ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિજીએ બૈસાખી, વિશૂ, પુથાંડુ, મસાદી, વૈશ્ખડી અને બોગાહ બિહુના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
Posted On:
13 APR 2020 10:16AM by PIB Ahmedabad
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકૈયા નાયડુએ બૈસાખી, વિશૂ, પુથાંડુ, મસોદી, વૈશ્ખડી અને બોગાહ બિહુના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ તહેવાર દેશના જુદા-જુદા ભાગોમાં 13 અને 14 એપ્રિલ, 2020ના રોજ ઉજવવામાં આવી રહ્યા છે. પોતાના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિજીએ કહ્યું હતું કે આજે જ્યારે આપણે નોવલ કોરોનાવાયરસ સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ, આ પર્વોનો ઉલ્લાસ આપણા મનોબળને વધારે છે, આપણને ભવિષ્યની નવી દિશા ચીંધે છે.
આદરણીય ઉપરાષ્ટ્રપતિજીનો સંપૂર્ણ સંદેશ નીચે મુજબ છે-
“બૈસાખી, વિશૂ, પુથાંડુ, મસાદી, વૈશ્ખડી અને બોગાહ બિહુના ઉલ્લાસમય અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ આપું છું.
આ પર્વ નવાવર્ષનું સ્વાગત કરે છે, નવા પ્રારંભ, નવી આશાઓનું અભિવાદન કરે છે. લહેરાતા પાકો સાથે જોડાયેલા આ પર્વ પ્રકૃતિની સમૃદ્ધ સંપન્નતા અને સૌંદર્યનો ઉત્સવ ઉજવે છે.
આજે જ્યારે આપણે કોરોનાના અભિશાપ સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ, આ પર્વોનો ઉલ્લાસ આપણા મનોબળને વધારે છે, આપણને ભવિષ્યની નવી દિશા ચીંધે છે, આપણું માર્ગદર્શન કરે છે.
હું પ્રાર્થના કરું છું કે આવનારુ વર્ષ આપણી ખુશીઓ લઈને આવે, આપણે આ સમૃદ્ધિને માત્ર વહેંચીએ જ નહિ પરંતુ પ્રાણી માત્ર અને પ્રકૃતિની પણ સેવા અને સંરક્ષણ કરીએ. નવું વર્ષ આપણી અંદર નિઃસ્વાર્થ પરોપકાર, સ્નેહમયી કરુણા, દયા જેવા સદગુણોને અભિપ્રેરિત કરે, આપણા જીવનમાં શાંતિ, સદભાવ, સમૃદ્ધિ અને સંતોષ લાવે.
આવો, આપણે સૌ નવા વર્ષને આપણા ઘર ઉપર જ આપણા સ્વજનોની સાથે પારંપરિક ઉલ્લાસપૂર્ણ રીતે ઉજવીએ અને મોટા સામુદાયિક આયોજનોથી દૂર રહીએ.
ઘરમાં રહો, સુરક્ષિત રહો.”
(Release ID: 1613891)
Visitor Counter : 122