રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ વૈશાખી, વિશૂ, રોંગલી બિહુ, નબ બર્ષ, વૈશાખડી, પુથાંડુ, પીરાપુના પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

Posted On: 13 APR 2020 11:50AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વૈશાખી, વિશૂ, રોંગલી બિહુ, નબ બર્ષ, વૈશાખડી, પુથાંડુ, અને પીરાપુના પર્વ કે જે 13 અને 14મી એપ્રિલ 2020ના રોજ દેશના જુદા-જુદા ભાગોમાં ઉજવાઈ રહ્યા છે તે પ્રસંગે પોતાનો એક સંદેશ આપતા જણાવ્યું હતું કે:
“વૈશાખી, વિશૂ, રોંગલી બિહુ, નબ બર્ષ, વૈશાખડી, પુથાંડુ, અને પીરાપુના પાવન પર્વ પ્રસંગે હું ભારત અને વિદેશમાં વસતા મારા તમામ નાગરિક બંધુઓને મારી હૂંફાળી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.
આ તહેવારો ભારતની સાંસ્કૃતિક વિવિધતામાં રહેલ એકતાના પ્રતિક સમાન છે અને અન્નદાતા ખેડૂતો પ્રત્યે આપણા સન્માનનો પણ આ અવસર છે. ખેડૂતો હંમેશા આપણી કૃતજ્ઞતાના કેન્દ્રમાં રહેવા જોઈએ કારણ કે તેઓ આપણી માટે માત્ર અનાજ જ ઉત્પન્ન નથી કરતા પરંતુ તેઓ પોતાના અથાક પ્રયાસો વડે આપણી માટે ખાદ્યાન્ન સુરક્ષા અને સમૃદ્ધિ પણ પૂરા પાડે છે.
વર્તમાન સમયમાં આપણે સૌ કોવિડ-19ના રૂપમાં આવેલા અભૂતપૂર્વ સંકટનો દ્રઢતાપૂર્વક સામનો કરી રહ્યા છીએ. ચાલો આ વર્ષે આ તહેવારોના પ્રસંગે આપણે સૌ એ વાત નિશ્ચિત કરી લઈએ કેઆપણે ‘સામાજિક અંતર’ અને જરૂરી સાવચેતીઓનું પાલન કરીશું અને આપણી એકતા તેમજ સામુહિક સંકલ્પના જોર પર કોરોનાવાયરસને પરાજિત કરીશું.

GP/RP



(Release ID: 1613892) Visitor Counter : 105