પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

Posted On: 14 APR 2020 7:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસની સાથે ટેલીફોન પર વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ રમજાનના આગામી પવિત્ર મહિના માટે રાષ્ટ્રપતિ અને પેલેસ્ટાઇનના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

બંને દેશના નેતાઓએ કોવિડ-19 મહામારીના કારણે ઉત્પન્ન થયેલ વર્તમાન પડકારો પર ચર્ચા કરી અને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોત-પોતાના દેશમાં લેવામાં આવી રહેલા જુદા-જુદા પગલાઓ વિષે એકબીજાને માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ વાયરસથી દેશના લોકને બચાવવા માટે પેલેસ્ટાઇનના સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી અને આ પ્રયત્નોમાં ભારત તરફથી શક્ય તમામ મદદ આપવાની બાહેંધરી આપી હતી.

બંને નેતાઓ પડકારજનક આ સમયમાં સહયોગના શિખરોને ખેડવા માટે જરૂરી સ્તર પર એકબીજાના સતત સંપર્કમાં રહેવા અંગે સહમત થયા હતા.

 

RP(Release ID: 1614536) Visitor Counter : 119