કેન્દ્રીય જાહેર સેવા આયોગ

લૉકડાઉનને ધ્યાનમાં રાખીને યુપીએસસી દ્વારા પરીક્ષાના સમયપત્રકની જાહેરાત


યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યો એપ્રિલ, 2020થી એક વર્ષ માટે તેમના મૂળ પગારના 30 ટકા સ્વૈચ્છિક ઓછા લેશે

યુપીએસસીના તમામ અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે પીએમ કેર્સ ફંડમાં એક દિવસનો પગાર આપ્યો

Posted On: 15 APR 2020 2:59PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા 15મી એપ્રિલ, 2020ના રોજ કમિશનની વિશેષ બેઠક યોજાઈ હતી.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સહિત લૉકડાઉનના પ્રવર્તમાન અંકુશોને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવાયો હતો કે ઉમેદવારો અને સલાહકારોએ દેશના તમામ હિસ્સાઓમાંથી પ્રવાસ કરવો જરૂરી હોય, તેવાં તમામ ઈન્ટરવ્યૂ, પરીક્ષાઓ અને ભરતી બોર્ડ વિશે સમય-સમય પર સમીક્ષા કરવામાં આવશે. સિવિલ સર્વિસ - 2019ના બાકીના પર્સનાલિટી ટેસ્ટ્સની નવી તારીખોનો નિર્ણય લૉકડાઉનનો બીજો તબક્કા પછી, એટલે કે ત્રીજી મે, 2020ના રોજ બાદ લેવામાં આવશે. સિવિલ સર્વિસ - 2020 (પ્રિલિમ), એન્જિનિયરીંગ સર્વિસ (મેઇન) અને જિયોલોજિસ્ટ સર્વિસ (મેઇન) પરીક્ષાઓ માટેની તારીખો અગાઉ જાહેર કરાઈ હતી. બદલાતી પરિસ્થિતિને કારણે આ પરીક્ષાઓના સમયપત્રકમાં જો કોઈ ફેરફાર કરવાની જરૂર જણાશે તો યુપીએસસીની વેબસાઈટ ઉપર તે બાબતે સૂચના અપાશે. કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એક્ઝામિનેશન, ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામિનેશન 2020 માટે મોકૂફીની નોટિસો અગાઉથી જ જાહેર કરી દેવાઈ છે. સીએપીએફ એક્ઝામ 2020 માટેની તારીખો પણ યુપીએસસીની વેબસાઈટ દ્વારા સૂચિત કરાશે. નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ-1) એક્ઝામિનેશન આગળની જાણ કરવામાં ન આવે ત્યાં સુધી પાછી ઠેલવામાં આવી છે. તમામ પરીક્ષાઓ, ઈન્ટરવ્યૂ અને રિક્રુટમેન્ટ બોર્ડસ બાબતે કમિશનનો અન્ય કોઈ પણ નિર્ણય કમિશનની વેબસાઈટ ઉપર તુરંત ઉપલબ્ધ બનાવાશે.

કોરોના વાયરસ મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનની કમિશને સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય સ્તરે નાણાંકીય સંસાધનોનાં સંરક્ષણની આવશ્યકતાને ઓળખીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અને સભ્યોએ એપ્રિલ, 2020ની અસરથી એક વર્ષ માટે કમિશન દ્વારા તેમને મળતા મૂળ પગારના 30 ટકા રકમ સ્વૈચ્છિક રીતે જતી કરવાનો નિર્ણય લીધો હતો.

ઉપરાંત, યુપીએસસીના તમામ અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો એક દિવસનો પગાર પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)માં આપવાનો આપ્યો છે.

GP/RP


(Release ID: 1614730) Visitor Counter : 344