ગૃહ મંત્રાલય
કેબિનેટ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્થળાંતર કરતા મજૂરોની સલામતી, આશ્રય અને આહાર સુરક્ષા બાબતે જણાવ્યું
Posted On:
16 APR 2020 7:18PM by PIB Ahmedabad
ભારત સરકાર સ્થળાંતર કરીને આવતા મજૂરો અને દેશમાં કોરોના વાયરસના પ્રસારને કારણે લૉકડાઉનના અમલ માટે લેવાયેલાં પગલાંને કારણે હાલાકીમાં મૂકાયેલા સ્થળાંતર કરતા મજૂરોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વ આપી રહી છે.
કેબિનેટ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૃહ મંત્રાલયે બહાર પાડેલી વિસ્તૃત માર્ગરેખાઓના અસરકારક અમલ માટે ખાત્રી રાખવા જણાવ્યું છે, જેથી સ્થળાંતર કરતા મજૂરોને સલામતી, આશ્રય અને આહાર સુરક્ષા માટે ખાત્રી મળી રહે.
આ સંદેશા-વ્યવહારમાં રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તમામ જીલ્લા કલેક્ટરોએ તાત્કાલિક પરિસ્થિતિની સમીક્ષા કરવી. તેમણે આ મુદ્દે સંકલન અને મોનિટરીંગ માટે જો કોઈ નોડલ અધિકારીની નિમણુંક કરી ના હોય તો નિમણુંક કરવી. મેટ્રોપોલિટન વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશ્નરોને કલ્યાણનાં પગલાંના અમલીકરણ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ દસ્તાવેજમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તમામ જીલ્લાઓમાં સ્થળાંતર કરીને આવેલા મજૂરો તથા હાલાકીમાં મૂકાયેલી વ્યક્તિઓની અલગથી સમીક્ષા કરવી અને તેમને ભોજન તથા આશ્રય મળી રહે તે માટે તમામ જરૂરી ગોઠવણો કરવી.
આ સંદેશમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે દરેક રાહત શિબિર કોઈ વરિષ્ઠ અધિકારીના ચાર્જ હેઠળ મૂકવી. હાલાકીમાં મૂકાયેલા અને સ્થળાંતર કરનાર મજૂરોની સહાય માટે નાગરિક સમાજની સંસ્થાઓની સહાય તથા મધ્યાહ્ન ભોજન સુવિધાની મદદ પણ લઈ શકે છે. આવી વ્યક્તિઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ સંબંધે બહાર પાડેલી માર્ગરેખાઓ અનુસાર સાયકો-સોશ્યલ કાઉન્સેલીંગ પણ પૂરૂં પાડવું તેવું વધુમાં જણાવાયું છે.
GP/DS
(Release ID: 1615192)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam