કૃષિ મંત્રાલય

લૉકડાઉનના સમય દરમિયાન ખેડૂતો અને ખેતરમાં કૃષિ પ્રવૃત્તિઓમાં સુગમતા માટે કેટલાક પગલા લેવાયા


ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે ઑલ ઈન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કૉલ સેન્ટર નંબર 18001804200 અને 14488 જાહેર કર્યા

પીએમ કિસાન યોજના હેઠળ 8.31 કરોડ ખેડૂત પરિવારો માટે રૂ. 16,621 કરોડ રિલિજ કરાયા

પીએમજીકેવાય યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 3,985 મેટ્રિક ટન કઠોળ રવાના કરવામાં આવ્યું

Posted On: 13 APR 2020 7:24PM by PIB Ahmedabad

લૉકડાઉન દરમિયાન ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે ખેડૂતો અને ખેતરમાં કૃષિ પ્રવૃત્તિઓની સુગમતા માટે કેટલાક કદમ  ઉઠાવ્યા છે. જેની સુધરેલી સ્થિતિ નીચે મુજબ છેઃ

1. શાકભાજી અને ફળ જેવી નાશવંત ખેત પેદાશોની તથા બિયારણ, જંતુનાશકો અને ફર્ટિલાઈઝર જેવી ખેતી માટે વપરાતી ચીજોનું રાજ્યો વચ્ચે અને આંતર રાજ્ય હેરફેરના સંકલન માટે  વિભાગે એક ઑલ ઈન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કૉલ સેન્ટર શરૂ કર્યું છે. આ કૉલ સેન્ટરનો સંપર્ક 18001804200 અને 14488 નંબર પર થઈ શકશે. આ નંબરનો સંપર્ક કોઈપણ મોબાઈલ કે લેન્ડલાઈન ફોન પરથી થઈ શકશે.

2. ઉપર દર્શાવેલી ખેત પેદાશોની આંતર રાજ્ય હેરફેર માટે ટ્રક ડ્રાઈવરો, વેપારીઓ, રિટેઈલરો, ટ્રાન્સપોર્ટર્સ અથવા અથવા અન્ય કોઈ સહયોગી સમસ્યાનો સામનો કરતો હોય તો તે કૉલ સેન્ટરનો નંબર જોડીને સહાય મેળવી શકે છે. કૉલ સેન્ટરના અધિકારીઓ વાહન અને જથ્થાની વિગતોની સાથે જરૂરી સહાય અંગેની વિગત રાજ્ય સરકારના અધિકારીઓને ઉકેલ માટે મોકલી આપશે.

3. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન હેઠળ રાજ્યોને  બિયારણનો પૂરવઠો મળી રહે તેની ખાત્રી માટે આ  યોજના હેઠળ વિવિધ વેરાયટી માટે 10 વર્ષથી ઓછા સમય માટે સબસીડી રાખવામાં આવી છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સબસિડી માટે સાચા લેબલ લગાડવામાં આવે તે  હેતુથી માત્ર ઉત્તર ભારત, પર્વતીય વિસ્તારો અને કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીરમાં તમામ પાક માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન લાગુ કરવામાં આવ્યું છે

4. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ- કિસાન) યોજના હેઠળ લૉકડાઉનના ગાળા દરમિયાન તા.24-03-2020થી આશરે 8.31 કરોડ ખેડૂત પરિવારોને રૂ.16,621 કરોડની રકમ રિલિજ કરીને લાભ આપવામાં આવ્યો છે.

5. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ આશરે 3,985 મેટ્રિક ટન કઠોળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવા માટે રવાના કરવામાં આવ્યુ છે.

6. પંજાબમાં પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પીકેવીવાય) હેઠળ ખાસ ડિઝાઈન કરવામાં આવેલી ઈલેક્ટ્રીક વાન દ્વારા ઓર્ગેનિક પ્રોડક્ટસનું ઘર આંગણે વિતરણ કરવામાં આવશે.

7. મહારાષ્ટ્રમાં 21,11,171 ક્વિન્ટલ ફ્રૂટ અને શાકભાજી 34 જિલ્લાઓમાં 27,797 ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશનને ઓનલાઈન / સીધી વેચાણ પદ્ધતિથી વેચવામાં આવ્યા છે.

RP

* * * * *



(Release ID: 1614168) Visitor Counter : 299