સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

રોટરી ક્લબ દિલ્હીએ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા 50,000 ફેસ માસ્ક પૂરાં પાડ્યા


આ માસ્ક લૉકડાઉનના ગાળા દરમિયાન ઘરેથી કામ કરીને બનાવાયા છે

Posted On: 17 APR 2020 6:02PM by PIB Ahmedabad

કોરોના વાયરસની કટોકટીભરી વર્તમાન પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સહાય કરવા કરેલા અનુરોધને અનુસરીને રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરિટેજ મારફતે અંદાજે 50,000 જેટલા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્ક પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો સાથે સંકલન કરીને વહેંચણી માટે પૂરાં પાડવામાં આવ્યા છે.

ફેસ માસ્ક દરજીઓએ લૉકડાઉનના ગાળા  દરમિયાન ઘરેથી કામ કરીને બનાવ્યા છે. માસ્કનું વિતરણ આજે પીઆઈબીના પ્રિન્સીપલ ડિરેક્ટર જનરલ શ્રી કુલદીપ સિંઘ ધતવાલિયા દ્વારા કરવામાં આવ્યુ હતું. પ્રસંગે પીઆઈબીના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી રાજીવ જૈને રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરીટેજ વતી સમગ્ર પ્રયાસોનું સંકલન કર્યું હતું.

માસ્ક પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ શ્રી આનંદ કુમાર, પ્રેસ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી સી. કે. નાયક, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સનદીપ મન્હાસને આજે નેશનલ મિડીયા સેન્ટર ખાતે યોજાયેલા સમારંભમાં સુપરત કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી નજીકના ભવિષ્યમાં દિલ્હી પોલિસ સહિત, રોટરી દિલ્હી હેરીટેજ વિતરણમાં સહાય કરશે. ગ્રેટ ઈન્ડિયન ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નવિન કુમારે પણ 40,000 લીટર જેટલા હળવા પીણાંનું વિતરણ ઉપરના ત્રણ મહાનુભવોની હાજરીમાં કર્યું હતું.

 

GP/DS



(Release ID: 1615493) Visitor Counter : 170