રેલવે મંત્રાલય

કોવિડ-19 લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ નવીન વિચારો પ્રસ્તુત કર્યા અને ખાદ્યાન્નનું રેકોર્ડ સીમાચિહ્નરૂપ પરિવહન કર્યું


ઉત્તરમાં અન્નપૂર્ણા ટ્રેનો અને દક્ષિણમાંથી જય કિસાન સ્પેશ્યલ ટ્રેનોએ લાંબા અંતરની અતિ ભારે ઝડપી સ્પેશ્યલ ફ્રેઇટ ટ્રેનો શરૂ કરી

લગભગ 5000 ટન અને 80થી વધારે રેક ધરાવતી લોંગ હોલ લોડેડ ખાદ્યાન્ન ટ્રેનો દેશને જોડવા ઝડપથી દોડે છે

જ્યારે ચાલુ વર્ષે 1 એપ્રિલથી 16 એપ્રિલ વચ્ચે 3.2 મિલિયન ટનથી વધારે ખાદ્યાન્નનું વહન થયું હતું, ત્યારે ગયા વર્ષનાં સમાન ગાળામાં 1.29 મિલિયન ટનનું વહન થયું હતું

Posted On: 17 APR 2020 6:25PM by PIB Ahmedabad

ત્યારે ગયા વર્ષનાં સમાન ગાળામાં 1.29 મિલિયન ટનનું વહન થયું હતું

ભારતીય રેલવેએ કોવિડ-19ના કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનને સુનિશ્ચિત કરવા એના પ્રયાસમાં સરકારનાં પડકારને અસરકારક રીતે ઝીલવા માટે અને દેશમાં કોરોના વાયરસની નુકસાનકારક અસરને ઓછી કરવા એની ફ્રેઇટ સેવાઓ દ્વારા ખાદ્યાન્ન જેવી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાનું ચાલુ  રાખ્યું છે.

કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરવા વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે કે, આવશ્યક કે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની સાંકળ જળવાઈ રહે. ઉપરાંત સુનિશ્ચિત થાય કે કૃષિ ઉત્પાદનનું પરિવહન રાજ્યની અંદર અને દેશનાં વિવિધ રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારનાં અવરોધ વિના થાય. ચાલુ વર્ષે 1 એપ્રિલથી શરૂ કરીને 16 એપ્રિલ વચ્ચે 3.2 એમટી ખાદ્યાન્નનું વહન થયું છે, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 1.29 એમટી ખાદ્યાન્નનું પરિવહન થયું હતું.

વધારે ઝડપથી વધારે જથ્થાની ડિલિવરી સુનિશ્ચિત કરવા ભારતીય રેલવેએ એકસાથે બે ફ્રેઇટ ટ્રેનને જોડીને નવીન કામગીરી કરી છે. પ્રકારની સફળતા અને નવીનતા ઉત્તર રેલવે અને દક્ષિણ મધ્ય રેલવેએ મેળવી છે.

ઉત્તર રેલવેએ 5000 ટન લોંગ લીડ લોંગ હોલ લોડેડ ખાદ્યાન્ન ટ્રેન ઊભી કરી છે. પ્રકારની 25 અન્નપૂર્ણા ટ્રેનો ઊભી કરવામાં આવી છે, જેને 16.04.2020 સુધી ઉત્તર રેલવે દ્વારા દોડાવવામાં આવી છે. ટ્રેનો અસમ, બિહાર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મિઝોરમ જેવા રાજ્યોને આવરી લે છે. લોંગ લીડ લોંગ હોલ અનાજની ટ્રેનો એનએફઆરમાં ન્યૂ બોંગાઈગાંવ (એનબીક્યુ)માં ગઈ છે.

ઉત્તર રેલવેની જેમ પ્રયાસના ભાગરૂપે હવે ભારતીય રેલવેના દક્ષિણ મધ્ય ઝોને પણ જય કિસાન ફ્રેઇટ ટ્રેન દોડાવવાની વિશિષ્ટ વિભાવના રજૂ કરી છે, જેથી દેશનાં વિવિધ વિસ્તારોમાં ખાદ્યાન્નની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત થઈ શકે.

