ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
11 APR 2020 1:33PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પોતાના શુભેચ્છા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પુનરુત્થાનની કથા એ વાતની યાદ અપાવે છે કે હંમેશા અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે. કોવિડ-19 સામેની લડાઈમાં ભારત અને સમગ્ર વિશ્વ વિજેતા બનશે.
તેમના શુભેચ્છા સંદેશનો મૂળ પાઠ આ પ્રમાણે છે - “ઈસ્ટરના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને હું શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. ઈસ્ટર એ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના ત્રીજા દિવસે તેમના પુનરુત્થાનની ઉજવણી છે. આ આશા અને શ્રદ્ધાના પુનરુત્થાનની કથા છે, જે આપણને યાદ અપાવે છે કે હંમેશા અધકાર પર પ્રકાશનો વિજય થાય છે, દુર્ગુણ પર સદગુણનો વિજય થાય છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસના જબરદસ્ત પડકારનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઈસ્ટર આપણા જીવનમાં હિંમત અને આશાવાદ ફેલાવે તેવી શુભેચ્છાઓ. ઈસ્ટરની ઉજવણી આપણે આપણા ઘરે જ આપણા આપ્તજનો સાથે કરી રહ્યા છીએ, ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોવિડ-19 સામેની લડાઈમાં વિજયી બને. આપણે તે તમામ લોકો, ખાસ કરીને હેલ્થ કેરના કર્મચારીઓ, જેઓ આપણને આ કટોકટીમાંથી બહાર કાઢવા અથાક કામ કરી રહ્યા છે, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આ ઈસ્ટર આપણને દયાળુ અને વધુ સહાનુભૂતિશીલ બનાવે, વધુ નિશ્ચયી અને અડગ બનાવે તેમજ આપણા જીવનમાં શાંતિ અને સૌહાર્દ લાવે તે જ પ્રાર્થના.”
(Release ID: 1613341)
Visitor Counter : 172