કૃષિ મંત્રાલય

ભારત સરકારનાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની વિવિધ કામગીરીઓ


પીએમજીકેવાય અંતર્ગત લગભગ 5,516 મેટ્રિક ટન દાળ વિતરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવી

Posted On: 14 APR 2020 7:22PM by PIB Ahmedabad

ભારત સરકારનાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન પ્રાદેશિક સ્તરે ખેડૂતો અને કૃષિલક્ષી કામગીરીઓને સુવિધાજનક બનાવવા માટે ઘણા ઉપાયો કર્યા છે. આ કામગીરીઓની તાજેતરની સ્થિતિ નીચે મુજબ છેઃ

  1. રવિ સિઝન 2020 દરમિયાન નાફેડે એમએસપી પર 597 કરોડ રૂપિયાની રકમ ચુકવણી 1,21,883 મેટ્રિક ટન દાળ અને તલની ખરીદી કરી છે, જેનો લાભ 89,145 ખેડૂતોને મળ્યો છે.
  2. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમ-જીકેવાય) અંતર્ગત લગભગ 5,516 મેટ્રિક ટન દાળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણ માટે મોકલવામાં આવી છે.
  3. 24.3.2020થી લોકડાઉનના ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન ભંડોળ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત લગભગ 8.31 કરોડ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે અને અત્યાર સુધી 16,621 કરોડ રૂપિયાની રકમ વહેંચવામાં આવી છે.
  4. વર્તમાન કોવિડ-19 સંકટથી કૃષિ અને સંબંધિત વસ્તુઓનાં નિકાસકારોની સમસ્યાઓનું મૂલ્યાંકન કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે જરૂરી પગલાં લેવા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તારીખ 13.4.2020ના રોજ બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ફળફળાદિ, શાકભાજી, બાસમતી અને બિનબાસમતી ચોખા, બીજ, ફૂલ, છોડ, જૈવિક ઉત્પાદન, કૃષિ ઉપકરણ અને મશીનરી જેવી કૃષિલક્ષી ચીજવસ્તુઓનાં ઉત્પાદકો/નિકાસકારો સંગઠનોનાં પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
  5. ઉપલબ્ધતા સાથે સંબંધિત નિકાસકારોનાં મુદ્દા અને કામદારોની અવરજવર, આંતર-રાજ્ય પરિવહનમાં અવરોધો, કાચા માલની ખેંચ, ફાઇટો-સેનિટરી, કૂરિયર સેવાઓ બંધ કરવા, માલ વહન સેવાઓની ઉપલબ્ધતા, બંદર/યાર્ડ સુધી પહોંચ અને આયાત/નિકાસ માટે માલને મોકલવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી તથા કૃષિ અને સંબંધિત ચીજવસ્તુઓને સુચારરૂપે આયાત અને નિકાસને સુવિધાજનક બનાવવા માટે આ મુદ્દાઓનું ઉચિત સ્વરૂપે સમાધાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RP

*****


(Release ID: 1614558) Visitor Counter : 186