વિભાવના અંતર્ગત બે જુદાં જુદાં મૂળ સ્ટેશનોથી લોડેડ બે ફ્રેઇટ ટ્રેનને નજીકનાં જંક્શન પોઇન્ટ પર જોડી દેવામાં આવે છે અને પેસેન્જર ટ્રેનો દોડતી હોવાથી ઉપલબ્ધ માર્ગનો લાભ લઈને ડેસ્ટિનેશન સ્ટેશનોનાં સામાન્ય જંક્શન પોઇન્ટ સુધી સિંગલ ટ્રેન તરીકે આગળ વધે છે.

સામાન્ય સ્થિતિસંજોગોમાં એક ફ્રેઇટ ટ્રેન આશરે 2600 ટન ખાદ્યાન્નનું વહન કરવાની સાથે લોડેડ 42 કવર્ડ વેગન્સ ધરાવે છે. પણ 5200 ટનની ખાદ્યાન્નની ક્ષમતા સાથે 42 + 42 = 84 કવર્ડ વેગન્સ ધરાવતી બે ફ્રેઇટ ટ્રેનને એક માર્ગ પર એકબીજાને જોડીને દોડાવવાની વિભાવના નવી છે, જે એક દિશામાં દોડશે. એનાથી તેમના સંબંધિત મુકામ સુધી પહોંચાડવાના ફ્રેઇટ ટ્રેનોનો સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.

ઝોને બે જય કિસાન સ્પેશ્યલ ફ્રેઇટ ટ્રેનોની વિભાવના શરૂ કરી છે. પ્રથમ ટ્રેન દક્ષિણ મધ્ય રેલવે પર તેલંગાણામાં દોર્નાકલ જંક્શનથી દક્ષિણ રેલવે (સેવુરુ અને ચેટ્ટિનાદ) ગઈ હતી, જેમાં દોર્નાકલ જંક્શન પર બે ખાદ્યાન્ન ટ્રેનોને જોડવામાં આવી હતી. રીતે બીજી જય કિસાન સ્પેશ્યલ ટ્રેનને તેલંગાણામાં દોર્નાકલ જંક્શન પર ભેગી કરવામાં આવી હતી અને દક્ષિણ રેલવે (દિંડિગલ અને મુદિયાપક્કમ) સુધી દોડાવવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ બાબત છે કે, ટ્રેનોએ 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી, જેથી આવશ્યક ચીજવસ્તુઓના ઝડપી પરિવહનનો ઉદ્દેશ પાર પડ્યો હતો.

લોકડાઉનને કારણે કામ કરવાનાં મુશ્કેલ સ્થિતિસંજોગોના કારણે પુરવઠાની સાંકળની સાતત્યતા જાળવી રાખવી વિકટ હતી. જિલ્લા સ્તરે ડીએમ/એસપી સાથે, રાજ્ય સ્તરે સ્ટેટ કોઓર્ડિનેટિંગ અધિકારીઓ અને સર્વોચ્ચ સ્તરે ગૃહ મંત્રાલય સાથે ટર્મિનલ રીલિઝ/લેબર ઉપલબ્ધતા માટે સતત સંકલન સ્થાપિત કરીને ભારતીય રેલવેના અધિકારીઓ કામ કરી રહ્યાં છે. રાજ્યોમાં જરૂરિયાત મુજબ, જે તે સ્થળો પર વ્યવસ્થા કરવા માટે એફસીઆઈ સાથે અગાઉથી ચીવટપૂર્વક યોજના બનાવવામાં આવે છે. લોકડાઉનનાં ગાળામાં સ્ટાફને ઇમરજન્સી વાહનો અને વર્કમેન સ્પેશ્યલ ટ્રેનો દ્વારા ઘરથી કન્ટ્રોલ અને ઓફિસ સુધી સ્ટાફની અવરજવરની વ્યવસ્થા કરવામાં આવી છે. કન્ટ્રોલ અને અન્ય ઓફિસોનું સેનિટાઇઝેશન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી સ્ટાફને કામગીરી કરવામાં સલામતી લાગે છે અને વિશ્વાસ પણ બેસે છે.

 

 

GP/DS


(Release ID: 1615503) Visitor Counter : 206