આયુષ

હોમિયોપેથીક ચિકિત્સકો માટે ટેલિમેડિસીન માર્ગદર્શિકાઓ મંજૂર કરવામાં આવી


આયુષ મંત્રી શ્રીપદ નાઇકે વિશ્વ હોમિયોપેથી દિવસે આંતરરાષ્ટ્રીય વેબિનારનો શુભારંભ કર્યો

Posted On: 11 APR 2020 11:52AM by PIB Ahmedabad

આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજારો ચિકિત્સકોએ ભાગ લીધો હતો અને તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રીપદ નાઇકે આ વેબિનારના પ્રારંભિક વક્તવ્ય દરમિયાન, હોમિયોપેથીક ચિકિત્સકો માટે ટેલિમેડિસીન માર્ગદર્શિકાઓને મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને જો જરૂર જણાય તો કોવિડ ટાસ્કફોર્સને સુસંગત આયુષ વર્કફોર્સ કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી. ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ક્લાસિકલ હોમિયોપેથી, ગ્રીસના નિદેશક પ્રો. (ડૉ.) જ્યોર્જ વિથૌલ્કાસ, CCRHના DG(I/C) ડૉ. અનિલ ખુરાના, આયુષ વિભાગ, દિલ્હી સરકારમાં હોમિયોપેથીના નિદેશક ડૉ. આર.કે. મનચંદા, કોલકાતા ખાતે MIHના નિદેશક ડૉ. સુભાષસિંહ, આયુષ મંત્રાલયના નિદેશક ડૉ. એસ.આર.કે. વિદ્યાર્થી, ભારતમાંથી ડૉ. વી.કે. ગુપ્તા, યુકેના ડૉ. રોબર્ટ વાન હેસલીન, હોંગકોંગના પ્રૉ. એરોન ટૂ આ વેબિનારના મુખ્ય વક્તાઓ હતા. મોટાભાગના વક્તાઓએ હોમિયોપેથીમાં રહેલી સંભાવનાઓ અંગે જણાવ્યું હતું જેનાથી કોવિડ-19ને નિયંત્રણમાં લઇ શકાય છે અને કોવિડના દર્દીઓ માટે પ્રમાણભૂત સારવારની સાથે સહાયક દવા તરીકે હોમિયોપેથી દવાના ઉપયોગો અંગે તથ્યો રજૂ કર્યા હતા.

 

GP/RP

********



(Release ID: 1613270) Visitor Counter : 251