તાજેતરમાં અચાનક લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હોવાથી, શાલીનીનો દવાનો જથ્થો ખતમ થઇ રહ્યો હતો અને તેની પાસે માત્ર 19 એપ્રિલ 2020 સુધીની દવાઓ રહી હતી.

કેન્દ્રીય મંત્રી રવિ પ્રસાદે, તાત્કાલિક ભારતીય પોસ્ટનો સંપર્ક કરીને તેમને શક્ય હોય તેવી તમામ લોજિસ્ટિકલ મદદ કરવાના નિર્દેશો આપ્યા હતા જેથી 19 એપ્રિલ પહેલાં ઉનામાં શાલીનીને દવા પહોંચી શકે. ભારતીય પોસ્ટના દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ સર્કલ દ્વારા એકબીજા સાથે ખુબ સારી રીતે સંકલિત પ્રયાસો કરીને સમયસર દવા પહોંચાડવામાં આવી હતી. લૉકડાઉનના કારણે અવરોધો હોવાથી, ભારતીય પોસ્ટના પંજાબ સર્કલ દ્વારા પોસ્ટલ વાનની મદદથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જે સીધી ઉના શાલીનીના ઘરે પહોંચી હતી અને 19 એપ્રિલ 2020ના રોજ સવારમાં તેને દવાની ડિલિવરી કરી હતી.

ભારતીય પોસ્ટનો પોસ્ટમેન 19 એપ્રિલ 2020ના રોજ બપોરે 12 વાગ્યા પહેલાં શાલીનીના ઘરે પહોંચ્યો હતો અને દવાઓની ડિલિવરી કરી હતી. શાલીનીના માતાએ પોતાના ઘરે દવાઓ મેળવી હતી અને તેમની પુત્રીને બચાવવા માટે ભારતીય પોસ્ટે કરેલા પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દવાઓની ડિલિવરી સમયસર થઇ હોવાનું જાણ્યા પછી, સંદેશાવ્યવહાર મંત્રીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી કે, ભારતીય પોસ્ટ સૌથી જરૂરિયાતના સમયે પોતાના લોકોની મદદ માટે તેમની અપેક્ષાઓમાં ખરું સાબિત થયું છે. તેમણે શાલીનીના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મંત્રી રવિ શંકર પ્રસાદે દવાઓ, કોવિડ-19 સંબંધિત સામાન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સમયસર ડિલિવરી માટે પોસ્ટ વિભાગને નિર્દેશો આપ્યા છે.

 

 

 

GP/DS



(Release ID: 1616180) Visitor Counter : 256